પ્રોડ્યુસર સાથે લગ્નના 4 મહિના બાદ બોલી અભિનેત્રી મહાલક્ષ્મી, જ્યાં સુધી જીવિત છું ત્યાં સુધી….

જુવાન અભિનેત્રીએ પ્રોડ્યુસર પતિ પર ભરી ભરીને લૂંટાવ્યો પ્રેમ, ખુલાસો કરતા કહ્યું, જ્યાં સુધી જીવિત છું ત્યાં સુધી….

સાઉથની જાણિતી અભિનેત્રી મહાલક્ષ્મીએ ફિલ્મમેકર રવિન્દ્ર ચંદ્રશેખર સાથે લગ્ન કર્યા હતા. તેમના લગ્નને ચાર મહિના થઇ ગયા છે અને આ લવ બર્ડ અવાર નવાર એકબીજા પર પ્રેમ લૂંટાવતા રહે છે.રવિન્દ્ર ચંદ્રશેખરે હાલમાં જ મહાલક્ષ્મી સાથેની તસવીર શેર કરી લખ્યુ- મારી ખુશી એટલા માટે નથી કારણ કે હું તને પ્રેમ કરુ છુ. આ પૂરી રીતે એટલા માટે છે કે તુ મારા માટે જીવે છે. ભલે હું તેને વ્યક્ત ન કરુ.

અમ્મુ મેં આ 100 દિવસના પોસ્ટ માટે એક સારુ કેપ્શન લખવાની પૂરી કોશિશ કરી છે પણ હું ડ્રામેટિક નથી લખી શકતો. હું લખી રહ્યો છુ, જે મને લાગે છે અમ્મુ. 37 વર્ષ બાદ મેં 100 દિવસની બધી સેકન્ડ ખુશીથી જીવી અને વધારે પ્રેમ, કેર, મસ્તી, ઝઘડા સાથે મને આગળ વધારતી રહે. ત્યાં મહાલક્ષ્મીએ રવિન્દ્ર સાથે ફોટો શેર કરી લખ્યુ- જીવન સુંદર છે અને તમે પણ. એક બીજી પોસ્ટમાં રવિન્દ્રએ લખ્યુ- મારા જીવનની આઠમી અજાયબી મારી વાઇફ.

આ પોસ્ટ પર મહાલક્ષ્મીએ કમેન્ટ કરી લખ્યુ- લોકો કંઇ પણ કહે, હું તમને ત્યાં સુધી પ્રેમ કરતી રહીશ, જ્યાં સુધી મારુ દિલ ધડકવાનું બંધ ન કરી દે. તમારા વગર હું કંઇ જ નથી. તમે મારા બધુ જ છો. જણાવી દઇએ કે, મહાલક્ષ્મીએ ફિલ્મ નિર્માતા રવિન્દ્ર ચંદ્રશેખર સાથે પરિવારના સભ્યો અને નજીકના મિત્રોની હાજરીમાં ફેરા ફર્યા હતા. અભિનેત્રીના આ બીજા લગ્ન છે, પહેલા લગ્નથી તેનો એક દીકરો પણ છે.

અભિનેત્રી અને તેના પહેલા પતિ વચ્ચે મનમેળ ન આવતા બંને અલગ થઇ ગયા હતા અને અભિનેત્રીએ થોડા મહિના પહેલા જ બીજા લગ્ન કર્યા. મીડિયા રીપોર્ટ્સનું માનીએ તો, બંનેની મુલાકાત વિદિયુમ વરઇ કથિરુ દરમિયાન થઇ હતી. અહીંથી બંનેની નજીકતા વધી અને બંને પછી લગ્નના બંધનમાં બંધાઇ ગયા. લગ્નની તસવીરો શેર કરી અભિનેત્રીએ તેના પતિ પર ઘણો પ્રેમ વરસાવ્યો હતો અને લખ્યુ હતુ કે તમને જીવનમાં મેળવી હું પોતાન ભાગ્યશાળી માનુ છુ.

Shah Jina