સતત ટ્રોલિંગનો સામનો કરી રહેલ મુંબઈના કપ્તાન હાર્દિક પંડ્યાએ પોતાના ભાઈ સાથે છેડ્યા હરે રામા હરે કૃષ્ણાના સુર.. વીડિયો વાયરલ

ભાઈ કૃણાલ પંડ્યા સાથે ભક્તિમાં તરબોળ થયેલો જોવા મળ્યો હાર્દિક પંડ્યા, અનોખા અંદાજમાં ગાયું, “હરે રામા, હરે ક્રિષ્ણા” ભજન, જુઓ વીડિયો

Hardik Krunal Singing Bhajan : ભારતીય ટીમનો ઓલરાઉન્ડર ખેલાડી હાર્દિક પંડ્યા છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં છે. જ્યારથી મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે ત્યારથી હાર્દિક પંડ્યા સતત હેડલાઈન્સમાં છે. હાર્દિક પંડ્યાની કપ્તાનીમાં મુંબઈ ઈન્ડિયન્સનું પ્રદર્શન અત્યાર સુધી સામાન્ય રહ્યું છે. મુંબઈએ આ સિઝનમાં ચાર મેચ રમી છે જેમાંથી તેણે માત્ર એક જ મેચ જીતી છે.

આ સિઝનમાં મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટનશિપ કરનાર હાર્દિક પંડ્યા પણ સતત ટ્રોલ થઈ રહ્યો છે. પ્રથમ ત્રણ મેચ હાર્યા બાદ મુંબઈ ઈન્ડિયન્સ ભારે ટ્રોલ થઈ હતી. કેટલાક યૂઝર્સ હાર્દિક પંડ્યાને કેપ્ટનશિપ પરથી હટાવવાની માંગ પણ કરતા જોવા મળ્યા હતા. જોકે, મુંબઈ ઈન્ડિયન્સે તેની અગાઉની મેચમાં દિલ્હી કેપિટલ્સ સામે જીત મેળવી હતી. આવી સ્થિતિમાં, ચાહકોને આશા છે કે મુંબઈ ભવિષ્યમાં પણ આ જીતનો સિલસિલો જાળવી રાખવામાં સફળ રહેશે.

IPL વચ્ચે હાર્દિક પંડ્યાનો એક નવો વીડિયો સામે આવ્યો છે. હાર્દિક પંડ્યાએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક સુંદર વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં તે ભક્તિમાં તલ્લીન જોવા મળે છે. આ વીડિયોમાં હાર્દિક પંડ્યા ‘હરે કૃષ્ણ હરે રામા’ ગીત ગાતો જોવા મળી રહ્યો છે. હાર્દિક પંડ્યાને તેના મોટા ભાઈ એટલે કે કૃણાલ પંડ્યાનો પણ પૂરો સહયોગ મળી રહ્યો છે. આ બંને ભાઈઓ સાથે મળીને તેમના ઘરમાં તેમના ભજનથી બધાના દિલ જીતતા જોવા મળ્યા હતા.

વીડિયો જોઈને લાગે છે કે હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યાએ આ ગીત ઘરમાં કોઈ પૂજા ફંક્શન દરમિયાન ગાયું હતું. જ્યારથી આ વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે ત્યારથી ફેન્સ તેના પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. જ્યાં હાર્દિક પંડ્યા મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન છે, તો બીજી તરફ કૃણાલ પંડ્યા લખનઉ સુપરજાયન્ટ્સ તરફથી રમતા જોવા મળે છે. આ સિઝનમાં લખનઉનું પ્રદર્શન પણ અદભૂત છે. લખનઉએ તેની છેલ્લી મેચમાં ગુજરાત ટાઇટન્સ સામે શાનદાર જીત મેળવી હતી.

Niraj Patel