હનુમાનજીની પૂજામાં આ ભૂલ કરી તો પડશે ભારે, આખા ઘરે ભોગવવું પડશે પરિણામ

સમગ્ર દેવી દેવતાઓમાં હનુમાનજીનું અનોખુ મહત્વ છે. તેમને સંકટ મોચન પણ કહેવામાં આવે છે. જ્યારે પણ કોઈ વ્યક્તિ કોઈ મુસીબતમાં ફસાય છે ત્યારે સૌ પ્રથમ હનુમાનજીને જ યાદ કરે છે. ભાગ્યે જ કોઈ એવુ ગામ હશે જ્યાં હનુમાનજીનું મંદિર ન હોય. શનિવાર અને મંગળવારે હનુમાનજીના મંદિરે ભક્તોની ભારે ભીડ રહે છે. જેમ હમુમાનજી ભક્તોનું સંકટ દૂર કરે છે તેમ જો તેમની પૂજા વિધિમાં કોઈ ભૂલ થાય તો ભક્તે માઠા પરિણામ પણ ભોગવવા પડે છે.

બજરંગ બલીની પૂજા કરવાથી તમામ મુશ્કેલીઓ દૂર થાય છે, સામાન્ય રીતે કષ્ટભંજન દેવની પૂજા કરવા માટે ભક્તો પોતાના ઘરમાં તેમની તસવીર લગાવે છે. કહેવામાં આવે છે તે ઘરમાં હનુમાનજીની તસવીરથી તેમના આશિર્વાદ સમગ્ર ઘરના સભ્યોને મળે છે. પરંતુ શાસ્ત્રો પ્રમાણે જો તેમની તસવીર ખોટી જગ્યાએ લગાવવામાં આવે તો નુકસાન પણ થાય છે. જેના કારણે આર્થિક નુકસાન પણ થાય છે.

જાણો તસવીર લગાવતા સમયે કઈ બાબતોનું ધ્યાન રાખવું

  • સૌ પ્રથમ વાત કરીએ તો જે તસવીરમાં લંકા દહનનું દ્રશ્ય હોય તે ક્યારેય ન રાખવી. તેનાથી ઘરમાંથી પોઝિટિવિટી જતી રહે છે.
  • તમને જણાવી દઈએ કે જે તસવીરમાં હનુમાનજીએ છાતી ચીરેલી હોય તે તસવીર ન લગાવો. આવી તસવીરને શુભ માનવામાં નથી આવતી.

  • જે તસવીરમાં બજરંગ બલી હવામાં ઉડી રહ્યા હોય તે તસવીર પણ ઘરમાં સ્થાપિત ન કરો. આ તસવીર લગાવવાથી ઘરમાં બિમારી આવે છે.
  • આ ઉપરાંત જે તસવીરમાં હનુમાનજીએ ભગવાન રામ અને લક્ષ્મણને પોતાના ખભા પર ઉચક્યા હોય તે તસવીર પણ શુભ નથી માનવામાં આવતી.

જ્યારે પણ ઘરમાં હનુમાનજી તસવીર લગાવો ત્યારે એક વાતનું ધ્યાન રાખો કે તસવીરમાં બજરંગ બલી શાંત સ્વભાવે બેઠા હોય અને તેમના ચહેરા પર સ્મિત હોય. આ ઉપરાંત ખાસ વાતનું ધ્યાન રાખો કે કોઈ પણ રૌદ્ર સ્વરૂપમાં હોય તે દેવી દેવતાની તસવીર ન લગાવો.

મંગળવારને હનુમાનજીનો વાર માનવામાં આવે છે. એવી માન્યતા છે કે તે દિવસે બજરંગ બલીનો જન્મ થયો હતો. આ ઉપરાંત હનુમાનજીને મંગળગ્રહના કારક પણ માનવામાં આવે છે. મંગળવારના દિવસે પવનપુત્રની પુજા કરવાથી મંગળ ગ્રહના દોષ સમાપ્ત થાય છે. આ વારે ભગવાનની પૂજા કરવાથી જીવનની તમામ સમસ્યાઓ દૂર થાય છે. તેથી જ હનુમાનજીને સંકટમોચક કહેવામાં આવે છે.

YC