નડિયાદ લવ જેહાદ : યુવતિને પ્રેમજાળમાં ફસાવી યુવકે 4 મહિના સુધી સંતોષી હવસ, માતા-પિતાને લાગ્યુ કે દીકરી તો પોલેન્ડમાં નોકરી કરે છે…હવે આવ્યો એકદમ ચોંકાવનારો નવો વણાંક, છોકરીએ કહ્યું મારે હવે યાસર સાથે ઘરે….

ગુજરાતમાંથી ઘણીવાર લવ જેહાદના કિસ્સાઓ સામે આવતા રહે છે. ઘણીવાર એવું બનતુ હોય છે કે યુવક દ્વારા યુવતિઓને પ્રેમજાળમાં ફસાવી અથવા તો કોઇ લાલચ આપી તેમની સાથે બળાત્કાર કરવામાં આવતો હોય છે. ત્યારે હાલ લવ જેહાદનો ચોંકાવનારો કિસ્સો નડિયાદમાંથી સામે આવ્યો છે. નડિયાદની એક યુવતિ કે જે નર્સિંગનું ભણેલી છે તેને સોશિયલ મીડિયાના માધ્યમથી યાસરખાન પઠાણ સાથે સંપર્ક થયો હતો. તેણે યુવતિને પ્રેમજાળમાં ફસાવી અને લગ્નની લાલચ આપી હતી. યુવતિ પણ તેની વાતોમાં આવી ગઇ અને તેણે તેના માતા-પિતાને છેતર્યા.

યુવકે કહ્યુ કે, તુ તારા માતા-પિતાને પોલેન્ડ નોકરીએ જવાનું છે તેમ કહી પાંચ લાખ રૂપિયા લઇ આવ અને પછી આપણે બંને દુબઇ જઇ લગ્ન કરી લઇશું. પ્રેમમાં અંધ બનેલ યુવતિએ યુવકના કહેવા પર તેના માતા-પિતા પાસેથી પાંચ લાખ રૂપિયા લીધા અને પછી યુવકે યુવતિને એકલી દુબઇ મોકલી દીધી અને જે હોટલમાં દેહવેપાર ચાલતો હતો ત્યાં ઉતારો આપ્યો. પરંતુ દુબઇમાં એક ભારતીય વેઇટરે યુવતિને તાત્કાલિક ત્યાંથી નીકળી જવાનું કહ્યુ ત્યારે યુવતિ ત્યાંથી ભાગી ગઇ અને પછી 15 સુધી આમ તેમ ભટકતી રહી.

યાસર પઠાણનો ભાઇ

જે બાદ યુવતિએ ગમે તેમ કરીને પોતાને પરત લઇ જવાનું કહેતા યુવકે ભારતની ટિકિટ બુક કરાવી અને તેને પાછી બોલાવી લીધી. જ્યારે દુબઈથી તે પાછી ફરી ત્યારે યાસર તેના પિતા જાબીર અને નાના ભાઈ ફૈઝલે મળી યુવતિને રણમુકતેશ્વર સોસાયટીના એક મકાનમાં ગોંધી રાખી. આ દરમિયાન યાસર અને તેના પરિવારે મળી યુવતિ પર શારીરીક માનસિક ત્રાસ ગુજાર્યો અને યુવકે તેની હવસ પણ સંતોષી.

યાસર પઠાણના પિતા

આખરે યુવતિએ પોલિસ સ્ટેશન પહોંચી યાસર પઠાણ સહિત 8 પરિવારજનો અને મદદ કરનાર અન્ય 2 શખ્શો સામે ગુનો નોંધાવ્યો હતો. આ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઇ પોલીસે રાતોરાત ફરિયાદ દાખલ કરી 8 આરોપીઓની ધરપકડ કરી લીધી હતી. બીજી બાજુ જોઇએ તો, યાસરના પરિવારજનોએ પોલીસ સામે નાટક કર્યુ કે, તેમનો દીકરો કહ્યામાં નથી અને દીકરાની ગુમ થયાની જાહેરાત પણ આપી છે. આ ઉપરાંત યુવતીને યાસરના પરિવારજનોએ મળી ફરજિયાત બુરખો પહેરવાનો, નમાજ પઢવાની, કલમા પઢાવાની ફરજ પાડી હતી.

યાસર પઠાણના માતા

ઉલ્લેખનીય છે કે, યુવતીએ હિંમત કરીને તેના માતા-પિતાના આ બાબતે જાણ કરી હતી. તેના માતા-પિતાને તો એવું જ હતુ કે, તેમની દીકરી પોલેન્ડમાં નોકરી કરે છે. પછી આ મામલે નડિયાદ ટાઉન પોલીસ મથકમાં આ અંગેની ફરિયાદ નોંધાવવામાં આવી છે. આખરે પોલીસે મુસ્લિમ પરિવારના 8, મદદગારી કરનાર 2 મળી કુલ 10 વિરૂધ્ધ પોલીસ ફરિયાદ નોંધી કાયદેસર કાર્યવાહી હાથધરી છે.

