મહેન્દ્ર સિંહ ધોનીએ રવિન્દ્ર જાડેજા સાથે મળીને ચાલી એવી ચાલ કે દર્શકો પણ થઇ ગયા બેહાલ…ખુલી ગઈ આખી પોલ… જુઓ વીડિયો

તુષાર દેશપાંડેએ ખોલી નાખી ધોની અને જાડેજાની પોલ, KKR સામેની મેચમાં આ રીતે દર્શકોને બનાવ્યા હતા ઉલ્લુ, જુઓ વીડિયો

MS Dhoni-Ravindra Jadeja Pranked : IPL 2024 ની 22મી મેચ સોમવારે ચેન્નાઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં CSKએ KKRને 7 વિકેટે હરાવ્યું હતું. આ મેચની વચ્ચે મેદાન પર કંઈક એવું બન્યું જેને જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા. આ સમગ્ર ઘટના ત્યારે બની જ્યારે CSKની ટીમ બેટિંગ કરી રહી હતી અને તેને મેચ જીતવા માટે માત્ર 3 રનની જરૂર હતી. આવી સ્થિતિમાં, મેદાન પર અને ડ્રેસિંગ રૂમમાં કંઈક એવું બન્યું જેણે માત્ર ચાહકો જ નહીં પરંતુ ચેન્નાઈ સુપર કિંગ્સના ખેલાડીઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા.

KKR તરફથી 138 રનનો પીછો કરતી વખતે CSKએ 17મી ઓવરના પાંચમા બોલ પર શિવમ દુબેની વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી રવિન્દ્ર જાડેજા મેદાનની બહાર ડગઆઉટમાં બેટિંગ કરવા તૈયાર થઈને બેઠો હતો. તે બેટિંગ કરવા મેદાન પર આવવાનો હતો ત્યારે મહેન્દ્ર સિંહ ધોની ડ્રેસિંગ રૂમમાં હેલ્મેટ પહેરીને જોવા મળ્યો હતો.

ત્યારબાદ જાડેજાને બેટિંગમાં જતા અટકાવવામાં આવ્યો હતો અને તેની જગ્યાએ મહેન્દ્ર સિંહ ધોની બેટિંગ કરવા ગયો હતો. આવી સ્થિતિમાં ધોનીએ જાડેજાને તૈયાર કર્યો અને પોતે બેટિંગ કરવા ગયો અને તેની સાથે ગેમ રમી ગેમ રમી નાખી. જ્યારે જાડેજાને આ વિશે પૂછવામાં આવ્યું તો તેણે હસીને કહ્યું કે જો ધોની ચાહકોને પોતાની એક ઝલક બતાવશે તો ટિકિટના પૈસા વસુલ થઇ જશે.

આ અંગે તુષાર પાંડેએ ખુલાસો કર્યો હતો કે ધોનીભાઈએ જાડેજાને કહ્યું હતું કે તું બેટિંગ કરવા બહાર જાય અને હું ત્યાં જ જઈશ. ધોની જ્યારે બેટિંગ કરવા મેદાનમાં ઉતર્યો ત્યારે મેદાન પર હાજર દર્શકોનો ઉત્સાહ જોવા જેવો હતો. KKRના સ્ટાર ઓલરાઉન્ડર આન્દ્રે રસેલે તો ધોની-ધોનીના અવાજથી કાન બંધ કરી દીધા હતા.

Niraj Patel