આ પૂર્વ ક્રિકેટરની એક ટ્વિટથી પાકિસ્તાની ક્રિકેટ બોર્ડમાં મચી ગયું ઘમાસાણ, ફક્ત 4 શબ્દો લખ્યા અને આવી ગયો ભૂકંપ.. જુઓ શું કહ્યું ?

ન્યુઝીલેન્ડ સામેની સિરીઝ પહેલા થયેલી પાકિસ્તાની ટીમની જાહેરાત બાદ આ ખેલાડીએ કરી નાખી એવી ટ્વિટ કે આવી ગયો ભૂકંપ.. જુઓ

Mohammad Hafeez’s displeasure at PCB : પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ન્યૂઝીલેન્ડ સામેની ટી-20 શ્રેણી માટે ટીમની જાહેરાત કરી દીધી છે. પરંતુ આ પસંદગીમાં એક મોટો વળાંક છે. આ ટ્વિસ્ટ બાદ પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન મોહમ્મદ હાફીઝ નાખુશ દેખાઈ રહ્યા છે. જે બાદ તેણે X પર એક પોસ્ટ કરી. તેમની આ પોસ્ટ ચર્ચાનો વિષય બની છે. વાસ્તવમાં મોહમ્મદ આમિર અને ઈમાદ વસીમે નિવૃત્તિનો નિર્ણય પાછો ખેંચી લીધો છે. એટલે કે બંને ખેલાડીઓ પુનરાગમન કરી રહ્યા છે. પરંતુ પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર અને ટીમના અગાઉના ડિરેક્ટર મોહમ્મદ હાફીઝ આ નિર્ણયથી બિલકુલ ખુશ દેખાતા નથી.

હાફિઝે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરીને PCB પર નિશાન સાધ્યું છે. તેણે લખ્યું, “#RIP પાકિસ્તાન ઘરેલુ ક્રિકેટ” આ સીધો સંદેશ છે કે પીસીબીના આ નિર્ણયથી સ્થાનિક ક્રિકેટને નુકસાન થઈ રહ્યું છે. વાસ્તવમાં, પીસીબી પાસે યુવા સ્થાનિક ખેલાડીઓને તક આપવાની સારી તક હતી. પરંતુ તેના બદલે તેણે અનુભવી ખેલાડીઓને પાછા બોલાવ્યા જેઓ પહેલાથી જ નિવૃત્ત થઈ ચૂક્યા છે. હાફિઝની આ ટિપ્પણીએ બધાનું ધ્યાન ખેંચ્યું છે.

કેટલાક લોકો તેને સપોર્ટ કરી રહ્યા છે તો કેટલાક ટીમ ડાયરેક્ટર હોવા દરમિયાન તેના ખરાબ પ્રદર્શન માટે તેને જવાબદાર ઠેરવી રહ્યા છે. હફીઝની પોસ્ટ જોઈને ચાહકોનું માનવું છે કે તેણે આ વાત મોહમ્મદ આમિર અને ઈમાદ વસીમની ટીમમાં વાપસી બાદ કહી છે. મોહમ્મદ આમિર 4 વર્ષ બાદ પાકિસ્તાની ટીમમાં વાપસી કરી રહ્યો છે. તેણે ટી20 વર્લ્ડ કપ પહેલા પોતાને ટીમ માટે ઉપલબ્ધ જાહેર કર્યો હતો. અંતે, તેની વાપસીની ઈચ્છા પૂરી કરતા પીસીબીએ તેને ન્યુઝીલેન્ડ સામેની 5 મેચની સીરીઝ માટે ટીમમાં સામેલ કર્યો છે.

ઓલરાઉન્ડર ઈમાદ વસીમે પણ ગયા નવેમ્બરમાં નિવૃત્તિની જાહેરાત કરી હતી. પરંતુ, ટૂંકા ફોર્મેટમાં તેના શાનદાર પ્રદર્શન અને પાકિસ્તાન સુપર લીગમાં તેની ટીમની જીત બાદ, પીસીબીએ તેને પરત ફરવા માટે મનાવી લીધો. આમિર, સલમાન બટ્ટ અને મોહમ્મદ આસિફને 2010માં પાકિસ્તાનના ઈંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન સ્પોટ ફિક્સિંગ માટે પ્રતિબંધનો સામનો કરવો પડ્યો હતો. તેની સજા ભોગવીને અને 2016 માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પરત ફર્યા છતાં, આમિર ક્રિકેટમાં વિવાદાસ્પદ રહ્યો.

Niraj Patel