ખબર પ્રવાસ

પ્રધાનમંત્રી મોદીએ કેદારનાથની જે ગુફામાં કર્યો એકાંતવાસ, હવે તમે પણ કરી શકો છો એ ગુફામાં ધ્યાન, જાણો વિગતો

ચૂંટણી પ્રચાર બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કેદારનાથના દર્શને ગયા હતા અને ત્યાંની એક ગુફામાં ધ્યાન કરવા પહોંચ્યા હતા. આ ગુફા કેદારનાથ મંદિરની ડાબી બાજુએ પહાડ પર બનાવવામાં આવી છે. હવે ગઢવાલ મંડળ વિકાસ નિગમ (GMVN)એ આ ગુફાનું ઓનલાઇન બુકિંગ શરુ કરી દીધું છે. આ માટે GMVNએ તેમની વેબસાઈટ પર જાહેરાત કરી છે. યાત્રાની સીઝન દરમ્યાન આ ગુફામાં ધ્યાન માટેનું બુકિંગ કરાવી શકાશે.

Image Source

આ ગુફાનું નિર્માણ એપ્રિલ મહિનામાં શરુ કરવામાં આવ્યું હતું, જેમાં સાડા આઠ લાખ રૂપિયાનો ખર્ચ થયો હતો. આ ગુફાને રુદ્રગુફા નામ આપવામાં આવ્યું છે. પ્રધાનમંત્રીની આ ગુફાની મુલાકાત બાદ આ ગુફા વિશે લોકોમાં ચર્ચા વધી ગઈ છે અને લોકો આ ગુફા વિશે વધુ જાણકારી મેળવી રહ્યા છે.

Image Source

GMVN આ ગુફાના એક દિવસના 900 રૂપિયા લેશે અને અહીં વધુમાં વધુ ત્રણ દિવસની જ બુકિંગ કરી શકાશે. GMVNએ આ ગુફાની બુકિંગ કરાવવાવાળા લોકો માટેની મેડિકલ ચેકઅપની સુવિધા ગુપ્તકાશીમાં ઉપલબ્ધ કરાવી છે. આ ચેકઅપ બાદ જ લોકોને આ ગુફામાં રહેવાની અનુમતિ મળશે. પર્યટકોએ બે દિવસ પહેલા મેડિકલ ચેકઅપ કરાવવું પડશે.

Image Source

આ ગુફામાં વીજળી, પાણી, ટોયલેટ, બેડ ટેલિફોન જેવી સુવિધાઓની સાથે સવારની ચા, નાસ્તો, લંચ, સાંજની ચા, ડિનર વગેરે આપવામાં આવશે પરંતુ એ માટે એક્સ્ટ્રા ચાર્જ લેવામાં આવશે. આ સિવાય ચોવીસ કલાક સટાફ ગુફામાં તમારી સેવા માટે હાજર રહેશે.

Image Source

કેદારનાથમાં આ પ્રકારની પાંચ ગુફાઓ બનવાની છે. આ પહેલી ગુફા ટ્રાયલ માટે બનાવવામાં આવી છે. આ ગુફાનું બુકિંગ કરાવવા માટે જાણકારી નીચે આપેલી છે:

નિગમની વેબસાઈટ: gmvnl.in
ફેન નંબર: 0135-2747898,2746817
ઈ-મેલ: gmvn@gmvnl.in

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks