અજબગજબ

દુનિયાનો એવો દેશ જ્યાં ના કોઈ મસ્જિદ છે, ના મસ્જિદ બનાવવાની અનુમતિ આપવામાં આવે છે

દુનિયાની અંદર એક એવો દેશ છે જ્યાં મસ્લિમ તો રહે છે. પરંતુ આ દેશની અંદર કોઈ મસ્જિદ નથી, કે ના આ દેશની અંદર મસ્જિદ બનાવવાની અનુમતિ આપવામાં આવે છે. આ દેશનું નામ છે સ્લોવાકિયા. સ્લોવાકિયામાં જે મુસ્લિમ છે તે તુર્ક અને ઉગર છે અને 17મી સદીથી અહીંયા રહી રહ્યા છે. વર્ષ 2010માં સ્લોવાકિયામાં મુસ્લિમોની વસ્તી 5000ની આસપાસ હતી.

Image Source

સ્લોવાકિયા યુરોપીય યુનિયનનું સદસ્ય પણ છે. પરંતુ તે એક એવો દેશ છે જે સૌથી છેલ્લે તેનું સદસ્ય બન્યું. આ દેશની  અંદર મસ્જિદ બનાવવાને લઈને વિવાદ પણ થતો રહે છે. વર્ષ 2000માં સ્લોવાકિયાની રાજધાનીમાં ઇસ્લામિક સેન્ટર બનવવાને લઈને પણ વિવાદ થયો હતો. બ્રટીસીઓવાના મેયર સ્લોવાક ઇસ્લામિક વક્ફ ફાઉન્ડેશનના બધા જ પ્રસ્તાવોને ખારીજ કરી દેવામાં આવ્યા હતા.

Image Source

વર્ષ 2015માં યુરોપની સામે શરણાર્થીઓનો પ્રવાસ એક મોટો મુદ્દો બનેલો હતો. તે સમયે સ્લોવાકિયાએ 200 ઈસાઈઓને શરણ આપી. પરંતુ મુસ્લિમ શરણાર્થીઓને આવવાની મનાઈ ફરમાવી દીધી. તેના ઉપર સ્પષ્ટીકરણ આપતા સ્લોવાકિયાના વિદેશ મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું કે તમને ત્યાં મુસ્લિમોના ઈબાદતની કોઈ જગ્યા નથી. જેના કારણે મુસ્લિમોને શરણ આપવી દેશમાં ઘણી સમસ્યાઓ પેદા કરી શકે છે. આ નિર્ણયની યુરોપિયન યુનિયને પણ આલોચના કરી હતી.

Image Source

30 નવેમ્બર 2016ના રોજ સ્લોવાકિયામાં એક કાનૂન પાસ કરી ઇસ્લામને આધિકરીક ધર્મનો દરજ્જો આપવા ઉપર રોક લગાવી દીધી. આ દેશ ઇસ્લામને એક ધર્મના રૂપમાં નથી સ્વીકાર કરતો. યુરોપીય યુનિયન સ્લોવાકિયા એકમાત્ર એવો એકલો દેશ છે. જ્યાં એક પણ મસ્જિદ નથી.

Image Source

સ્લોવાકિયામાં ધ્વનિ પ્રદુષણ વિરુદ્ધ પણ એક કડક કાયદો છે. આ દેશમાં સવારે 10 વાગ્યાથી લઈને સાંજે 6 વાગ્યા સુધી તમે કોઈ સાથે ખરાબ વ્યવહારમાં વાત ના કરી શકો કે ના હોબાળો મચાવી શકો. જો આવું કોઈ કરે છે તો પોલીસ તેને પકડી લે છે અને દંડ પણ ભરવો પડે છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.