નવરાત્રી તહેવાર તો ગુજરાતીઓનો મનપસંદ તહેવાર હોય છે. આવી ગઈ છે રૂડી નોરતાની રાત. એ નવલી નવરાત કે જેની તો આખું વર્ષ દરમિયાન ગુજરાતીઓ ખુબ જ આતુરતાથી રાહ જોતા હોય છે.આ તહેવાર એટલે શક્તિની ભક્તિનો અવસર. નવરાત્રી એટલે તો જગદંબાની ઉપાસનાનો અવસર. નવરાત્રી એટલે તો જગતજનનીના ગુણલાં ગાવાનો અવસર અને ગરબે ઘુમવાનો અવસર.
આપણે આદ્યશક્તિના અલગ અલગ 9 સ્વરૂપોનું નવરાત્રીમાં આવાહન કરતા હોઈએ છીએ. દેવીને રોજ ખાસ નૈવેદ્ય અર્પણ કરવામાં આવે છે તેમને ગમતા પુષ્પ અર્પણ કરવામાં આવે છે. નવરાત્રીમાં આધ્યાત્મિક શક્તિઓને પ્રાપ્ત કરવા માટે પૂજા-પાઠ કરવામાં આવે છે. જીવનમાં સુખ-સમૃદ્ધિ પ્રાપ્ત કેવા માટે લોકોમાં ચમત્કારી ઉપાય કરવાની પણ માન્યતાઓ છે.
એવું માનવામાં આવે છે કે નવરાત્રીમાં કરવામાં આવેલા સાત્વિક ઉપાયો જલ્દી જ ફળ આપે છે. નવરાત્રી દરમ્યાન કેટલાક ઉપાયો અચૂક કરવાથી ભક્તોની બધી જ મનોકામના પુરી થાય છે. ત્યારે આજે જાણીશું કે એવા જ અસરકારક ઉપાયો વિશે કે જેને સંપૂર્ણ શ્રદ્ધા સાથે કરવાથી જીવનમાં સુખ રહેશે અને પૈસા સાથે સંબંધિત સમસ્યાઓ હંમેશા માટે દૂર થઇ જશે.
ફટકડીનો ઉપયોગ આપણે ઘરમાં અમુક વસ્તુઓ માટે કરતા હોય છે. પરંતુ આ ઉપયોગ કંઈક અલગ પ્રકારે જ કરવાનો છે. ફટકડીનો ઉપયોગ આપણે ઘરમાં તો કરીએ છીએ. જ્યારે કોઈને ઘા થયો હોય ત્યારે આપણે ફટકડીનો ઉપયોગ કરતા હોઈએ છીએ.
ફટકડીમાં એવી તાકાત હોય છે જે વાસ્તુદોષને દૂર કરવા માટે પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે. નવરાત્રિના દિવસમાં એક ખાસ જગ્યા પર એક ફટકડીનો ટુકડો મૂકી દેશો તમારી દરેક સમસ્યા દૂર થઈ જશે.
હવે નવરાત્રી શરૂ થઈ રહી છે. નવરાત્રિમાં બધા જ મુહૂર્ત શુભ મુહૂર્ત હોય છે. આ સમય દરમ્યાન દુર્ગા માતા પોતાના ભક્તો ઉપર કૃપા બનાવી રાખે છે. જો નવરાત્રીમાં તમે ફટકડીનો ઉપયોગ કરશો તો માતાની અસીમ કૃપા તમારી ઉપર બની રહેશે અને તમારા નસીબના દરવાજા ખૂલી જશે.
તમારે દુકાન, વેપારમાં મહેનત કરવા હોવા છતાં પણ જો તમને સફળતા મળતી ન હોય, મુસીબત આવતી હોય. રુકાવટ આવતી હોય, પૈસા અટવાયેલા હોય તો ફટકડીનો આ પ્રયોગ કરવો જોઈએ. આ પ્રયોગ કરવાથી વ્યાપારમાં આવવાવાળી બધી સમસ્યા દૂર થશે. આના માટે ફટકડીનો ટુકડો ઘરના કોઈ એક ખૂણામાં અથવા કાર્યક્ષેત્રના કોઈ એક ખૂણામાં રાખવાથી તમારી દરેક સમસ્યા દૂર થશે. નજરદોષ તેમજ નકારાત્મકતા દૂર થશે.
જો તમે કર્જથી પરેશાન છો તો ફટકડીના ટુકડાને પાનની સાથે સિંદૂર અંદર મુકીને બાંધી દો. બાંધવા માટે તમે નાળાછડીનો પણ ઉપયોગ કરી શકો છો. પછી તેને પીપળના વૃક્ષ નીચે ખાડો ખોદીને અથવા તો પથ્થર નીચે દબાવી દો. આવું કરવાથી તમારી આ સમસ્યા દૂર થશે.
જો તમને ખરાબ સપના આવતા હોય અને તમે ઊંઘમાં જાગી જતા હોય તો બેડ નીચે કાળા કપડામાં ફટકડીનો ટુકડો રાખવાથી ખરાબ સપના નહી આવે. આ ઉપાય મંગળવાર અથવા તો રવિવારના દિવસે કરી શકો છો.આ ઉપાય તમે ગમે ત્યારે કરી શકો છો પરંતુ નવરાત્રિના દિવસે જ આ ઉપાય કરવામાં આવે તો તેનો ફાયદો જરૂર થશે. અને તમારા વેપારમાં પ્રગતિ થશે.