ખબર મનોરંજન

તો શું હવે આ બૉલીવુડ દિગ્ગજ પણ હોસ્પિટલમાં દાખલ થયા? દીકરાએ કર્યો મોટો ખુલાસો

પાછલા બે દિવસથી બોલિવૂડમાં માતમ છવાયેલો છે. ઇન્ડસ્ટ્રીઝના આપણા બે દિગ્ગજ કલાકાર રિશી કપૂર અને ઈરફાન ખાનને ગુમાવ્યા,જેનું આખી દુનિયાને ગમ છે. એની સાથે જ બંને સ્ટારના મૃત્યુ પછી હવે સોશ્યિલ મીડિયા પર નસરુદીનની તબિયતને લઇને અફવા ઉડી છે. સોશ્યિલ મીડિયા પર અમુક લોકો જણાવી રહ્યા છે કે એમને હોસ્પિટલમાં એડમિટ કર્યા છે અને અમુક દિવસથી એમની તબીઅત ખરાબ છે આ ખબર પર એમના પુત્ર વિવાન શાહનું ટ્વિટ સામે આવ્યું છે.

વિવાન શાહે આ ટ્વિટ કર્યું .

નસરુદીન શાહના પુત્ર વિવાને ટ્વિટ કરતા લખ્યું કે ‘બધું ઠીક છે. પાપા પણ એક્દમ ઠીક છે. એમની તબિયતને લઇને કરેલી વાતો ખોટી છે, અફવા છે. એને ઈરફાન અને ચિન્ટુજી માટે પ્રાર્થના કરી છે એ બંનેને બહુજ યાદ કરી રહ્યા છે એમને બંને પરિવાર માટે પોતાની સંવેદના બતાવી છે. એના જવાથી ખુબ જ દુઃખ પહોંચ્યું છે.

વિવાનની પહેલા નસરુદીનના મેનેજરએ ખબર ખોટી બતાવતા કહ્યું હતું કે સોશિયલ મીડિયામાં જે પણ અફવા એક્ટરને લઇને ચાલી રહી છે એ એકદમ ખોટી છે. નસીર સાહબ એમના ઘરમાં છે અને એકદમ તંદુરસ્ત છે, એ પણ આ ખબરથી થોડા પરેશાન જરૂર છે.

આ ફિલ્મો માટે જાણીતા છે નસરુદીન શાહ

જણાવી દઈએ કે નસરુદીન શાહની ગણતરી બોલિવૂડના દિગ્ગજ કલાકારમાં થઇ છે. એમને એક પછી એક ઘણી હિટ ફિલ્મોમાં પોતાનો અભિનય અને હુનર દેખાડ્યું છે. ખાલી હીરો તરીકે નહિ, વિલન બનીને પણ નસરુદીન શાહે લોકોમાં ચાહના મેળવી છે. નસરુદીનની હિટ ફિલ્મોમાં ‘ઈરાદા’,’બજાર’,’સ્પર્શ’ અને ‘આક્રોશ’ સહીત ઘણી ફિલ્મોનો સમાવેશ થાય  છે. નસરુદીન શાહ પોતાની એકટીંગ ની સાથો સાથ રમુજી સ્વભાવ માટે પણ જાણીતા છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.