મનોરંજન

પોતાના ચાહકોના દિલ તોડી હવે નેહા કક્ક્ડ કરવા જઈ રહી છે લગ્ન, જાણો કોની સાથે અને ક્યારે થઇ શકે લગ્ન, વાંચો સમગ્ર મામલો

બોલીવુડની એક સૂરીલી ગાયક જેના અવાજના આજે કરોડો ચાહકો માત્ર દેશમાં જ નહિ વિદેશમાં પણ વસી ગયા છે એવી ગાયિકા નેહા કક્કડના લગ્નની તારીખ જાહેરાત થઇ ગઈ છે, થોડા જ દિવસોમાં નેહા લગ્નના ફેરા ફરવા માટે જઈ રહી છે ત્યારે જોઈએ કે નેહાના લગ્ન કોની સાથે ક્યારે થવાના છે.

 

View this post on Instagram

 

A post shared by Neha Kakkar (@nehakakkar) on

નેહા કક્કડને આજકાલ આપણે ઇન્ડિયન આઇડલ સીઝન-11માં જજ તરીકે આપણે જોઈએ છીએ, એક સમયે આજ નેહા આ શોમાં એક સ્પર્ધક તરીકે ભાગ લીધો હતો, ત્યારે તે એ શોને જીતી તો ના શકી પરંતુ કરોડો ચાહકોનું દિલ જીતવામાં તે સફળ રહી હતી અને તેના કારણે જ તેના કરોડો ચાહકો થઈ ગયા હતા,પોતાના આલ્બમ દ્વારા લોકોનું દિલ જીતનારી નેહાના જીવનમાં પણ પ્રેમની બાબતમાં ઘણા ઉત્તર ચઢાવ આવ્યા, બે વાર બ્રેકઅપ થવાથી નેહા એકદમ તૂટી ગઈ હતી, સોશિયલ મીડિયામાં પણ તેની ચર્ચાઓ ચાલવા  તેને જીવનમાં એક નવો હમસફર મળ્યો અને હવે તેની સાથે જ તે લગ્નના ફેરા ફરવા જઈ રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Neha Kakkar (@nehakakkar) on

નેહા ખુબ જ ઈમોશનલ છે, તે સ્ટેજ ઉપર પણ ઘણીવાર ભાવુક થતી જોવા મળે છે. ઇન્ડિયન આઇડલના સ્ટેજ ઉપર બેસીને પણ તેને ઘણીવાર આપણે ભાવુક થતી જોઈ જ હશે. ત્યારે આજ સીઝનમાં શોને હોસ્ટ કરતા આદિત્ય નારાયણ સાથે તેની રોમેન્ટિક મસ્તી પણ આપણને જોવા મળી છે. આદિત્યએ તો ઘણીવાર સ્ટેજ ઉપર જ પોતાના પ્રેમને નેહા સામે અભિવ્યક્ત કર્યો છે, પરંતુ નેહા તરફથી હજુ સુધી હા આવી નહોતી, જો કે નેહા દ્વારા ના પણ કહેવામાં આવ્યું નહોતું જેથી આ સંબંધ એક નવી દિશા તરફ જતો હોય તેમ દર્શકોને લાગતું હતું. નેહા અને આદિત્ય વચ્ચે છાનાખૂણે ખીચડી રંધાઈ રહી હોય એવું દર્શકોએ અનુમાન પણ કર્યું હતું.

દર્શકો દ્વારા કરવામાં આવેલું આ અનુમાન અંતે સાચું જ પડ્યું જ્યારે આદિત્યના પિતા પ્રખ્યાત ગાયક ઉદિત નારાયણ ઇન્ડિયન આઈડલના શોમાં મહેમાન બનીને આવ્યા. ઉદિત નારાયણે નેહાને પોતાના ઘરની વહુ બનાવવા માટેનું એલાન સ્ટેજ ઉપર જ કરી દીધુ હતું. ઉદિત નારાયણ સાથે મહેમાન તરીકે અલ્કા યાજ્ઞિક પણ જોડાયા હતા
તેમને પણ “મહેંદી  લગા કે રખના” ગીતની બે લાઈન ગાઈને ઉદિતની વાતમાં સૂર પૂર્યો હતો. ત્યારબાદ શોની અંદર ઉદિતના પત્ની દીપા નારાયણ પણ આવી પહોંચી હતી અને તેમને પણ નેહાને પોતાની વહુ તરીકે સંબોધતા નેહાની નજર શરમથી ઝૂકી પણ ગઈ હતી.

 

View this post on Instagram

 

A post shared by Aditya Narayan (@adityanarayanofficial) on

ચાલુ શો દરમિયાન જ નેહાના માતા-પિતા પણ શોમાં આવ્યા હતા જેના કારણે શોનું વાતાવરણ વધુ રોમાંચક બન્યું હતું અને નેહાની માતાએ પણ આદિત્ય અને નેહાના સંબંધથી કોઈ આપત્તિ નથી જણાવતા ચાહકોને આદિત્ય અને નેહા વચ્ચે ખીચડી પકાઈ ગઈ હોવાનું સામે આવ્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by Sony Entertainment Television (@sonytvofficial) on

આદિત્ય નારાયણે જ પછી લગ્ન માટેની જાહેરાત કરતા લગ્ન 14 ફેબ્રુઆરી વેલેન્ટાઈન ડેના દિવસે જ કરવામાં આવશે એવી ખરાઈ પણ કરી હતી. ઢબે ચાલતા આ રિયાલિટી શોમાં ચાહકો અને દર્શકોને ખુબ જ મઝા આવી હતી. રિયાલિટી શોમાં એકબીજાને પ્રપોઝ કરવાનું તો ઘણા  સમયથી ચાલતું આવ્યું છે ત્યારે ઇન્ડિયન આઈડલના મંચ ઉપર મળેલો નેહાને આ લગ્નનો પ્રસ્તાવ ઘણો જ ચર્ચામાં રહ્યો છે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.