રિવાબા જાડેજાએ પતિ રવિન્દ્ર જાડેજાને બધાની સામે લગાવ્યા ગળે, સોશિયલ મીડિયા પર તસવીરો થઇ વાયરલ- જુઓ વીડિયો

MLA પત્નીએ આવી રીતે વરસાવ્યો રવિન્દ્ર જાડેજા પર પ્રેમ, IPL જીત્યા બાદ મેદાન પર છલકાયા ખુશીના આંસુ- જુઓ તસવીરો અને વીડિયો

Rivaba Jadeja hugs Ravindra Jadeja : IPL 2023ને તેનો વિજેતા મળી ગયો છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી ફાઇનલ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સે છેલ્લા બોલે ગુજરાત ટાઇટન્સને હરાવીને પાંચમી વખત IPL ટાઇટલ પોતાના નામે કર્યુ છે. ચેન્નાઈ તરફથી રવિન્દ્ર જાડેજાએ માત્ર છ બોલમાં 15 રનની ઈનિંગ રમી હતી. છેલ્લી ઓવરમાં ચેન્નાઈને જીતવા માટે 13 રનની જરૂર હતી. પ્રથમ ચાર બોલમાં માત્ર ત્રણ રન જ બન્યા હતા.

આ પછી જાડેજાએ પાંચમા બોલ પર સિક્સર ફટકારી અને મેચના છેલ્લા બોલ પર ચોગ્ગો ફટકારીને ચેન્નાઈને ખિતાબ અપાવ્યો. જીત બાદ જાડેજાની પત્ની રીવાબા ઇમોશનલ થઇ ગયા હતા અને તેમણે જાડેજાને ગળે લગાવ્યા હતા. સ્ટેન્ડમાં બેઠેલી રીવાબાએ મેચ પૂરી થતાની સાથે જ તેના સાથી ખેલાડીઓને ગળે લગાવ્યા હતા. રિવાબા જાડેજા મેચ પૂરી થતાં જ મેદાન પર પહોંચ્યા હતા અને પતિને ગળે લગાવ્યા હતા. રવિન્દ્ર જાડેજા અને તેની પત્ની રીવાબા જાડેજાની તસવીરો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહી છે,

જેના પર લોકો પ્રેમ વરસાવી રહ્યા છે. મેચમાંથી બહાર આવી રહેલી આ ભાવનાત્મક પળો ચાહકોને ખૂબ જ પસંદ આવી રહી છે. ચેન્નાઈની ટીમ પાંચમી વખત આઈપીએલની વિજેતા બની છે, જેમાં રવિન્દ્ર જાડેજાનું ઘણું યોગદાન છે. તેણે માત્ર ફાઈનલ મેચમાં જ શાનદાર પ્રદર્શન કર્યું ન હતું, પરંતુ તે સમગ્ર સિઝન દરમિયાન સારા ફોર્મમાં રહ્યા હતા. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આ ફાઈનલ મેચ જોવા લાખો લોકો પહોંચ્યા હતા.

જ્યારે કેટલાક લોકો એમએસ ધોનીની ચેન્નાઈ સુપર કિંગ્સનું સમર્થન કરી રહ્યા હતા, તો ઘણા હાર્દિક પંડ્યાની ગુજરાત ટાઇટન્સને પણ ચીયર કરતા જોવા મળ્યા હતા. જાડેજા પોતે ગુજરાતનો છે પરંતુ તેના કરિશ્માને કારણે ચેન્નાઈએ પાંચમી વખત ટાઈટલ જીત્યું છે. ગુજરાત ટાઇટન્સે ફાઇનલમાં ચેન્નાઇ સુપર કિંગ્સ સામે 215 રનનો મોટો લક્ષ્યાંક રાખ્યો હતો. આ ટાર્ગેટનો પીછો કરતા ચેન્નાઈની ટીમ જેવી જ બેટિંગ કરવા આવી તો વરસાદ આવ્યો અને તેણે મેચ અટકાવી દીધી.

જોકે, મોડી રાત્રે મેચ શરૂ થઈ અને ચેન્નાઈની ટીમ એવી રીતે રમી કે બધાના હોંશ ઉડી ગયા. તેણે ગુજરાત ટાઇટન્સને પાંચ વિકેટથી હાર આપી IPL 2023નું ટાઇટલ પોતાના નામે કર્યુ.જણાવી દઇએ કે, રિવાબા જાડેજા ભાજપના ધારાસભ્ય છે. ગયા વર્ષની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જામનગર ઉત્તર બેઠક પરથી ભાજપની ટિકિટ પર ચૂંટણી જીતનાર રીવાબા અન્ય ક્રિકેટરોની પત્નીની જેમ IPL દરમિયાન ટીમ સાથે નથી રહેતા.

રવિન્દ્ર જાડેજાએ ચેમ્પિયનશિપ જીતીને આટલા લાંબા સમય પછી પત્નીને મળવું વધુ ખાસ બનાવ્યું હતું. પોતાના હોમ ક્રાઉડની સામે પાંચમું ટાઈટલ જીત્યા બાદ જાડેજાએ કહ્યું કે હું ગુજરાતનો છું અને તે એક ખાસ લાગણી છે. હું CSK ચાહકોને ખૂબ અભિનંદન આપવા માંગુ છું જેઓ અમને સમર્થન આપવા માટે આવ્યા હતા. હું આ જીત એમએસ ધોનીને સમર્પિત કરવા માંગુ છું.

Shah Jina