એરપોર્ટ પર પાસપોર્ટ લઇ જવાનો જ ભૂલી ગઇ મૌની રોય, ટ્રોલર્સ બોલ્યા- “નાગિન બની ઘૂસી જા…”
Mouni Roy forgets passport : ટીવીથી લઈને ફિલ્મોમાં અભિનયથી લોકોનું ધ્યાન ખેંચનારી અભિનેત્રી મૌની રોય પોતાના કામ પ્રત્યે ખૂબ જ ગંભીર છે અને દરેક પાત્રને ખૂબ સારી રીતે ભજવે છે. તે છેલ્લે રણબીર કપૂર અને આલિયા ભટ્ટ સ્ટારર ‘બ્રહ્માસ્ત્ર’માં જોવા મળી હતી. જે બાદ તેના સ્ટારડમને ચાર ચાંદ લાગી ગયા. પરંતુ કરિયરની સફરમાં સિન્સિયર મૌની રોય તેની એક હવાઈ મુસાફરી દરમિયાન થોડી બેદરકાર સાબિત થઈ છે, તેણે બુધવારે તેની ફ્લાઈટ પહેલા એક મોટી ભૂલ કરી હતી.
મૌની પાસપોર્ટ ભૂલી ગઈ
ઘણીવાર આપણા બધાને પ્રવાસ પર જતા પહેલા એવું સપનું આવે છે કે આપણે ચેક ઇન કરવા માટે એરપોર્ટ પર પહોંચ્યા છીએ અને ત્યાં ખબર પડે છે કે આપણે પાસપોર્ટ ઘરે જ ભૂલી ગયા છીએ. પરંતુ બોલિવૂડ અભિનેત્રી મૌની રોય માટે આ દુઃસ્વપ્ન સાકાર થયું. બુધવારે સવારે જ્યારે તે એરપોર્ટ પર પહોંચી ત્યારે તે પાસપોર્ટ ભૂલી ગઇ. આ વીડિયોને શેર કરતા સેલિબ્રિટી ફોટોગ્રાફર વિરલ ભયાણીએ કેપ્શનમાં લખ્યું કે, ‘સૌથી ખરાબ સ્વપ્નઃ પાસપોર્ટ ભૂલી જવું’.
સ્માઇલ સાથે સમસ્યાઓનો સામનો કર્યો
આ વીડિયોમાં મૌની રોય ખૂબ જ સ્ટાઇલિશ લુકમાં જોવા મળી રહી છે. ટ્વીનિંગ કરતી વખતે તેણે પાયજામા અને શર્ટ પહેર્યા છે. આ દરમિયાન તેણે વાળ ખુલ્લા રાખ્યા છે અને તેણે આ આરામદાયક ડ્રેસ સાથે પગમાં સ્પોર્ટ્સ શૂઝ પહેર્યા છે. આ ઉપરાંત તેણે ગોગલ્સ પણ પહેર્યા છે. આ મુશ્કેલીના સમયમાં પણ મૌનીના ચહેરા પર સ્મિત જોવા મળે છે.
યુઝર્સે કરી ટ્રોલ
આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા પછી યુઝર્સે મૌનીને ટ્રોલ કરવાનું શરૂ કર્યું. એક યુઝરે લખ્યું, ‘પેપરાજીને ફોન કરવાના ચક્કરમાં પાસપોર્ટ ભૂલી ગઇ.’ બીજાએ કોમેન્ટ કરી, ‘કેટલું અને શું-શું યાદ રાખે બિચારી… મેકઅપ, હેરડ્રેસ, બેગ..’ એક યુઝરે લખ્યું છે કે, ‘નાગિન હો કિસી બાત કા ડર હૈ.’ જણાવી દઈએ કે મૌની રોયે ટીવી સીરિયલ ‘નાગિન’માં નાગિનનો રોલ કર્યો છે. એકે તો એવું પણ કહી દીધુ કે નાગિન બનીને ઘૂસી જા.
આ ફિલ્મમાં જોવા મળી હતી મૌની રોય
મૌની રોયે તેના બોલિવૂડમાં રાજકુમાર રાવ, અક્ષય કુમાર જેવા કલાકારો સાથે કામ કર્યું છે. તે કેટલીક ફિલ્મોના સુપરહિટ આઈટમ સોંગ્સમાં જોવા મળી છે. તે છેલ્લે ‘બ્રહ્માસ્ત્ર ભાગ 1: શિવા’માં જોવા મળી હતી. મૌની હાલમાં તેની આગામી ફિલ્મ ‘ધ વર્જિન ટ્રી’નું શૂટિંગ કરી રહી છે. હાલમાં જ તે રિયાલિટી શો ‘ડાન્સ બંગલા ડાન્સ 12’માં જજ તરીકે જોવા મળી હતી.
View this post on Instagram