મનોરંજન

આ હિરોઈને સાઉથ ફિલ્મોની અભદ્ર ગંદા સિક્રેટ પોલ ખોલી નાખી, જાણો વિગત શરમથી ડૂબી જશો

સાઉથ ફિલ્મોનો ભાંડો ફૂટ્યો, અંદર કેવું કેવું થાય છે એ જોઈને હચમચી ઉઠશો

બોલિવૂડ અભિનેત્રી નેહા ધૂપિયાએ હિન્દી સિવાય તમિલ અને તેલુગુ ભાષાની ફિલ્મોમાં પણ કામ કર્યું છે. ભલે તે હાલ ફિલ્મોમાં જોવા નથી મળતી પણ અવારનવાર કોઈને કોઈ કારણોસર તે ચર્ચામાં રહેતી જ હોય છે. અત્યારે ફરી એકવાર નેહા ધૂપિયાએ એક ઇન્ટરવ્યૂમાં કરેલા કેટલાક ખુલાસાઓને કારણે ચર્ચામાં છે.

દક્ષિણ ભારતીય ફિલ્મોને નેહા ધૂપિયાએ ખુલાસો કર્યો છે કે સાઉથની ઇન્ડસ્ટ્રીમાં અભિનેત્રી સાથે ભેદભાવ થાય છે. એક ફિલ્મના શૂટિંગ દરમ્યાન તેને પણ ઘણીવાર મતભેદનો સામનો કર્યો હતો.

નેહા ધૂપિયાએ ખુલાસો કર્યો છે કે એક ફિલ્મના શૂટિંગ દરમ્યાન તેને રાહ જોવા માટે કહેવામાં આવ્યું જેથી અભિનેતા પહેલા ખાવાનું ખાઈ લે. એ સમયે તેની હાલત ભૂખથી મરવા જેવી હોતી હતી, પરંતુ એ લોકો તેને પહેલા ખાવા દેતા ન હતા. અને કહેતા કે પહેલા હીરો ખાશે. જો કે આ વાત ઘણા વર્ષો પહેલાની છે.

અભિનેત્રી નેહા ધૂપિયાએ દક્ષિણ ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં જે exવાદનો સામનો કર્યો એ વિશે ખુલીને વાત કરી છે. તેને કહ્યું કે ફિલ્મના સેટ પર નિર્માતા ફિલ્મના હીરોને વધુ ભાવ આપતા હતા અને અમને રાહ જોવડાવતા હતા.

સૌથી પહેલા હીરોને ખાવાનું આપવામાં આવતું હતું. આ ઘણા વર્ષો પહેલા હતું અને હવે કદાચ આ પ્રકારની વસ્તુઓ નહિ થતી હોય. આ મારી સાથે એકવાર સેટ પર થયું હતું ને મેં આને હસીને ઉડાવી દીધું હતું.

છેલ્લે નેહાએ હેલીકૉપટર ઈલા ફિલ્મમાં કામ કર્યું હતું અને એ પહેલા તુમ્હારી સુલુમાં જોવા મળી હતી. તેમને તાજેતરમાં જ પોતાની દીકરી મેહરનો પહેલો જન્મદિવસ મનાવ્યો. નેહા અને અંગદે ગયા વર્ષે મેમાં લગ્ન કર્યા હતા અને નવેમ્બરમાં નેહાએ દીકરીને જન્મ આપ્યો હતો. નેહા ધૂપિયા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને પોતાની તસ્વીરો પોતાના ચાહકો સાથે શેર કરતી રહે છે.

નેહા ધૂપિયા પહેલા પણ ઘણી અભિનેત્રીઓએ સાઉથ ઇન્ડસ્ટ્રીમાં થતા ઉત્પીડન પર વાત કરી છે. અભિનેત્રી શ્રુતિ હરિહરને 2018માં થયેલા ઇન્ડિયા ટુડે કોનક્લેવમાં કાસ્ટિંગ કાઉચથી સંબંધિત એક અનુભવ શેર કર્યો હતો. ત્યારે તે માત્ર 18 વર્ષની જ હતી –

શ્રુતિના જણાવ્યા અનુસાર – ‘હું ડાન્સર હતી. એક દિવસ હું રડતા રડતા મારા કોરિયોગ્રાફર પાસે પહોંચી અને તેને એક નિર્માતાની હરકત વિશે જણાવ્યું તો તેમને કહ્યું – જો તું આ સંભાળી નથી શકતી, તો ઇન્ડસ્ટ્રી છોડીને ચાલી જા. મારી સાથે ફરીથી આવું જ કંઈક થયું.

મેં કન્નડ ભાષામાં એક ફિલ્મ કરી હતી. એક નિર્માતાએ મને તેની તમિલ રિમેક માટે કોલ કર્યો. તેણે મને ફોન પર કહ્યું કે અમે પાંચ નિર્માતા છીએ. અમારા પાંચ લોકોની વચ્ચે તને એક્સચેન્જ કરવામાં આવશે. જયારે અમે ઇચ્છીશું ત્યારે તમને બોલાવ્યા કરીશું,

પણ એક-એક કરીને. ત્યાં સુધીમાં હું જવાબ આપવાનું શીખી ગઈ હતી. મેં જવાબમાં કહ્યું – હું ચપ્પલ સાથે લઈને આવીશ, જેને વાપરવામાં મને કોઈ ખચકાટ નહિ થાય. તે દિવસથી મને તમિલ ફિલ્મોમાં સારા રોલ ઓફર નથી થયા. પરંતુ તે દિવસ પછીથી, મારે આવી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો નહીં.’