રસોઈ

નાનખટાઇ- આ દિવાળીમાં બનાવો નાના મોટા સૌની ફેવરીટ નાન ખટાઈ હવે ઘરે, એ પણ બહાર જેવા જ ટેસ્ટની

હાઇ ફેન્ડસ, નાનખટાઇ એવી મીઠાઇ છે જે એવરગી્ન અને નાના મોટા બધાની ઓલટાઈમ ફેવરીટ સ્વીટ છે.તમ બધા અત્યાર સુધી રેડીમેઇડ લાવીને ખાતા હશો.મારી આજની રેસીપીથી તમે તમારી ફેવરીચ સ્વીટ ઘરે જ બનાવી શકશો અને એ પણ ખૂબ જ ઓછા ટાઈમ અને સામગી્થી.તો આદિવાલીમાં જ બનાવો.

 • ટાઇપ-ટે્ડિષ્નલ સ્વીટ
 • પિ્-પિ્પેરેશન ટાઈમ-૧૦ મિનિટ
 • પિ્પેરેશન ટાઈમ-૧૫ મિનિટ
  સામગી્:
 • મેંદો-૧ કપ
 • સોજી-૧ ટેબલ સ્પૂન
 • ચણાનો લોટ-૧ ટેબલ સ્પૂન
 • ઘી/બટર-અડધો કપ
 • પાઉડર સુગર(દડેલી ખાંડ)-અડધો કપ
 • ઇલાયચી પાઉડર-૨ ટી સ્પૂન
 • બેકિંગ (ખાવાનો) સોડા-૧ ટી સ્પૂન
 • મીઠુ-ટેસ્ટ માટે


રીત:
એક બાઉલમાં દડેલી ખાંડ અને ઘી મિક્સ કરીને લમ્પસ ના રહે એ રીતે મિક્સ કરો.૫ મિનિટ સુધી એકસાઇડ હલાવો જેથી સરખુ મિક્સ થાય.
તેમાં મીઠુ,બેકિંગ સોડા અને ઇલાયચી પાઉડર ઉમેરીને સરખુ મિક્સ કરો.
હવે તેમાં મેંદો,સોજી અને ચણાનો લોટ ઉમેરીને સરખુ હલાવીને મિક્સ કરો.
તેનો મિડિયમ સોફ્ટ લોટ તૈયાર કરો.જો લોટ કોરો લાગે તો ૨ ટેબલ સ્પૂન દૂધ ઉમેરો.
જેમાં નાનખટાઇ બનાવવાની હોય તેને ઘી/બટરથી ગી્સ કરો.
લોટને સરખો મસલીને મિડ્યમ સાઈઝમા રાઉન્ડ શેઈપ આપીને ગી્સ કરેલી બેકિંગ ટે્માં મૂકો.
તેના પર પીસ્તા,કાજુ અથવા બદામની કતરણ મૂકો.

ઓવનમાં ૧૮૦ ડિગરી પર ૧૫ મિનિટ માટે બેક કરો.
કુકરમાં બનાવવા માટે કુકરમાં અડધો બાઉલ મીઠુ મુકીને ઢાંકણીની સીટી અને રીંગ કાઢીને ઢાંકણુ બંધ કરીને મિડિયમ આંચ પર ૫ મિનિટ માટે પિ્-હિટ કરો.ત્યારબાદ જેમાં બનાવવાની હોય તે વાસણને ઘી/બટરથી ગી્સ કરીને તૈયાર કરેલા લુવાને મુકીને કુકરમાં ટે્ મુકીને ૧૫ મિનિટ થવા દો.પછી ટુથપીક કે નાઇફથી ચેક કરો.

થોડીવાર પછી ઠંડી થાય એટલે સવૅ કરો.એરટાઈટ કન્ટેઇનરમાં ૧ મહિના સુધી સ્ટોર કરી શકો છો. કમેન્ટસમાં જણાવજો કે રેસીપી કેવી લાગી.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.