રવિન્દ્ર જાડેજાનો વિનિંગ ચોક્કો, ધોનીએ મેચ બાદ જાડ્ડુને ઉઠાવી મનાવ્યો જશ્ન…પેવેલિયનમાં બેસેલા ધોની છેલ્લા બોલ પર આંખો બંધ કરી કરી રહ્યા હતા પ્રાર્થના

કેપ્ટન કુલ ધોની અને ફિનિશર જાડેજા…ધોનીએ જાડેજાને ઉઠાવી મનાવ્યુ જીતનું જશ્ન, ચેન્નાઇના ચેમ્પિયન બન્યા બાદ તસવીરો અને વીડિયોમાં જુઓ ઇમોશનલ મોમેન્ટ

IPL 2023 CSK vs GT Final: મહેન્દ્ર સિંહ ધોનીની આગેવાની હેઠળની ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)એ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023માં ધમાલ મચાવી દીધી. વરસાદના કારણે લાંબી રાહ જોયા બાદ આખરે આ સીઝનનું પરિણામ રિઝર્વ ડે (29 મે) ના રોજ આવ્યું. આ ટાઇટલ મેચ ઉતાર-ચઢાવથી ભરેલી હતી.

આ રોમાંચક ફાઇનલમાં ચેન્નાઇએ ગુજરાત ટાઇટન્સને 5 વિકેટે હરાવ્યું. જણાવી દઇએ કે આ ફાઇનલ મેચ રવિવારે (28 મે) ના રોજ રમાવાની હતી,પણ વરસાદને કારણે એક દિવસ માટે સ્થગિત કરવામાં આવી અને રિઝર્વ-ડે (29 મે) પર યોજાઈ. આ પરિણામ માટે ચાહકોને બે દિવસ રાહ જોવી પડી હતી. રિઝર્વ ડેમાં પણ વરસાદે પીછો છોડ્યો ન હતો.

ગુજરાતે 20 ઓવરમાં 214 રન બનાવ્યા હતા. આ પછી વરસાદને કારણે ડકવર્થ-લુઈસ નિયમ હેઠળ 15 ઓવરની મેચ રમાઈ અને ચેન્નાઈને 171 રનનો ટાર્ગેટ મળ્યો.જેના જવાબમાં ધોનીની ટીમે મેચ અને ટાઇટલ જીતી લીધું. પણ ધોની માટે વરસાદથી વિક્ષેપિત આ ફાઇનલ મેચ જીતવી એટલી સરળ ન હતી, જેટલું CSK ટીમના ચાહકો માની રહ્યા હતા.

મેચમાં ઘણી વખત એવું લાગતું હતું કે ગુજરાત આ મેચ જીતશે, પરંતુ ધોનીની થોડી ચતુરાઈ અને પછી રવિન્દ્ર જાડેજાની શ્રેષ્ઠ ફિનિશ કામમાં આવી. IPL 2023ની ફાઈનલ જીતીને ચેન્નાઈ સુપર કિંગ્સ પાંચમી વખત ચેમ્પિયન બની છે.ટીમના ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ તેમજ ચાહકો માટે આ ક્ષણ ખૂબ જ મહત્વપૂર્ણ હતી.

ચેન્નાઈની જીત બાદ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ જોરદાર ઉજવણી કરી હતી. તેણે રવિન્દ્ર જાડેજાને ઊંચકી લીધો ગતો. આ વીડિયોને IPL દ્વારા ટ્વીટ કરવામાં આવ્યો છે. આ વીડિયો જોઈને ફેન્સ પણ ઈમોશનલ થઈ ગયા હતા. IPL 2023ની ફાઈનલ મેચ અમદાવાદમાં રમાઈ હતી. પ્રથમ બેટિંગ કરતા ગુજરાત ટાઇટન્સે 214 રન બનાવ્યા હતા.

જેના જવાબમાં વરસાદના કારણે ચેન્નાઈને ડકવર્થ લુઈસ નિયમ દ્વારા 171 રનનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો. ચેન્નાઈએ 5 વિકેટ રાખીને મેચ જીતી લીધી હતી. જાડેજાએ 15મી ઓવરના છેલ્લા બોલ પર ચોગ્ગો અને તેની આગળના બોલ પર સિક્સ ફટકારીને ટીમને જીત અપાવી હતી. ચેન્નાઈની જીત બાદ ધોની-જાડેજાની સાથે બાકીના ખેલાડીઓ પણ ઉજવણીના માહોલમાં ઉમટી પડ્યા હતા.

IPL 2023 ફાઇનલ મેચને લઇને વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં સ્ટેડિયમનો નજારો ગજબ જોવા મળી રહ્યો છે. આખુ સ્ટેડિયમ રોશનીથી ઝગમગી ઉઠ્યુ હતુ.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

આ ઉપરાંત પણ મિડ મેચમાં પરફોર્મન્સે રંગ લાવી દીધો હતો. 29 મેએ રૈપર-સિંગર કિંગના અવાજે દર્શકોને મંત્રમુગ્ધ બનાવી દીધા હતા. જ્યારે કિંગ એ સુપર હિટ ગીત તૂ માન મેરી જાન, તુજે જાને ના દૂંગા ગાયુ ત્યારે સ્ટેડિયમમાં બેઠેલા દર્શકો પણ ઝૂમી ઉઠ્યા હતા.

Shah Jina