ખબર

મ્યુકરમાયકોસિસ માથાના દુખાવા સમાન, કેસ વધતા ચિંતાજનક સ્થિતિ, ખાસ રાખો આ વાતોનું ધ્યાન

મ્યુકરમાઈકોસિસથી બચવું હોય તો આ પ્રકારનું માસ્ક પહેરો, એ સિવાયના માસ્ક પહેર્યા તો આવી બનશે

કોરોનાના આ કાળા કહેર વચ્ચે મ્યુકરમાઈકોસિસની નવી બીમારી એ માથાના દુખાવા સમાન બની ગઇ છે, ત્યારે આ બીમારીના કેસ ગુજરાતની સાથે સાથે અનેક બીજા રાજયોમાં પણ જોવા મળી રહ્યા છે. રાજ્યમાં કોરોનાના કેસો વચ્ચે મ્યુકરમાઇકોસિસના કેસોમાં વધારો થતા તંત્ર અને જનતા માટે ચિંતાનો વિષય બન્યો છે.

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મ્યુકરમાઈકોસિના કેસમાં વધારો થઈ રહ્યો છે. સુરતમાં અત્યાર સુધીમાં 185 કેસ સામે આવ્યા છે તેમજ 67 જેટલા દર્દીઓ તો સાજા થઇ ચૂકયા છે અને 99 જેટલા દર્દીઓ સારવાર પર છે.

કોરોનાથી માંડ સાજા થયેલ લોકોની સામે હવે વધુ એક આફત આવીને ઊભી રહી છે, મ્યૂકરમાઈકોસિસે દર્દીઓની મુશ્કેલી વધારી દીધી છે, અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં માંડ 2-3 દિવસ પહેલાં જ મ્યૂકરમાઈકોસિસના 105 દર્દી દાખલ હતા, જો કે નવા 86 કેસ આવતાં ભારે દોડધામ મચી ગઇ હતી અને ચિંતાજનક સ્થિતિ પણ સર્જાઇ હતી.

તમને જણાવી દઇએ કે, મ્યુકરમાઈકોસિસ જેવી ગંભીર બીમારીથી બચવા માટે સર્જિકલ માસ્ક અસરકારક હોવાનુ નિષ્ણાત તબીબો જણાવે છે. એકવાર પહેરી અને ફેકી દેવાય તેવા માસ્ક પહેરવાથી આ રોગથી બચી શકાય છે. સ્વચ્છતા વાળા માસ્ક પહેરવાથી મ્યુકરમાઇકોસિસનું જોખમ ઘટી જાય છે. જો માસ્ક બરાબર સ્વસ્છ ન હોય તો બીમારીની શક્યતા વધી જાય છે. આવા સંજોગોમાં કોટન માસ્ક કરતા સર્જિકલ માસ્ક અથવા તો યુઝ એન્ડ થ્રો વાળા માસ્ક પહેરવા યોગ્ય ગણાય છે.

મ્યુકરમાયકોસિસના વિશે માહિતી

પહેલા સ્ટેજમાં ફંગસ નાકમાં થાય છે. બીજા સ્ટેજમાં તાળવામાં ફંગસ થાય છે ત્રીજા સ્ટેજમાં આંખ પ્રભાવિત થાય છે

ચોથા સ્ટેજમાં બ્રેઇન સુધી ફંગસ પહોંચી જાય છે

મ્યુકરમાયકોસિસના લક્ષણો

મોંમા રસી આવવી, મોંમાં છાલા પડી જવા,

આંખના નીચેના ભાગમાં સોજો આવી જવો, ત્વચાનું સંવેદન ખતમ થઇ જવું

આંખના નીચેના ભાગમાં દુખાવો થવો, દાંત હલવા લાગવા