મનોરંજન

તારક મહેતાની જૂની સોનુએ કહ્યું: “લોકો મારી બિકિ વિશે વાત કરે છે, જ્યારે દેશમાં ખેડૂતોનો વિરોધ થઇ રહ્યો છે

જૂની સોનુ એટલે કે નિધિ ભાનુશાલીની બિકી 7 તસવીરો વાઈરલ, ફેન્સ ચકિત થઇ ગયા જોઈને

ટીવીના સૌથી પ્રખ્યાત ધારાવાહિક તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા જેટલો પ્રખ્યાત છે, તેટલા જ આ શોના પાત્રો પણ પ્રખ્યાત છે. ઘણા પાત્રો સમય સાથે આ શોની અંદર બદલાઈ ગયા છે. એવું જ એક પાત્ર હતું સોનુનું. જેને અભિનેત્રી નિધિ ભાનુશાલીએ નિભાવ્યું હતું. આ પાત્ર ભજવ્યા બાદ નિધિને ઘણી જ ઓળખ મળી, ભલે આજે આ શોની અંદર તે નથી છતાં પણ આજે તે ખુબ જ ચર્ચામાં રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Nidhi Bhanushali (@_ninosaur)

હાલમાં જ તે પોતાની એક તસ્વીરને લઈને ચર્ચામાં આવી છે.નિધિએ થોડા સમય પહેલા પોતાના ઇન્સ્ટાગ્રામ ઉપર પોતાની તસવીરો શેર કરી હતી, આ તસવીરો ઉપર ઘણા લોકોએ કોમેન્ટ કરી તો ઘણા લોકો તેને ટ્રોલ પણ કરવા લાગી ગયા હતા.

 

View this post on Instagram

 

A post shared by Nidhi Bhanushali (@_ninosaur)

નિધિ પોતાની ઘણી જ તસવીરો સોશિયલ મીડિયામાં શેર કરતી રહે છે. તેની તસવીરોને લોકો ખુબ જ લાઈક પણ કરતા હોય છે. તેમજ તેના ચાહકો તેના ઉપર પોતાના પ્રતિભાવ પણ આપે છે, પરંતુ આ વખતે નિધિની આ તસ્વીર ચર્ચાનો વિષય બની છે અને તેને આ તસવીરો ઉપર ટ્રોલર્સની કૉમેન્ટને લઈને પણ જવાબ આપવો પડ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Nidhi Bhanushali (@_ninosaur)

આ બાબતે નિધિએ અંગ્રેજી સમાચાર ટાઈમ ઓફ ઇન્ડિયામાં એક ઇન્ટરવ્યૂ દરમિયાન ઘણી વાતો જણાવી હતી. તેને પોતાના તારક મહેતાના કેરિયરને લઈને પણ કેટલીક વાતો કહી હતી.  નિધિએ જણાવ્યું હતું કે તેને તારક મહેતામાં સાડા છ વર્ષ સુધી કામ કર્યું.

 

View this post on Instagram

 

A post shared by Nidhi Bhanushali (@_ninosaur)

આ શોની અંદર પોતાના છેલ્લા દિવસને લઈને પણ નિધિએ કહ્યું હતું કે જે દિવસે શો છોડવાનો હતો તે દિવસે વાતાવરણ પણ ખુબ જ ભાવનાશીલ હતું. તેને જણાવ્યું હતું કે તેને જીવનમાં ક્યારેય નહોતું વિચાર્યું કે તે આટલા મોટા કાસ્ટ સાથે પણ કામ કરશે. શો છોડતી વખતે પણ તે ખુબ જ રડી હતી.

 

View this post on Instagram

 

A post shared by Nidhi Bhanushali (@_ninosaur)

તો નિધિએ પોસ્ટ કરેલી બોલ્ડ તસવીરો વિશે જયારે તેને પૂછવામાં આવ્યું કે શું તેના માટે તમને કોઈ પ્રેરિત કર્યા હતા, ત્યારે એ વાતનો જવાબ આપતી વખતે નિધિએ જણાવ્યું હતું કે “આ ફક્ત મારુ જીવન છે. હું એ વસ્તુઓની તસવીરો પોસ્ટ કરું છું જે હું કરું છું, જેમ દરેક વ્યક્તિ કરે છે. હેરાનીની વાત એ છે કે હું ટ્રેન્ડ કરવા લાગી.”

 

View this post on Instagram

 

A post shared by Nidhi Bhanushali (@_ninosaur)

તેને એમ પણ જણાવ્યું હતું કે “દેશની અંદર બીજી પણ ઘણી બાબતો છે  પરંતુ કેટલાકે લોકોને કોઈના કોઈ કારણના લીધે મારી તસવીરો વિશે વાત કરવા મળી જાય છે.  મેં મારા કેટલાક મિત્રો સાથે પણ આ બાબતે વાત કરી અને આ મને ખરેખર હાસ્યાસ્પદ લાગ્યું. તેનાથી મને થોડો ગુસ્સો પણ આવ્યો.”

 

View this post on Instagram

 

A post shared by Nidhi Bhanushali (@_ninosaur)

જયારે નિધિને પૂછવામાં આવ્યું કે બની શકે છે કે લોકોએ પ્રતિક્રિયા આપી કારણ કે તેમને આશ્ચર્યચકિત કરવામાં આવ્યા હોય. ત્યારે આ વાતનો જવાબ પણ નિધિએ આપતા જણાવ્યું હતું કે “મેં જાણી જોઈને તસવીરો પોસ્ટ નહોતી કરી, મારા ફોનની અંદર આવી ફીડ પણ નથી દેખાતી. કારણ કે હું સલેબ્રીટીનાં આવા સમાચારોને અનુસરતી પણ નથી. ”

તેને વધુમાં જણાવ્યું કે “આ વિશે મને કેટલાક સંબંધીઓ અને મિત્રોએ લિંક મોકલાવી હતી અને ત્યારે મેં  તેમને જણાવ્યું હતું કે દેશમાં જ્યારે કિસાન આંદોલન (ખેડુતોનો વિરોધ) થઈ રહ્યો છે ત્યારે લોકોને ખરેખર આ વિશે વાત કરવાનો સમય છે?”

 

View this post on Instagram

 

A post shared by Nidhi Bhanushali (@_ninosaur)

જયારે આ તસવીરો વાયરલ થવા ઉપર નિધિને પૂછવામાં આવ્યું કે તમારા માતા પિતાની શું પ્રતિક્રિયા હતી ત્યારે નિધિએ એમ પણ જણાવ્યું કે તેમને ફક્ત એટલું જ કહ્યું કે “લોકો હજુ તેને ભૂલ્યા નથી.” આ ઉપરાંત પણ નિધિએ તારક મહેતા શો, તેના પાત્રો અને પોતાના જીવન તેમજ કેરિયરને લઈને ઘણી બધી વાતો જણાવી હતી.