ખબર

કેનેડામાં ગુજરાતી પટેલ યુવતીની કચડાયેલી હાલતમાં મળી લાશ, ઘટના વાંચીને હોંશ ઉડી જશે

ગુજરાતના આણંદ જિલ્લાના બોરસદ ગામના પામોલ ગામન પરિણીતાની કેનેડાની રાજધાની ટોરેન્ટોમાંથી કચડાયેલી હાલતમાં લાશ મળી આવતા તેના પરિવારજનોએ હત્યાનો આક્ષેપ લગાવ્યો હતો. બીજી તરફ પોલીસે મૃતદેહનો કબ્જો લઇ વધુ તપાસ હાથ ધરી છે.

Image Source

પામોલ ગામની હિરલ પટેલના લગ્ન 2013માં આંકલાવ પાસે આવેલા કિંખલોડ ગામમાં રહેતા અને હાલ કેનેડા રહેતા રાકેશ સાથે થયા હતા. લગ્ન બાદ હિરલ સાસરી કીંખલોડમાં જ રહેતી હતી. ત્રણ વર્ષ પહેલા વિઝાની પ્રક્રિયા પૂર્ણ થતા પતિ સાથે હિરલ પણ કેનેડા ગઈ હતી.

Image Source

કેનેડા પહોંચ્યા બાદ 2 વર્ષ સુધી લગ્નજીવન બરાબર ચાલતું હતું પરંતુ છેલ્લા 1 વર્ષથી હિરલના પતિ રાકેશે માનસિક ત્રાસ આપવાનું શરૂ કરતા આ વાત છૂટાછેડા સુધી પહોંચી હતી. બે મહિના પહેલા હિરલ અને રાકેશના છૂટાછેડા થયા હતા. આ બાદ હિરલ તેના ભાઈના ઘરે જ રહેતી હતી. હિરલના પિતાએ પતિ અને સાસરિયા પર હત્યાનો આક્ષેપ કર્યો હતો.

Image Source

ગત શનિવારે હિરલ હોસ્પીટલમાંથી નોકરી પુરી કરીને ઘરે પરત ફરી રહી હતી.જે બાદ તે ગુમ થઇ હતી. હિરલના ભાઈ દ્વારા તેની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. આ સાથે જ હિરલના પૂર્વ પતિ રાકેશને જાણ કરતા તેને ફોન ઓફ કરી દીધો હતો.

આ બાદ હિરલના ભાઈએ ટોરેન્ટો પોલીસને જાણ કરતા તેના દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી. બાદમાં પોલીસે હિરલના ગુમ થવાના સમાચાર પણ વેબસાઈટ પર અપલોડ કર્યા હતા.

Image Source

હિરલનો મૃતદેહ કચડાયેલી હાલતમાં મળી આવતા હિરલના પિતાએ આક્ષેપ કર્યો હતો કે, હિરલને ગાડી ચલાવતા આવડતી ના હતી તો અકસ્માતમાં લાશ કચડાઈ જાય તેથી હિરલના પિતા ઈચ્છી રહ્યા છે કે, તેની દીકરીને યોગ્ય ન્યાય મળે.

હિરલ પટેલના મોટ મામલે ટોરેન્ટો પોલીસે પૂર્વ પતિ સામે વોરંટ ઈશ્યુ કર્યું છે. આ મામલે કેનેડા પોલીસે સ્પેશિયલ ટિમ બનાવી તપાસ કરી રહી છે. હાલ તો પોલીસ રાકેશ પટેલ શંકાશ્પદ આરોપી હોવાનું શંકા વ્યક્ત કરી છે. પોલીસે ગુરુવારે ફર્સ્ટ ડિગ્રી હત્યાનું વોરંટ જાહેર કર્યું છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.