ખુશખબરી: ‘તારક મહેતા’ને મળી ગઇ નવી બાવરી, તો પણ આ કારણે ઉદાસ છે બાઘો, જાણો કોણ છે નવી બાવરી

કોણ છે “તારક મહેતા”માં બાઘાની બાવરીનો રોલ નિભાવનાર અભિનેત્રી ? જાણો બધું જ

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શોનો પહેલો એપિસોડ વર્ષ 2008માં પ્રસારિત થયો હતો. આ શો હવે તેના 15મા વર્ષમાં ચાલી રહ્યો છે અને અત્યાર સુધીમાં 36 હજારથી વધુ એપિસોડ પ્રસારિત થઈ ચૂક્યા છે. દેખીતી રીતે તે ભારતીય ટેલિવિઝનના ઇતિહાસમાં સૌથી સફળ શો છે.

આ શો ભારતીય દર્શકોના દિલમાં વસે છે, તેમ છતાં નવા અને જૂના કલાકારો તેને છોડી રહ્યા છે. શોમાં ઘણા પાત્રો એવા છે કે જે શોનો પહેલો એપિસોડ પ્રસારિત થયો ત્યારથી જોવા મળે છે. પણ કેટલાક એવા પાત્રો પણ છે જે કેટલાક વર્ષોથી આવ્યા છે. આ શોમાં છેલ્લા કેટલાક સમયમાં ઘણા બદલાવ જોવા મળ્યા છે.

આ શોના ઘણા એવા પાત્રો પણ હતા જે છેલ્લા કેટલાક વર્ષથી જોવા મળ્યા નહોતા. જેમાં દયાબેનનું પાત્ર મહત્વનું પણ છે. પણ શોમાં એક એવું પાત્ર પણ હતુ જે ઘણા વર્ષોથી ગાયબ હતુ અને તે તેની માસૂમિયત અને ભૂલવાની ટેવને કારણે દર્શકોને પેટ પકડી હસાવતુ હતુ. આ પાત્ર હતુ બાઘાની બાવરીનું. બાવરી છેલ્લા ઘણા સમયથી શોમાંથી ગાયબ હતી. પણ હવે મેકર્સે શોમાં બાવરીની એન્ટ્રી કરાવી દીધી છે. બાઘાને તેની બાવરી મળી ગઇ છે. નવીના વાડેકર મૂળ મહારાષ્ટ્રના થાનેની છે અને તેણે મુંબઈની કે.જે. સોમૈયા કોલેજમાંથી માસ મીડિયામાં બેચરલ કર્યું છે.

નવીના તે બાદ ટેલેન્ડ મેનેજમેન્ટ એજન્સી તથા પ્રોડક્શન હાઉસમાં કામ કરતી અને આ દરમિયાન તેણે ડાન્સિંગ તથા એક્ટિંગ વર્કશોપ પણ કર્યા. તેને બાલાજી ટેલિફિલ્મ્સમાં એપિસોડિક રોલ કરવાની તક મળી નવીનાએ ટીવી જાહેરાતો તથા કેટલીક સિરિયલમાં કામ કર્યું છે. હતી. શોમાં નવી એન્ટ્રી વિશે IANS સાથે વાત કરતા અસિત કુમાર મોદીએ કહ્યું, ‘અમે બાવરીના રોલ માટે માસૂમ અને તાજા ચહેરાની શોધમાં હતા અને સદભાગ્યે અમને તે ચહેરો મળી ગયો. તેણે સંપૂર્ણ પ્રતિબદ્ધતા સાથે આ શો કરવાનું વચન આપ્યું છે. મોનિકા ભદોરિયાએ શો છોડ્યાના ઘણા સમય બાદ નવીના વાડેકરને બાવરીના રોલમાં કાસ્ટ કરવામાં આવી છે. આસિત મોદી નવીનાને મોનિકા ભદોરિયાનું સારું રિપ્લેસમેન્ટ માને છે. અનેક રાઉન્ડના ઓડિશન બાદ નવીના વાડેકરની પસંદગી કરવામાં આવી છે.

અસિત મોદીએ પ્રેક્ષકોને નવી બાવરી પર પ્રેમ વરસાવવા વિનંતી પણ કરી છે. તે કહે છે, ‘લોકો અમારો શો ખૂબ પસંદ કરે છે અને અમારે તેમની અપેક્ષાઓ પર ખરા ઉતરવાનું છે. મને ખાતરી છે કે તેઓને નવી બાવરી ગમશે. નવીના વાડેકર ઉત્સાહી છે અને બ્રાન્ડને સમજે છે. અમે ઘણા પ્રતિભાશાળી લોકોનું ઓડિશન લીધું છે અને પછી તેમને પસંદ કર્યા છે.” શોમાં, બાવરી કાનપુરની એક સાદી છોકરી બતાવવામાં આવી છે જે બાઘા (તન્મય વેકરિયા) સાથે પ્રેમમાં છે. હાલમાં, ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ની કહાની બાઘા અને બાવરીના બ્રેકઅપની આસપાસ ફરે છે.

બાવરી તેના ઘરેથી પાછી આવી છે અને તેણે બાઘાને બગીચામાં મળવાનું વચન આપ્યું હતુ, પણ તેમ કરવાને બદલે બાવરી તેને બ્રેકઅપનો મેસેજ મોકલે છે. બાઘા અને બાવરી છૂટા પડ્યાના સમાચારથી ગોકુલધામમાં તણાવનું વાતાવરણ હતુ. જેઠાલાલ અને નટ્ટુ કાકા એ જાણવા આતુર છે કે બાવરીએ બાઘા સાથે કેમ સંબંધ તોડ્યો. નવી અભિનેત્રીની એન્ટ્રીથી દર્શકો અને પાત્રોને આગામી એપિસોડમાં જવાબ મળી જશે. ગોકુલધામમાં કોઇના પણ સ્વાગતની વાત આવે તો ચોક્કસથી બધાને દયાભાભીની યાદ આવી જાય.

કારણ કે તેમની જે સ્વાગતની રીત હતી તે ચાહકો છેલ્લા કેટલાક વર્ષથી મિસ કરી રહ્યા છે. ત્યારે જણાવી દઇએ કે, નવી બાવરીનું સ્વાગત દયાબેને પણ પોતાની રીતે કર્યું છે. દયાબેન ઉર્ફે દિશા વાકાણીએ બાવરીનો રોલ પ્લે કરનારી અભિનેત્રી નવીના વાડેકરની તસવીર ઈન્સ્ટાગ્રામ પર શેર કરી અને તેને શો માટે અભિનંદન પાઠવ્યા. ચાહકો તેની આ પોસ્ટને સારી નિશાની માની રહ્યા છે. દિશા વાકાણી શોમાં રસ દાખવી રહી હોવાથી ચાહકોને લાગે છે કે તે ગમે ત્યારે શોમાં જોડાવા માટેના સારા સમાચાર આપી શકે છે.

Previous Article

અજીબોગરીબ ડ્રેસ પહેરી પાર્ટીમાં પહોંચી એકતા કપૂર, ટ્રોલર્સ બોલ્યા- ઢંગના કપડા પણ...

Next Article

ક્રિકેટર ઋષભ પંતના ફેન્સ માટે આવ્યા ખરાબ સમાચાર, ફરી કરવું પડશે ઓપરેશન, આવતા વર્લ્ડ કપમાં...

Subscribe to our Newsletter

Subscribe to our email newsletter to get the latest posts delivered right to your email.
Pure inspiration, zero spam ✨
error: Unable To Copy Protected Content!