સાસુની ઇચ્છા : નીતૂ કપૂરે કરી વહુ આલિયા ભટ્ટની પ્રશંસા અને જણાવ્યુ ઘરમાં કોનો ચાલશે હુકમ
બોલિવુડના મોસ્ટ પોપ્યુલર અને ક્યુટ કપલ આલિયા ભટ્ટ અને રણબીર કપૂર હવે કાયમ માટે એક થઇ ચૂક્યા છે. આલિયા અને રણબીરના લગ્ન પછી નીતુ કપૂર ખૂબ જ ખુશ છે. લગ્નની વિધિઓ પછી જ્યારે પણ તે પેપરાજીની સામે આવી ત્યારે તેણે પોતાની પુત્રવધૂના જોરદાર વખાણ કર્યા. નીતુ કપૂરે સોશિયલ મીડિયા પર લગ્નની ઘણી તસવીરો શેર કરી છે અને પુત્રવધૂ પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કર્યો છે. પણ વહુના ઘર પછી હવે ઘરમાં કોણ રાજ કરશે ? આલિયા ભટ્ટ અને રણબીર કપૂર 14 એપ્રિલે પરિવારના સભ્યો અને નજીકના મિત્રોની હાજરીમાં લગ્નના બંધનમાં બંધાયા હતા.
લગ્ન પહેલા જ આલિયા ભટ્ટ તેની સાસુ નીતુ કપૂર સાથે ખૂબ જ સારી બોન્ડિંગ શેર કરે છે. નીતુ કપૂરે ટીવી શો ડાન્સ દીવાને જુનિયરમાં કહ્યું હતું કે માત્ર પુત્રવધૂ આલિયા ભટ્ટ તેના ઘર પર રાજ કરશે. લગ્ન પછી તરત જ, નીતુ તેના કામ પર પાછી આવી, જ્યાં તેણે ખુલાસો કર્યો કે ઘરમાં કોનું રાજ ચાલી રહ્યું છે. આલિયાની સાસુ એટલે કે નીતુ કપૂર આ દિવસોમાં રિયાલિટી ટીવી શો ‘ડાન્સ દીવાને જુનિયર’ને જજ કરી રહી છે.
ચેનલે તાજેતરમાં આલિયા-રણબીરના લગ્ન પછી એક પ્રોમો શેર કર્યો હતો, જેમાં શોના હોસ્ટ કરણ કુન્દ્રાએ મજાકમાં પૂછ્યું હતું કે હવે ઘરમાં કોનું ચાલશે, કારણ કે પુત્રવધૂ આવી ગઈ છે. શોના હોસ્ટ કરણ કુન્દ્રાએ રણબીર-આલિયાના લગ્નના સમાચાર વિશે વાત કરતાં કહ્યું, ‘સાસ તો આ રહી હૈ, બહુ ભી આ રહી હૈ. આ પછી, તે નીતુ કપૂરને પૂછે છે, ‘ઘરે કોનું રાજ ચાલે છે? સાસુ કે વહુ ?
નીતુ કપૂર તરત જ જવાબ આપે છે, વહુનું. હું માત્ર વહુનું જ રાજ ચલાવવા ઈચ્છું છું. ડાન્સ દીવાને જુનિયરનું ભવ્ય પ્રીમિયર 11 એપ્રિલે શૂટ કરવામાં આવ્યું હતું. તે દરમિયાન નીતુ કપૂર રણબીર અને આલિયાના લગ્નના સમાચારોને નકારી રહી હતી. તમને જણાવી દઈએ કે આલિયા અને રણબીરના લગ્નનો કાર્યક્રમ 13 અને 14 એપ્રિલ બે દિવસ ચાલ્યો હતો.
View this post on Instagram
બંનેના લગ્નને લઈને જોરદાર ચકચાર મચી ગઈ હતી. 13મીએ લગ્નની તારીખને લઈને સસ્પેન્સ હતું. આ લગ્નમાં કપૂર અને ભટ્ટ પરિવારના લોકો સાથે ગણતરીના મહેમાનોએ જ હાજરી આપી હતી.