શું તમે પણ વાળ ખરવાની સમસ્યાથી થઇ રહ્યા છો પરેશાન ? તો અપનાવો આ આપનો દેશી ઉપાય અને પછી જુઓ કેવો આવે છે ફરક

ખરતા વાળ માટે જડીબુટ્ટી સમાન છે આ ઘરની બહાર ઉભેલા વૃક્ષના પાન, આ રીતે કરો ઉપાય અને પછી જુઓ કમાલ

આજની આધુનિક લાઇફસ્ટાઇલમાં વાળ ખરવાની સમસ્યા લગભગ દરેકને અસર કરે છે. આ વાળના મૂળમાં રહેલા ફાઇબરના એક પ્રકારને કારણે છે, જે નવા વાળના વિકાસને અટકાવે છે, જેનાથી વૃદ્ધિની પ્રક્રિયાને અસર થાય છે. તેનાથી વાળ ખરે વધારે છે. જ્યારે વાળનું માળખું બગડે ત્યારે વાળ ખરવાનું જોખમ વધી જાય છે. તદુપરાંત, આ સમસ્યા અન્ય કારણોમાં પણ થઇ શકે છે. જેમ કે તણાવ, અસ્વસ્થ આહાર, માંદગી, એલર્જી અને વાળ સંબંધિત અન્ય સામાન્ય સમસ્યાઓ…લીમડો તમને આ સમસ્યાને દૂર કરવામાં મદદ કરી શકે છે.

લીમડાનું તેલ
વાળમાં લીમડાના તેલની માલિશ કરવાથી માથાની ચામડીને ભેજ મળે છે અને વાળનો વિકાસ વધે છે.

લીમડાની પેસ્ટ
લીમડાની પેસ્ટમાં એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે, જે વાળની ​​ચામડીના ચેપને દૂર કરવામાં મદદ કરે છે.

લીમડાનું શેમ્પૂ
લીમડામાંથી બનાવેલ શેમ્પૂ માથાની ચામડીને સ્વસ્થ રાખે છે અને વાળની ​​મજબૂતાઈ વધારે છે.

લીમડાના પાનનું પાણી
લીમડાના પાનને ઉકાળીને તૈયાર કરેલું પાણી વાળમાં લગાવવાથી સ્કેલ્પ ઈન્ફેક્શનથી છુટકારો મળે છે.

લીમડાની છાલનો પાવડર
લીમડાની છાલનો પાઉડર વાળ ખરતા અટકાવે છે અને માથાની ચામડીને મજબૂત બનાવે છે.

Shah Jina