RCB સામેની મેચ પહેલા રોહિત શર્મા અને આકાશ અંબાણીનો વીડિયો વાયરલ, એક જ કારમાં સાથે જોવા મળતા અટકળોનું બજાર ગરમ

મુંબઇ ઇન્ડિયન્સમાં ફરી કંઇક મોટુ થવાનું છે ? RCB મેચ પહેલા આકાશ અંબાણી-રોહિત શર્માનો વીડિયો વાયરલ

શું ચાલી રહ્યુ છે મુંબઇ ઇન્ડિયન્સ ટીમમાં ? રોહિત શર્મા સાથે સ્ટેડિયમ જાતે કાર ચલાવી પહોંચ્યો આકાશ અંબાણી- જુઓ વીડિયો

IPL 2024ની હરાજી પહેલા મુંબઈ ઈન્ડિયન્સ કેપ્ટનશીપના નિર્ણયને લઈને સતત સમાચારોમાં રહી હતી, મુંબઈ ઈન્ડિયન્સે રોહિત શર્માને કેપ્ટન પદેથી હટાવી આ વખતે એટલે કે 17મી સીઝનની જવાબદારી હાર્દિક પંડ્યાને સોંપી છે. જો કે,આ પછીથી રોહિત શર્માના ફેનનો ગુસ્સો સાતમા આસમાને છે અને સીઝનની શરૂઆત પણ ટીમ માટે સારી રહી ન હોવાથી ટ્રોલિંગનો પણ સામનો કરવો પડ્યો હતો. જો કે, સતત 3 મેચમાં પરાજયનો સામનો કર્યા બાદ આખરે મુંબઈ ઈન્ડિયન્સની ટીમે ચોથી મેચ જીતીને 2 પોઈન્ટ મેળવ્યા.

આ બધા વચ્ચે હાર્દિક પાસેથી કેપ્ટનશિપ લઇ રોહિતને આપવાની ચર્ચા ચાલી રહી છે. જો કે, હાલમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામેની મેચ પહેલા રોહિત શર્માનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં તે ફ્રેન્ચાઈઝીના માલિક આકાશ અંબાણી સાથે જોવા મળી રહ્યો છે. દિલ્હી કેપિટલ્સ સામેની મેચમાં રોહિત શર્માનું બેટ ખૂબ જ જોરદાર રીતે ફર્યુ, તેણે 49 રનની વિસ્ફોટક ઇનિંગ રમી.

મુંબઈ ઈન્ડિયન્સને તેના હોમ ગ્રાઉન્ડ વાનખેડે સ્ટેડિયમમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ સામે મેચ રમવાની છે, જેના માટે ટીમ જોરશોરથી પ્રેક્ટિસ કરી રહી છે. 10 એપ્રિલે જ્યારે મુંબઈ ઈન્ડિયન્સના તમામ ખેલાડીઓ ટીમ બસમાં પ્રેક્ટિસ માટે સ્ટેડિયમ પહોંચ્યા ત્યારે રોહિત શર્મા કારમાં ટીમના માલિક આકાશ અંબાણી સાથે પ્રેક્ટિસ માટે પહોંચ્યો હતો, જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

આ વીડિયો સામે આવ્યા બાદ ફરી ચર્ચા શરૂ થઈ ગઈ છે કે રોહિત શર્માને કેપ્ટનશિપની જવાબદારી પરત આપવામાં આવી શકે છે.આઈપીએલની છેલ્લી 2 સિઝનમાં ગુજરાત ટાઈટન્સ ટીમની કેપ્ટનશીપ કરનાર હાર્દિક પંડ્યા જ્યારે આ સિઝનમાં પરત ફર્યો ત્યારે બધાને ખૂબ જ આશ્ચર્ય થયું હતું. કેપ્ટન તરીકે તેની જૂની ફ્રેન્ચાઈઝી. જો આપણે પ્રથમ ચાર મેચમાં બેટ અને બોલ બંને સાથે હાર્દિક પંડ્યાનું પ્રદર્શન જોઈએ તો તે પણ કંઈ ખાસ રહ્યું નથી.

હાર્દિક 4 ઇનિંગ્સમાં 27ની એવરેજથી માત્ર 108 રન જ બનાવી શક્યો છે, અને માત્ર 1 વિકેટ જ લીધી છે.જે દિવસે હાર્દિકની કેપ્ટનશીપની જાહેરાત થઈ ત્યારથી ચાલેલી ટ્રોલિંગની પ્રતિક્રિયા આજે પણ યથાવત છે. હાર્દિકને તેના હોમ ગ્રાઉન્ડ અમદાવાદમાં લોકોની ટ્રોલિંગનો ખૂબ સામનો કરવો પડ્યો હતો. આ પછી વાનખેડે સ્ટેડિયમમાં પણ આ જ વસ્તુ રહી.

Shah Jina