અજીબોગરીબ ડ્રેસ પહેરી પાર્ટીમાં પહોંચી એકતા કપૂર, ટ્રોલર્સ બોલ્યા- ઢંગના કપડા પણ…

ટીવી સીરિયલની ક્વીન નિર્માતા એકતા કપૂર હંમેશા તેના કામને લઇને ચર્ચામાં રહે છે. જો કે, તે કેટલીકવાર તેની પર્સનલ લાઇફને લઇને પણ ચર્ચામાં રહેતી હોય છે. તેને ઘણીવાર ટ્રોલિંગનો પણ સામનો કરવો પડતો હોય છે. ત્યારે હાલમાં આવું જ કંઇક થયુ. એકતા કપૂર હાલમાં એક્ટ્રેસ રિદ્ધિ ડોગરાના ઘરે પહોંચી હતી. તેણે નવા પ્રોજેક્ટ માટે રિદ્ધિને શુભકામના પઠાવી. આ દરમિયાન એકતા જે ડ્રેસ પહેરીને આવી હતી, તે લોકોને ખાસ પસંદ ન આવ્યો.

એકતા પોતે આ ડ્રેસમાં ઘણું અનકંફર્ટેબલ ફીલ કરી રહી હતી. યુઝર્સ તેના ડ્રેસને લઇને અભદ્ર કમેન્ટ કરી રહ્યા છે. એકતા કપૂરને પેપરાજી દ્વારા હાલમાં અભિનેત્રી રિદ્ધિ ડોગરાના ઘર બહાર સ્પોટ કરવામાં આવી હતી. આ દરમિયાન તેણે બ્લેક સાટન મેક્સી પહેરી હતી, જે લૂઝ હતી. આ ડ્રેસમાં તે ઘણુ અસહજ પણ ફીલ કરી હતી. એકતા કપૂરનો આ વીડિયો જોયા બાદ ઘણા લોકોએ તેને ટ્રોલ કરી.

એક યુઝરે લખ્યુ- આટલા પૈસાનો શું ફાયદો જ્યારે કપડા પહેરવાની તમીઝ ન હોય. એક બીજાએ લખ્યુ- આ WWFની નવી રેસલર છે. કેટલાક લોકોએ તેના વધેલા વજન પર પણ તંજ કસ્યો. એકે કમેન્ટ કરી આટલું કમાય છે તો પણ આ લોકો ઢંગના કપડા નથી ખરીદી શકતા, બહેન કમસે કમ સારા કપડા પહેર્યા કર. લોકો આટલે જ ના રોકાયા.

એકે તો એવું કહ્યુ કે, સુશાંતના નામ પર તેઓ એકતાને કપડા દાનમાં આપશે. એકતા કપૂર આ પહેલા પણ નિશાના પર હતી. તેના પર યંગ માઇન્ડને પોલ્યૂટ કરવાનો આરોપ લાગ્યો હતો. તેણે ગંદીબાત, XXX, રાગિની એમએમએસ 2 સહિત કેટલાક શો અને ફિલ્મો બનાવી છે, જેમાં આપત્તિજનક સીન્સની ભરમાર છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Shah Jina