ચીનના વુહાન શહેરમાંથી ફેલાયેલી આ બીમારીએ આજે દુનિયાભરમાં તબાહી મચાવી દીધી છે. આ વાયરસની ચપેટે અત્યાર સુધી 13 લાખ લોકો આવી ગયા છે. જયારે મોતનો આંકડો 76 હજાર સુધી પહોંચ્યો છે.

કોરોના વાયરસનો ભોગ સૌથી વધુ બાળકો અને વૃદ્ધો બને છે. બાળકો અને વૃદ્ધોની ઇમ્યુનીટી સિસ્ટમ ઘણી કમજોર હોય છે. આ કારણે આ લોકો કોરોનાનો સૌથી વધુ ભોગ બને છે. નવજાત બાળકોને કોરોનાથી બચાવવા માટે થાઈલેન્ડના ડોક્ટરે એક ખાસ માસ્ક બનાવ્યું છે.

આવો જાણીએ આ ખાસ માસ્ક વિષે.
થાઈલેન્ડમાં અત્યાર સુધીમાં 2200થી વધુ મામલા સામે આવ્યા છે. કોરોનને કારણે ત્યાર સુધીમાં 27 લોકોના મોત નિપજ્યા છે. ચાઇના પ્રેસના અહેવાલો અનુસાર થાઇલેન્ડની પાઓલો હોસ્પિટલે બાળકોને કોરોનાથી બચાવવા માટે વિશેષ માસ્ક બનાવ્યું છે. આ માસ્ક જે જન્મેલું બાળક છે તેને પહેરાવવામાં આવી રહ્યું છે જેથી તે કોરોનાની ચપેટમાં ના રહે.

હાલ સોશિયલ મીડિયામાં આ બાળકની તસ્વીર વાયરલ થઇ રહી છે. આ માસ્ક એટલું મોટું છે કે, બાળકનું અડધું બોડી કવર થઇ જાય છે.

આ માસ્ક ઘણું પ્રોટેક્ટિવ પણ છે. આ સાથે જ આરામદાયક પણ છે. જેનાથી બાળકને કોઈ પણ પ્રકારની તકલીફ નથી પડતી. આ બાળકની તસ્વીરને સોશિયલ મીડિયામાં શેર કરવામાં આવી રહી છે. આ તસ્વીરમાં બાળક ઘણું ક્યૂટ લાગી રહ્યું છે.

જણાવી દઈએ કે, આ માસ્કથી બાળકોને કોરોનાથી બચાવી શકાય છે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.