કોકિલકંઠી કિંજલ દવેએ આવી રીતે કરી ઉત્તરાયણની ઉજવણી, મમ્મી-પપ્પા અને ભાઇ સાથે આપ્યા એવા એવા પોઝ કે..તસવીરો જોઇ તમે પણ ફેન બની જશો
ગુજરાતના ગાયકોનો સ્ટેજ પર દબદબો જોવા મળે છે, તેમના ઘણા કાર્યક્રમોમાં હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી પડતી હોય છે. આ ગાયકો તેમના સુરીલા અવાજના સથવારે તેમના ચાહકોને ઝુમાવે છે. ગુજરાતની ધરતીએ આપણને ઘણા બધા સિંગરો આપ્યા છે, જે પોતાની મહેનતથી આખા ગુજરાતમાં આગવું નામ બનાવી ચુક્યા છે. આવી જ એક લોકગાયિકા છે કિંજલ દવે.
જે આજે ગાયિકીની દુનિયાનું એક મોટું નામ બની ગઈ છે, ગુજરાતીઓના લગભગ દરેક ઘરમાં તેની આગવી ઓળખ છે. ચાર ચાર બંગળી વાળી ગીતથી લોકપ્રિય થયેલી કિંજલ દવે માત્ર ગુજરાતમાં જ નહિ પણ વિદેશમાં પણ કાર્યક્રમો કરી લોકોને પોતાના તાલે ઝૂમાવે છે. પોતાના સુમધુર અવાજથી લોકોને તરબોળ કરી દેનારી કિંજલ દવે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને તેનું ફેન ફોલોઇંગ પણ ઘણુ મોટું છે.
તેને ઇન્સ્ટાગ્રામ પર 2.7 મિલિયન લોકો ફોલો કરે છે. કિંજલ તેના ચાહકો સાથે ઇન્સ્ટાગ્રામ પર પોતાના અંગત જીવન અને પોતાના પ્રોફેશનલ જીવનની ઝલક શેર કરતી રહે છે. તે ગુજરાતમાં હોય કે ગુજરાતની બહાર તે પોતાની તસવીરો અને વીડિયોની ઝાંખી સોશિયલ મીડિયામાં શેર કરી ચાહકોને રૂબરૂ કરાવતી રહે છે. ત્યારે હાલમાં મકરસંક્રાંતિનો તહેવાર દેશભરમાં ઉજવાયો અને સામાન્ય લોકોની સાથે સાથે સેલેબ્સ પણ આ તહેવારની ઉજવણી કરતા જોવા મળ્યા.
કિંજલ દવેએ પણ ખાસ રીતે મકરસંક્રાતિની ઉજવણી કરી હતી. તેણે ઘણી તસવીરો તેની ઇન્સ્ટા એકાઉન્ટ પર શેર કરી છે, જેમાં તે તેના પરિવાર સાથે જોવા મળી રહી છે. કિંજલે અમદવાદમાં ઉત્તરાયણનો તહેવાર સેલિબ્રેટ કર્યો હતો. કિંજલ દવે ઉપરાંત તેના પિતા લલિત દવેએ પણ તેમના ઇન્સ્ટાગ્રામ પર ઘણી તસવીરો અને વીડિયો શેર કર્યા છે. કિંજલ દવેએ તસવીરો શેર કરી લખ્યુ-
અનદેખે ધાગો સે યૂં બાંધ ગયા કોઇ, વો સાથ ભી નહિ ઔર હમ આઝાદ ભી નહિ. આ ઉપરાંત લલિત દવેએ પણ તસવીરો સાથે એક ખૂબ જ સરસ મજાનું કેપ્શન લખ્યુ હતુ. તેમણે લખ્યુ- બહુ ઉપર ચગવામાં મજા નથી એ પતંગ શીખવાડે છે, પોતાની ગુંચમાં અટવાઈ જાશું એ દોરી શીખવાડે છે, જે હદથી વધારે ચગે એ અંતે હવામાં ખોવાઈ જાય છે, બીજાની કાપે તે પોતે પોતાની ગુંચમાં ગૂંચવાઈ જાય છે. લિમિટમાં રહેવું બાકી ઘણા ખોવાઈ ગયા, ઘણા લપેટાઈ ગયા.
ઉત્તરાયણની શુભકામનાઓ મિત્રો. કિંજલ દવેના અંગત જીવનની વાત કરીએ તો, બધા જ જાણે છે કે કિંજલ દવેની સગાઇ પવન જોશી સાથે થઇ છે. પવન જોશી અને કિંજલ દવે અવાર નવાર એકબીજા સાથેની તસવીરો શેર કરે છે. ઘણીવાર પવન જોશી કિંજલ દવે સાથે વિદેશમાં પણ કાર્યક્રમમાં જતો હોય છે. ત્યાથી પણ બંને ઘણી તસવીરો શેર કરે છે.
View this post on Instagram