ખબર

ભારતમાં મળ્યો કોરોનાનો નવો AP સ્ટ્રેન, જાણો કેટલો ખતરનાક

ભારતમાં ઘાતક કોરોના વાયરસનો એક નવો વેરિએન્ટ સામે આવ્યું છે. જેનું નામ એપી સ્ટ્રેન છે. એટલે કે આ વેરિએન્ટ આંધ્રપ્રદેશમાં જોવા મળ્યો છે. વૈજ્ઞાનિક ભાષામાં તેને N440K વેરિએન્ટ તરીકે ઓળખવામાં આવે છે. આ વાયરસની શોધ કરી છે સેન્ટર ફોર સેલ્યુલર એન્ડ મોવિક્યુલરના વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે આ વેરિએન્ટ 15 ઘણો સંક્રામક છે. તેના કારણે માત્ર ત્રણ ચાર દિવસમાં લોકો બિમાર પડી જાય છે. (તમામ તસવીરો પ્રતિકાત્મક છે)

આ વખતે આ નવો વેરિએન્ટ સતત લોકોને ઝડપથી બિમાર કરી રહ્યો છે. આ નવા સ્ટ્રેન મામલે કંઈપણ કહેવું મુશ્કેલ થઈ રહ્યું છે. આ વાયરસથી ઝડપથી યુવા લોકોને ટારગેટ કરી રહ્યો છે. તેને પણ નથી છોડતો કે જે ફિટનેસ પર ધ્યાન આપી રહ્યા છે. અથવા તો જેમની ઈમ્યુનિટી અત્યંત મજબૂત છે. લોકોના શરીરમાં સાઈટોકાઈન સ્ટ્રોમ આવી રહ્યા છે.

એપી સ્ટ્રેન એટલે કે N440K વેરિએન્ટને સૌથી પહેલા આંધ્રપ્રદેશના કુરનૂમાં શોધવામાં આવ્યો અને આ વેરિએન્ટ B.617 અને B1.618 વેરિએન્ટથી વધુ તાકાતવર છે. વિશાખાપટ્ટનમના ડિસ્ટ્રિક્ટ કલેેક્ટર વી. વિનય ચંદે જણાવ્યુ કે, CCCMBમાં આ સમયે કેટલાક વેરિએન્ટની તપાસ કરવામાં આવી રહી છે. કયો વેરિએન્ટ કેટલો ખતરનાક છે.

કોરોના વારસના આ નવો સ્ટ્રેઈન જલ્દી વિકસીત થઈ રહ્યો છે, અને ઝડપથી લોકોમાં ફેલાઈ રહ્યો છે. સાથે સાથે લોકોને વધુ સંક્રમિત થઈ રહ્યો છે. આ સ્ટ્રેઈનથી સંક્રમિત લોકો 3થી4 દિવસમાં ગંભીર પરિસ્થિતિમાં પહોંચે છે. કહેવાય છે કે કોવિડનો આ નવો એપી સ્ટ્રેન (AP Strain) એટલે કે N440K સ્ટ્રેન સ્પીડમાં વિકસી રહ્યો છે. તેનો ઇનક્યૂબેશન સમયગાળો અને બીમારી ફેલાવવાનો સમયગાળો ટૂંકોછે. તે ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે તેમજ વધુ લોકોને સંક્રમણ લગાવી રહ્યો છે. આ નવા સ્ટ્રેનથી સંક્રમિત લોકો 3 થી 4 દિવસની અંદર જ ગંભીર સ્થિતિમાં પહોંચી જાય છે.