અનુપમાની પાખીએ પરિવાર સાથે માણ્યો ગુજરાતી ભોજનનો આનંદ, શેર કર્યો વીડિયો

‘અનુપમા’ની ખુબસુરત ‘પાખી’એ ફેમિલી જોડે માણ્યો ગુજરાતી થાળીનો સ્વાદ, બાજરાનો રોટલો, કઢી અને…

ટીવી સીરિયલ અનુપમા દર્શકોના સૌથી પ્રિય શોમાંથી એક છે, જેને શરૂઆતથી જ દર્શકો દ્વારા પસંદ કરવામાં આવે છે. શોનું દરેક પાત્ર પોતાનામાં ખાસ છે. અભિનેત્રી મુસ્કાન બામને કે જે શોમાં અનુપમાની પુત્રી પાખી શાહની ભૂમિકા ભજવી રહી છે. શોમાં મુસ્કાનનું કામ પણ ખૂબ પસંદ કરવામાં આવી રહ્યું છે. તે છેલ્લા ઘણા વર્ષોથી અભિનય કરી રહી છે અને પાછલા વર્ષોમાં તેનામાં ઘણો બદલાવ આવ્યો છે. મુસ્કાન છેલ્લા 9 વર્ષથી મનોરંજનની દુનિયામાં કામ કરી રહી છે. તે ક્રાઈમ પેટ્રોલ અને ગુમરાહ જેવા શોમાં જોવા મળી છે.

મુસ્કાન સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને અવાર નવાર તે તેની તસવીરો અને વીડિયો ઇન્સ્ટાગ્રામ પર શેર કરતી રહે છે. હાલમાં જ તેણે એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તે પરિવાર સાથે ગુજરાતી ભોજનનો સ્વાદ માણતી જોવા મળી હતી. મુસ્કાને જે વીડિયો શેર કર્યો છે તેમાં તે પરિવાર સાથે જોવા મળી રહી છે, આ ઉપરાંત વીડિયોમાં ગુજરાતી વાનગીઓથી ભરેલી થાળી પણ જોવા મળી રહી છે. જેમાં રોટલી, બાજરાનો રોટલો, પાપડ, સફેદ ઢોકળા, ગ્રીન અને ગળી ચટણી, કઢી, છાશ, કચુંબર, શાક, ગુજરાતી દાળ અને દહીંવડા સહિત ઘણી વસ્તુઓ છે. વીડિયોના બેકગ્રાઉન્ડમાં ‘પાર્ટી હો રહી હૈ’ ગીત પણ વાગી રહ્યું છે. આ સાથે તેણે લખ્યું છે ‘પરિવાર સાથે વેલેન્ટાઈન્સ ડે અને ભોજન’.

મધ્યપ્રદેશમાં જન્મેલી મુસ્કાન બામનેએ વર્ષ 2017માં રિલીઝ થયેલી ફિલ્મ હસીના પારકરમાં કામ કર્યું હતું. આ ફિલ્મમાં તેણે હસીના પારકરની પુત્રી ઉમાયરાનો રોલ કર્યો હતો. આ સિવાય વર્ષ 2017માં જ તેણે ટીવી સીરિયલ બકુલા બુઆ કા ભૂતથી નાના પડદે ડેબ્યૂ કર્યું હતું. આ સિવાય તે એકથી હિરોઈન અને સુપર સિસ્ટર્સમાં પણ જોવા મળી છે. જોકે તેને ટીવી શો અનુપમાથી ઓળખ મળી હતી.

આ વિશે વાત કરતાં મુસ્કાને કહ્યું, ‘હું 7મા ધોરણમાં હતી ત્યારે હું અભિનયમાં મારું નસીબ અજમાવવા માટે મધ્યપ્રદેશથી મુંબઈ આવી હતી. મેં થોડા ટીવી શો અને ફિલ્મ હસીના પારકરમાં કામ કર્યું પરંતુ મને ઓળખ અનુપમાથી મળી. ઇન્સ્ટાગ્રામ પર મારા ફોલોઅર્સ વધ્યા અને મને લોકો ઓળખવા લાગ્યા. તેઓ મને પાખી કહે છે. જ્યારે લોકો મને મારા સ્ક્રીન નામથી બોલાવે છે ત્યારે મને આનંદ થાય છે.’

 

View this post on Instagram

 

A post shared by Muskan Bamne (@muskanbamne)

મુસ્કાને જણાવ્યું હતું કે લોકડાઉન દરમિયાન તેનું વજન ઘણું વધી ગયું હતું. આ પછી તેને સમજાયું કે તેણે સ્ક્રીન પર સ્લિમ દેખાવું છે. અભિનેત્રીએ કહ્યું કે તે પછી તેણે વર્કઆઉટ કરવાનું શરૂ કર્યું અને 9 કિલો વજન ઘટાડ્યું. હવે તે તેના દેખાવથી ખુશ છે. મુસ્કાન સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ છે અને પોતાની સાથે જોડાયેલી પોસ્ટ શેર કરતી રહે છે. ઈન્સ્ટાગ્રામ પર તેના લાખોમાં ફોલોઅર્સ પણ છે.

Shah Jina