ખબર દિલધડક સ્ટોરી પ્રેરણાત્મક

નેવીના એક ઓફિસર બન્યા સુપરહીરો, પોતાનો જીવ જોખમમાં મૂકીને બચાવ્યો એક ડૂબતા વ્યક્તિનો જીવ

જયારે આખું વિશ્વ સુપરહીરોઝની ફિલ્મની રાહ જોઈ રહ્યું છે ત્યારે એવું લાગી રહ્યું છે કે દેશને તેનો સુપર હીરો મળી ગયો છે. ભારતીય નેવીના એક ઓફિસરે ગયા અઠવાડિયે જ પોતાનો જીવ જોખમમાં મૂકીને એક ડૂબતા વ્યક્તિનો જીવ બચાવ્યો હતો. લોકો કહે છે કે એક જવાન ક્યારેય ફરજમુક્ત નથી હોતો અને ભારતીય સેનાના જવાનો તો સતત લોકોની મદદ માટે તત્પર જ રહે છે. ત્યારે હાલમાં જ નેવીના એક ઓફિસરે સમુદ્રમાં ડૂબી રહેલા વ્યક્તિનો જીવ બચાવ્યો હતો.

લેફટનન્ટ રાહુલ દલાલ શનિવારની સાંજે સમય વિતાવવા માટે પોતાની પત્ની સાથે વ્યપિન બીચ ગયા હતા. જ્યા તેમને અચાનક જોયું કે એક વ્યક્તિ પાણીમાં ડૂબી રહ્યો છે અને બહાર આવવાની કોશિશ કરે છે. આ વ્યક્તિ તરી શકતો ન હતો અને મદદ માટે બૂમો પાડી રહ્યો હતો. ત્યારે પોતાના જીવની ચિંતા કર્યા વિના જ ભારતીય સેના ઓફિસર લેફટનન્ટ રાહુલ દલાલ એ વ્યક્તિને બચાવવા માટે દરિયામાં કૂદી પડયા.

ત્યાં લોકોનું ટોળું ભેગું થઇ ગયું હતું અને બધા જ એ વ્યક્તિને ડૂબતો જોઈ રહયા હતા પરંતુ કોઈ તેને બચાવવા ન ગયું અને એ જ સમયે લેફટનન્ટ રાહુલ દલાલ દરિયામાં એ વ્યક્તિને બચાવવા માટે પડયા. લેફટનન્ટ રાહુલ દલાલને ડૂબતા વ્યક્તિને બચાવીને બહાર લાવતા અડધો કલાક જેટલો સમય લાગ્યો હતો. બંનેના જીવને જોખમ હતો કારણે કે પાણીનો કરંટ વધારે હતો અને પેલો ડૂબતો વ્યક્તિ પોતાની જાતને બચાવવા માટે લેફટનન્ટ રાહુલને પણ પાણીમાં નીચે ખેંચી રહ્યો હતો. લેફટનન્ટ રાહુલ દલાલએ હિમ્મત હાર્યા વિના આ વ્યક્તિની મદદ કરી અને ઘણી કોશિશો બાદ આ વ્યક્તિને પાણીની બહાર લાવી શકાયો.

Image Source

જયારે આ ડૂબતા વ્યક્તિને બચાવીને કિનારે લાવ્યા ત્યારે લેફટેનન્ટને ખબર પડી કે આ વ્યક્તિ બેહોશ હતો અને તેના શ્વાસ ચાલતા ન હતા. ત્યારે લેફટનન્ટએ આ વ્યક્તિનું મોઠું ખોલીને તરત જ સીપીઆર આપ્યું અને તેને મોઢામાં કેટલાક પ્લાન્સ અટવાયેલા હતા એ પણ દૂર કર્યા. એ પછી આ વ્યક્તિને સરકારી હોસ્પિટલ લઇ જવામાં આવ્યો, જ્યાંથી તેને સારવાર બાદ જલ્દી જ છુટ્ટી આપી દેવામાં આવી.

આ ડૂબતા વ્યક્તિની ઓળખ દિલીપ કુમાર તરીકે થઇ છે, જે ઔરંગાબાદનો છે, અને લેફટનન્ટ રાહુલ દલાલ આઈએનએસ સતલજના નેવિગેટિંગ ઓફિસર છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks