મનોરંજન

પ્રિયંકા પહેલા અધધધ છોકરીઓ સાથે લફરા કરી ચુક્યો છે નિક, આ છોકરીઓને કિસ કરતો જુઓ

બોલીવુડની દેશી ગર્લ પ્રિયંકા ચોપડાના પતિએ 16 સપ્ટેમ્બરના રોજ પોતાનો 28મોં જન્મ દિવસ ઉજવ્યો. નિક અને પ્રિયંકાનો રોમાન્સ જગ જાહેર છે, પરંતુ પ્રિયંકા પહેલા પણ નિકના બીજી ઘણી છોકરીઓ સાથે સંબંધો રહ્યા છે. તેની લવ લાઈફ પણ ખુબ જ ચર્ચામાં રહી છે. એવું પણ કહેવાય છે કે ચાર છોકરીઓના આવ્યા બાદ નિકના જીવનમાં પ્રયંકાનો પ્રવેશ થયો. અને તે તેની જીવન સાથી બની ગઈ. બનેંએ 2018માં ધૂમધામથી લગ્ન કર્યા. ચાલો જાણીએ આજે નિકના જીવન વિશેની કેટલીક ના જાણેલી વાતો.

Image Source

નીકને પહેલો પ્રેમ તેના સ્કૂલ સમયમાં થયો હતો. જયારે તેની ઉમર ફક્ત 14 વર્ષની જ હતી. જૂન 2006થી ડિસેમ્બર 2007 સુધી તે રિલેશનમાં રહ્યા હતા.

Image Source

નિક જોનાસનો પહેલો પ્રેમ માઇલી સાઈરસ હતી. જે એક ડિઝની સ્ટાર અને અમેરિકન સિંગર અભિનેત્રી હતી. નિકે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે માઇલી તે પહેલી છોકરી છે જેને તેને કિસ કરી હતી. નિકે એમ પણ જણાવ્યું હતું કે માઇલીને હોલીવુડમાં કેલિફોર્નિયા પિઝા કિચનની બહાર કિસ કરી હતી.

Image Source

ત્યારબાદ નિક જોનાસના જીવનમાં વર્ષ 2008માં એક નવી એન્ટ્રી થઇ. આ વખતે તેને સેલિના ગોમેજ સાથે પ્રેમ થયો. સેલિના નિકના મ્યુઝિક વિડીયો “Burnin’Up’ નો ભાગ હતી. પરંતુ તેની સાથે પણ નિકનો સંબંધ લાંબો ચાલ્યો નહિ.

Image Source

વર્ષ 2001ના મેં મહિનામાં નિક ઓસ્ટ્રેલિયન સિંગર ડેલ્ટા ગુડરેમને પ્રેમ કરવા લાગ્યો. પરંતુ તેમનો સંબંધ પણ 10 મહિના ભાગ્યે જ ચાલ્યો અને ફેબ્રુઆરી 2012માં પૂર્ણ થઇ ગયો. ડેલ્ટા પણ ઉંમરમાં નિકથી લગભગ 8 વર્ષ મોટી હતી.

Image Source

ત્યારબાદ જણાવવામાં આવી રહ્યું છે કે 2013માં નિકને ફેશન જગતની પ્રખ્યાત મોડેલ ઓલિવિયા કલ્પો સાથે પ્રેમ થયો. પરંતુ આ બંનેનો સંબંધ પણ એક વર્ષ સુધી ના ટકી શક્યો અને 2015માં બંને અલગ થઇ ગયા.

Image Source

ત્યારબાદ નિકના જીવનમાં પ્રવેશ થયો બોલીવુડની દેશી ગર્લ પ્રિયંકા ચોપડાનો. પ્રિયંકાને નિકે ગ્રીસમાં પ્રપોઝ કર્યું હતું. પ્રિયંકા અને નિકના લગ્ન વર્ષ 2018માં સૌથી ચર્ચિત મુદ્દો બની ગયા હતા.

Image Source

પ્રિયંકા અને નિકના સંબંધોમાં હોવાના ખબર સામે આવ્યાના થોડા સમય બાદ જ બનેંની સગાઈ કરવાની ખબર આવી અને થોડા જ મહિનામાં બંનેએ લગ્ન પણ કરી લીધા.

Image Source

પ્રિયંકા ચોપડા અને નિક જોનાસ આજે સુખી લગ્ન જીવન જીવી રહ્યા છે. બંને વચ્ચે ઉંમરના અંતરને લઈને ઘણી જ ચર્ચાઓ પણ થઇ રહી છે. પરંતુ તે તેમના બોન્ડીગ વચ્ચે ક્યારેય નથી જોવા મળ્યું.

Image Source

તમને  જણાવી દઈએ પ્રિયંકા અને નિક વચ્ચે ઉંમરનું 10. વર્ષનું અંતર છે. પરંતુ બંને ખુબ જ સુંદર રીતે પોતાનું લગ્ન જીવન માણી રહ્યા છે. ઘણા પ્રસંગો ઉપર બંનેનું સારું બોન્ડિંગ પણ જોવા મળી જાય છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.