MIના કેપ્ટન હાર્દિક પંડ્યાનો ભાઇ નીકળ્યો દગાબાજ? લગાવ્યો 4.3 કરોડનો ચૂનો…મુંબઇ પોલિસે કરી ધરપકડ

મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યા અને લખનઉ સુપર જાયન્ટ્સના ઓલરાઉન્ડર કૃણાલ પંડ્યા સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી થઇ છે. પંડ્યા બ્રધર્સને તેમના જ સાવકા ભાઈ વૈભવ પંડ્યા દ્વારા કરોડો રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી છે. હાર્દિક-કૃણાલ સાથે છેતરપિંડી કરનાર વૈભવ પંડ્યાની મુંબઈની ઈકોનોમિક ઓફેન્સ વિંગ (EOW) દ્વારા ધરપકડ કરવામાં આવી છે.

બંને ભાઈઓ હાલમાં આઈપીએલ 2024માં પોતાની પોતાની ટીમો માટે રમી રહ્યા છે. આરોપી વૈભવ પંડ્યા હાર્દિક અને કૃણાલનો સાવકો ભાઈ છે. વર્ષ 2021માં આરોપી વૈભવે પંડ્યા બ્રધર્સ (હાર્દિક-કૃણાલ) સાથે મળીને પોલિમર બિઝનેસમાં કંપની શરૂ કરી હતી. આ કંપનીમાં હાર્દિક અને કૃણાલની ​​ભાગીદારી 40-40 ટકા હતી જ્યારે વૈભવની ભાગીદારી 20 ટકા હતી.

ભાગીદારીની શરતો અનુસાર, આ કંપનીનો નફો ભાગીદારીના હિસ્સા અનુસાર હાર્દિક, કૃણાલ અને વૈભવ વચ્ચે વહેંચવાનો હતો. પરંતુ આ સિવાય કંપનીના નફાના પૈસા હાર્દિક અને કૃણાલને આપવાને બદલે આરોપી વૈભવ પંડ્યાએ અલગ કંપની બનાવી નફાની રકમ તેમાં ટ્રાન્સફર કરી દીધી હતી. જેના કારણે પંડ્યા બ્રધર્સને લગભગ 4.3 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.

ફરિયાદના આધારે આર્થિક ગુના વિંગે વૈભવ પંડ્યાની ધરપકડ કરી છે, આરોપી વૈભવને 5 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ક્રિકેટરના સાવકા ભાઈ વૈભવ પંડ્યા પર આરોપ છે કે તેણે ભાઇઓને જાણ કર્યા વગર એ જ ફીલ્ડમાં કામ કરવાવાળી વધુ એક ફર્મ બનાવી. આ રીતે તેણે બિઝનેસના એગ્રીમેન્ટનું ઉલ્લંઘન કર્યું.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આમ કરવાથી કંપનીના પ્રોફિટમાં કમી આવી, જેના કારણે કરોડો રૂપિયાનું નુકસાન થયું. આ દરમિયાન વૈભવ પંડ્યાએ ગુપ્ત રીતે પેઢીમાં પોતાનો હિસ્સો 20 ટકાથી વધારીને 33.3 ટકા કર્યો હતો. જેના કારણે બંને ક્રિકેટર ભાઈઓને મોટું નુકસાન થયું.

Shah Jina