નવી અપડેટ:

હવે એક નવી અપડેટ સામે આવી છે. આ કેસમાં મોટો વળાંક આવ્યો છે. 26 એપ્રિલ એટલે કે મંગળવારના રોજ પીડિત યુવતિએ પોલિસને અરજી આપી અને આ અરજીમાં તેણે રજૂઆત કરી છે કે, તેને યાસર સાથે પ્રેમ હોવાનું, તેની સાથે લગ્ન કરી, તેની સાથે જ રહેવાની ઈચ્છા હોય, યાસરને મુક્ત કરવામાં આવે. આ યુવતિએ પહેલા પોતાના પર માનસિક અને શારીરિક અત્યાચાર થયો હોવાની ફરિયાદ કરી હતી પરંતુ હવે તેણે તેના નિવેદનથી પલટી મારી છે.

તેણે યાસરને મુક્ત કરવામાં આવે તેવી રજૂઆત કરી છે. મંગળવારના રોજ યુવતીએ પોલીસને અરજી આપી અને બીજી તરફ યાસરની જામીન અરજી પાછી ખેંચાતા યુવતીનો નિર્ણય મરજીથી બદલાયો કેે દબાણથી તે હવે તપાસનો ‌વિષય બન્યો છે. નડિયાદની યુવતિએ 24 માર્ચના રોજ યાસરખાન પઠાણ અને તેના પરિવાર સહિત 10 વ્યક્તિ વિરૂદ્ધ જબરદસ્તી ધર્મ પરિવર્તન, શારીરિક સંબંધ મરજી વિરૂદ્ધ બાંધવો અને પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી બળાત્કાર ગુજારવા સહિત શારીરિક અને માનસિક ત્રાસ આપ્યો હોવાની ફરિયાદ એચ.સી.એસ.ટી સેલમાં આપવામાં આવી હતી.

આ કેસમાં મુખ્ય આરોપી યાસરે યુવતિને પ્રેમજાળમાં ફસાવી હતી અને તેને લગ્નની લાલચ આપી તેની સાથે વારંવાર બળાત્કાર ગુજાર્યો હતો, જે બાદ તેને એકલી વિદેશ પણ મોકલી હતી અને પરત આવ્યા બાદ તેને ભાડાના મકાનમાં ગોંધી રાખી હતી. આ ઉપરાંત તેના પરિવારજનો એટલે કે તેના ભાઇ અને માતા-પિતા દ્વારા પણ તેના પર અત્યાચાર ગુજાર્યો હોવાની વિગતો સાથેની ફરિયાદ અને એફિડેવિટ કરી હતી.

પ્રતિકાત્મક તસવીર

ઘટનાની ગંભીરતાને ધ્યાને લઇને પોલિસે તાત્કાલિક 24 કલાકની અંદર મુખ્ય આરોપી યાસરના ભાઈ, પિતા, માતા સહિત 7 લોકોને ઝડપી જેલ ભેગા કરી દીધા હતા. જે બાદ આખરે 17 દિવસ પછી 11 એપ્રિલના રોજ યાસર પણ થાકી હારી પોલિસના શરણે થયો હતો. પરંતુ 26 એપ્રિલ મંગળવારના રોજ પીડિત યુવતી પોલીસ પાસે પહોંચી અને જાણે કે તેનું માઈન્ડ વોસ થઇ ગયુ હોય તેમ યાસર તરફે અરજી રજૂ કરી હતી. પ્રાપ્ત વિગતો અનુસાર યુવતિએ યાસર સાથે પ્રેમ હોવાનું, તેની સાથે લગ્ન કરી રહેવા માંગતી હોય યાસરને છોડવા માટે રજૂઆત કરતા પોલીસ પણ આશ્ચર્યમાં મુકાઈ ગઈ.

પ્રતિકાત્મક તસવીર

આ કેસમાં જે રીતે વળાંક આવ્યો છે તે જોતા એવું લાગી રહ્યુ છે કે આરોપી તરફે વકીલ હવે યુવતીનું એફિડેવિટ રજૂ કરી યાસર સહિત તમામ આરોપીઓને જામીન પર છોડાવવા અરજી કરી શકે છે. બીજી તરફ સમગ્ર કેસને વિડ્રો કરવા હાઇકોર્ટમાં પણ અરજી થઇ શકે છે. યુવતિએ માતા-પિતા સાથે નહિ પરંતુ યાસર સાથે રહેવાનું કહી અરજી કરી છે. આ કેસમાં પીડિત યુવતી યાસરને જામીન પર છોડવાની અરજી લઈ સોમવારે કોર્ટમાં પહોંચી હતી. ત્યારે યાસર તરફથી વકીલોના ધાડેધાડા કોર્ટમાં ઉતરી પડ્યાં હોવાનું લોકમુખે ચર્ચાઇ રહ્યુ છે. ત્યારે હવે જોવાનું એ રહ્યુ કે, આગળ આ કેસમાં બીજા કયા કયા વળાંક આવી શકે છે.

Shah Jina