નોરા ફતેહીએ શેર કરી એવી એવી તસવીરો કે જોઇને ચાહકોના હાલ થયા બેહાલ, દિલકશ પોઝ જોઇને ચાહકો થયા પાગલ

દૂધ જેવી રૂપાળી નોરાએ વરસાદમાં પણ લગાડી આગ, સમુદ્ર કિનારે આપ્યા એવા એવા પોઝ કે વધી ગયુ સોશિયલ મીડિયાનું તાપમાન,જુઓ 6 તસવીરો

બોલિવુડ અભિનેત્રી નોરા ફતેહી તેની સુપર હિટ તસવીરો અને તેના ધમાકેદાર ડાંસ માટે જાણિતી છે. તેનું ગીત જાલિમા કોકા કોલા હાલમાં ઇન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યુ છે. આ  વચ્ચે જ નોરાએ ફોટોશૂટ કરાવ્યુ છે, જે ખૂબ વાયરલ થઇ રહ્યુ છે.

નોરાએ સમુદ્ર કિનારે ફોટોશૂટ કરાવ્યુ છે અને આ તસવીરોમાં તે ખૂબ જ દિલકશ અંદાજમાં પોઝ આપતી જોવા મળી રહી છે. તેણે ટાઇગર પેટર્ન વાળી રીવિલિંગ ડ્રેસ પહેર્યો છે, જે ઘણો ખૂબસુરત લાગી રહ્યો છે.

આ આઉટફિટમાં નોરા ફતેહીનો આ અંદાજ ચાહકોને ઘણો પસંદ આવી રહ્યો છે. તેણે કાનમાં મોટી ગોલ્ડન ઇયરિંગ્સ પહેરી છે અને વાળને ખુલ્લા રાખ્યા છે. આમ તો નોરા અવાર નવાર તેની ગ્લેમરસ અને હોટ તસવીરો શેર કરતી રહે છે, પરંતુ આ વખતે તેણે ચાહકોને આ ટ્રીટ એક ખાસ કારણે આપી છે.

નોરા ફતેહીએ આ તસવીરોમાં એનિમલ પ્રિંટ ડ્રેસમાં ઘણી જ ખૂબસુરત લાગી રહી છે અને નોરાની આ તસવીરો તો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે. નોરાએ તેના આ લુકને લાઇટ મેકઅપ સાથે કમ્પલિટ કર્યો છે.

નોરાની આ તસવીરો પર તો ચાહકો પ્રશંસાના પુલ બાંધી રહ્યા  છે. એક યુઝરે લખ્યુ કે, તમે ઘણા જ ખૂબસુરત છો. ત્યાં જ ઘણા યુઝર્સ તેને 30 મિલિયન ફોલોઅર્સ થવા પર શુભકામના આપી રહ્યા છે. નોરાની આ તસવીરો પર 20 લાખથી પણ વધારે લાઇક્સ આવી ચૂકી છે.

તમને જણાવી દઇએ કે, નોરાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર 30 મિલિયન ફોલોઅર્સ થઇ ગયા છે, એટલે કે 3 કરોડ લોકો તેને ફોલો કરે છે. આ ખુશખબરી સાથે નોરાએ તેની નવી તસવીરો શેર કરી છે.

નોરા તેના ડાંસથી બધાને દીવાના બનાવતી રહે છે અને હવે તેનું ડાંસ નંબર જાલિમ કોકા કોલા તેની આગામી ફિલ્મ “ભૂજ ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા”થી રીલિઝ થઇ ચૂક્યુ છે. રીલિઝ થયાના કેટલાક કલાકો બાદથી જ આ ગીત સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યુ છે. આ ગીતમાં નોરાના એક્સપ્રેશનની ચાહકો ઘણી પ્રશંસા કરી રહ્યા છે.

આ ફિલ્મ 13 ઓગસ્ટે ડિઝની+ હોટસ્ટાર પર રીલિઝ થવાની છે. આ ફિલ્મમાં નોરા ફતેહી સાથે અજય દેવગન, સોનાક્ષી સિન્હા, સંજય દત્ત, અમ્મી વિર્ક અને શરદ કેલકર પણ છે.

 

View this post on Instagram

 

A post shared by Nora Fatehi (@norafatehi)

Shah Jina