જ્ઞાન-જાણવા જેવું

જો તમને પણ સિનેમા વાળા પાણીની બોટલ અને અંદર નાસ્તો ના લઇ જવા દે તો આ પોસ્ટ વંચાવો

આપણે રજાના દિવસોમાં કે ફ્રી સમયમાં થિએટરમાં ફિલ્મ જોવા જતા હોય છે. પરંતુ ઘણીવાર એવું થતું હોય છે કે, થિએટરમાં રહેલો સ્ટાફ આપણને પાણીની બોટલ અંદર લઇ જતા રોકે છે. તે જ પાણીની બોટલ  થિએટરમાં ઊંચા ભાવે ખરીદવી પડે છે. તો નાસ્તો લઇ જવાની પણ મનાઈ ફરમાવે છે. થિએટરની અંદર પોપકોર્નના પણ વધારે ભાવ વસુલે છે.

હાલમાં જ એક હૈદરાબાદમાં એક વિજય ગોપાલ નામના એક્ટિવિસ્ટે એક આરટીઆઈ કરી હતી. હૈદરાબાદ પોલીસ કમિશનર એ આ પર જવાબ આપ્યો હતો, આ સવાલ નાનકડો છે પરંતુ કામનો છે.

Image Source

સિનેમા રેગ્યુલેશન એક્ટ 1955 મુજબ સિનેમા હોલ દર્શકો અને ગ્રાહકોને પાણીની બોટલ અને નાસ્તો અંદર લઇ જતા ના રોકી શકે. જો કોઈ સિનેમા હોલ અથવા મલ્ટીપ્લેકસ વાળા તમને પાણીની બોટલ અને નાસ્તો લઇ જતા રોકે તો તમે તેના પર મેટ્રોલોજી વિભાગમાં ફરિયાદ દાખલ કરી શકો છો.

આ સિવાય 3D ચશ્મા માટે સિનેમા વાળા એક્સ્ટ્રા પૈસાના વસૂલી શકે. જો તમે અંદરથી કોઈ પાણીની બોટેલ અથવા નાસ્તો લો છો તો તમને તેનું બિલ અચૂક લેવું જોઈએ.

પોલીસે આ જવાબ તેલંગાણા રાજ્યના ‘સિનેમા રેગ્યુલેશન એક્ટ-1955ના આધારે આપ્યો હતો. પરંતુ વિચારો તેલંગાણા રાજ્ય બન્યા તેને લગભગ 6 વર્ષ જ થયા છે, એટલે કે આ નિયમ રાજ્ય બન્યા પહેલાનો છે. આ નિયમ પહેલા આંધ્રપ્રદેશમાં પણ હશે. તમારા રાજ્યમાં પણ કંઈક આ પ્રકારનો નિયમ જરૂર હશે. તમને ખબર ના હોય તો તમે પણ આ અંગે માહિતગાર થવું જોઈએ.

Image Source

તમે જયારે પણ સિનેમા ઘરોમાં અંદર જાવ છો ત્યારે સિક્યુરિટીના નામ પર લંચ બોક્સ અથવા પાણીની બોટલ જમા કરી લેવામાં આવે છે. તમારે અંદરથી મોંઘા ભાવની પાણીની બોટલ અને મોંઘા ભાવના પોપકોર્નનો કોમ્બો લેવો પડે છે.

તો તમારી પાસે ત્રણ ઓપશન છે.

તમે થિએટરની અંદર મોંઘા ભાવનો નાસ્તો કરો.

ત્રણથી સાડા ત્રણ કલાક ભૂખ્યા રહો.

તમે થિએટરની અંદર ફિલ્મ જોતા-જોતા ઘરના નાસ્તાનો આનંદ લો. જો કોઈ રોકે તો આ પોસ્ટ દેખાડી દો.

Image Source

આ પહેલા પણ સિનેમા ઘરોની મનમાની ઘણી વાર સામે આવી ચુકી છે. વિજય પાસેથી મલ્ટીપ્લેક્સ વાળા પાણીની બોટલના વધારે પૈસા ચાર્જ કરતા હતા ત્યારે તેને ગ્રાહક સુરક્ષામાં ફરિયાદ દાખલ કરી હતી. આઇનોક્સે વિજયને 6000 રૂપિયા આપવા પડ્યા હતા.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.