ભાઇની સાળી પર જ દિલ હારી બેઠો હતો આ ભારતીય બોલર, રિસેપ્શનમાં સ્ટાર બોલરે શેર કરી લવ સ્ટોરીની દાસ્તાન

ભારતીય ક્રિકેટરને મોટાભાઈની સાળી સાથે થઈ ગયો પ્રેમ, દિલચસ્પ છે લવ સ્ટોરી.. ચાલુ સીરિઝમાં રજા લઈને કરી આવ્યો લગ્ન

ભાઇની સાળી સાથે આંખો ચાર, આવી રીતે પ્રેમ ચઢ્યો પરવાન, કંઇક આવી છે ક્રિકેટર મુકેશ કુમારની લવ સ્ટોરી

Mukesh Kumar-Divya Singh Love Story: ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર મુકેશ કુમારે હાલમાં જ ઓસ્ટ્રેલિયા સામેની T20 સીરીઝમાં પોતાનું કૌશલ્ય બતાવ્યુ હતુ. ત્યારે આ સીરીઝ વચ્ચે મુકેશ કુમારે તેની લેડી લવ સાથે લગ્ન કર્યા અને રિસેપ્શન પાર્ટીનું પણ આયોજન કર્યું. આ પાર્ટીમાં સામાન્ય લોકોથી લઈને ખાસ લોકોએ ભાગ લીધો હતો.

સીરિઝની વચ્ચે મુકેશ ગોપાલગંજ પહોંચ્યો હતો અને દિવ્યા સિંહ સાથે લગ્ન કર્યા હતા, પરંતુ લગ્નના બીજા દિવસે તે રાયપુર મેચ માટે જવા રવાના થયો હતો. મુકેશ કુમારે બિહારના છપરાની રહેવાસી દિવ્યા સિંહ સાથે લગ્ન કર્યા છે અને લગ્ન બાદ ગત સોમવારે ગોપાલગંજમાં રિસેપ્શન યોજાયુ હતું. આ પાર્ટીમાં મુકેશ કુમારે પોતાની લવ સ્ટોરી પણ શેર કરી હતી.

ઓસ્ટ્રેલિયા સામેની T-20 સિરીઝમાં પોતાનું શ્રેષ્ઠ બોલિંગ કૌશલ્ય દેખાડનાર મુકેશ કુમારનું ગામમાં પહોંચતા જ જોરદાર સ્વાગત કરવામાં આવ્યું હતું. 28 નવેમ્બરે દિવ્યા સાથે સાત ફેરા લીધા બાદ રિસેપ્શન દરમિયાન મુકેશે પહેલીવાર મીડિયાને સંબોધ્યુ હતુ. રિસેપ્શન પાર્ટીમાં મુકેશે પોતાની લવ સ્ટોરીના રહસ્યો પણ જાહેર કર્યા હતા.

તેણે કહ્યું કે તેના જીવનનો પહેલો પ્રેમ દિવ્યા હતી અને તેણે દિવ્યાને પોતાની લાઈફ પાર્ટનર બનાવવાનું નક્કી કર્યું. દિવ્યા મુકેશના મોટા ભાઈની સાળી છે. દિવ્યા અને મુકેશ સાથે ભણ્યા અને મિત્રો બન્યા. હવે આ કપલે લગ્ન કરી તેમના જીવનની નવી ઇનિંગ શરૂ કરી છએ. મુકેશ કુમારે દિવ્યા સિંહ સાથે લગ્ન કરીને ખુશી વ્યક્ત કરી હતી.

જણાવી દઇએ કે, દક્ષિણ આફ્રિકા પ્રવાસ માટે ભારતીય ટીમમાં મુકેશ કુમારની પસંદગી કરવામાં આવી છે. ફાસ્ટ બોલર મુકેશ કુમારે ત્રણેય ક્રિકેટ ફોર્મેટમાં ટીમ ઈન્ડિયા માટે ડેબ્યૂ કર્યું છે. IPL 2023માં તેના શાનદાર પ્રદર્શન બાદ તેને ભારતીય ક્રિકેટ ટીમમાં ડેબ્યૂ કરવાની તક મળી.

Shah Jina