‘ડુંગળીની ચા’ ના હેરાન કરી દે તેવા છે ફાયદા, કેન્સર સામે પણ આપે છે રક્ષણ

આજ કાલ લોકોના દિવસની શરૂઆત જ ચાથી થાય છે. જો સવારમાં સારી ચા ન મળે તો આખો દિવસ લોકો બેચેન રહે છે. વિશ્વના દરેક ખુણામાં તમને ચા પ્રેમીઓ મળી જશે, જો કે ચા બનાવવાની રીત દરેક દેશમાં અલગ અલગ હોય છે. આપણે ઘણી પ્રકારની ચા પીએ છીએ, પરંતુ શું તમે ક્યારેય ડુંગળીની ચા પીધી છે? ડુંગળી ચાના ઘણા ફાયદા છે. ભારતીય લોકોની ખાસ વાત એ છે કે તેઓ ચા પીવાનું પસંદ કરે છે. આજકાલ તમને દરેક જગ્યાએ ચા પ્રેમીઓ મળી જશે. પંરતુ આજે અમે તમને ડુંગળી ચા અને તેના ફાયદા વિશે જણાવીશું.

મોટાભાગના લોકો પાસે ડુંગળીની ચાનો જવાબ નહીં હોય. તમને જાણીને આશ્ચર્ય થશે કે ડુંગળીની ચા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. આ સાથે, તે સ્વાદમાં પણ ઉત્તમ છે. એક અભ્યાસ મુજબ, ડુંગળી ગ્લુકોઝ પ્રતિક્રિયાને સુધારીને ઇન્સ્યુલિન રેજિસ્ટેંટને વધારીને ટાઇપ-2 ડાયાબિટીસથી રાહત મેળવવામાં મદદ કરે છે.

એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ડુંગળીની ચા કેન્સરના કોષોના વિકાસને પણ અટકાવે છે. તે આંતરડાનું કેન્સર મટાડવામાં પણ ખૂબ મદદરૂપ છે. ખરેખર, ડુંગળીમાં દ્રાવ્ય ફાઇબર હોય છે. આ ફાઈબર કોલોનને સ્વચ્છ રાખવામાં મદદ કરે છે. તેઓ ત્વચા અને આંતરડામાંથી ઝેર બહાર કાઢીને કેન્સરના કોષોની બનતા અટકાવે છે.

તેને કેવી રીતે બનાવવી:
સૌથી પહેલા ડુંગળી ધોઈને કાપી લો. પછી પાણી ઉકાળો અને તેમાં ડુંગળીના ટુકડા નાખો. જ્યારે પાણી ઉકળી જાય ત્યારે તેમાં લીંબુનો રસ અને ગ્રીન ટીને એક બેગ ઉમેરો. હવે તેને ગાળીને તમારી પસંદગી મુજબ મધ ઉમેરો અને હેલ્દી ડુંગળી ચાનો આનંદ લો.

ચોમાસામાં તુલસી અને મરીને ચામાં નાખીને પીવો:
વરસાદની ઋતુ અનેક રોગોને સાથે લઈને લાવે છે. તેમાં મલેરિયા અને ડેન્ગ્યુ જેવા મચ્છરજન્ય રોગો પણ સામેલ છે. હવામાનની ઠંડકને કારણે ચોમાસા દરમિયાન વાયરલ ચેપનું જોખમ પણ રહે છે. આવી સ્થિતિમાં શરીરની રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવી ખૂબ જ જરૂરી છે. હિન્દુ પરિવારોમાં તુલસીની પૂજા કરવામાં આવે છે. તેના ઔષધીય ગુણધર્મો વિશે વાત કરીએ તો, તે એક ઉત્તમ એન્ટિબાયોટિક છે, તેમજ બેક્ટેરિયા અને ફૂગને દૂર કરે છે.

તુલસી-કાળા મરી ગુણનો ખજાનો:
રોગપ્રતિકારક શક્તિ વધારવામાં તુલસીનો કોઈ જવાબ નથી. તેમાં ફાઈટોકેમિકલ્સ, બાયોફ્લેવોનોઇડ્સ અને એન્ટી-ઓક્સિડન્ટ સંયોજનો છે. તેઓ શરીરને જીવાણુઓથી સુરક્ષિત કરે છે. તે શ્વસન માર્ગમાં ચેપને પણ અટકાવે છે. બીજી બાજુ, કાળા મરી માત્ર ખોરાકનો સ્વાદ વધારતા નથી પણ તેમાં એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી માઇક્રોબાયલ ગુણ પણ હોય છે. કાળા મરીમાં વિટામિન સી ભરપૂર હોય છે અને તે તમારી રોગપ્રતિકારક શક્તિને વધારે છે.

ચામાં નાખીને પીવો:
તુલસી અને કાળા મરી એકસાથે લેવાથી શરીરને અનેક રોગો સામે લડવાની શક્તિ મળે છે. તેમને લેવાનો સૌથી સહેલો રસ્તો ચા બનાવતી વખતે તુલસી અને કાળા મરીને પાણીમાં ઉકાળો. આ સિવાય તમે તેનો ઉકાળો પણ બનાવી શકો છો.

Niraj Patel