વાહ શું સંસ્કાર છે ! આટલી નાની ઉંમરમાં એક જ શ્વાસમાં આખું શિવ તાંડવ બોલે છે આ ટેણીયું, વીડિયો જોઈને લોકો અભિભૂત થઇ ગયા, જુઓ તમે પણ
Child Sung Shiva Tandava Shrota : આજના બાળકો મોબાઈલ પાછળ ઘેલા બન્યા છે, નાના બાળકો આજે મોબાઈલ ફટાફટ વાપરતા હોય છે અને તેમાં પણ ગેમ અને કાર્ટૂન મળી જાય તો મોબાઈલ છોડવાનું નામ પણ ના લે અને સમયે ખાવા અને સુવાનું પણ તેમને ભાન ના રહે. ત્યારે ઘણા વાલીઓ પણ તેમના કામમાં બાળકો અડચણ ના કરે તે માટે થઈને તેમને મોબાઈલ પકડાવી દેતા હોય છે.
એક જ શ્વાસમાં ટેણીયાએ ગાયું શિવ તાંડવ :
પરંતુ ઘણા વાલીઓ એવા પણ હોય છે જે પોતાના બાળકોને મોબાઈલ ના બદલે ધાર્મિક ગીતો શીખવે છે, શ્લોક શીખવે છે. તમે સોશિયલ મીડિયામાં ઘણા નાના બાળકોને આવા શ્લોક અને ભક્તિ ગીતો બોલતા સાંભળ્યા હશે. ત્યારે હવે વધુ એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં એક નાનું બાળક એક જ શ્વાસમાં શિવ તાંડવ બોલતું જોવા મળી રહ્યું છે.
કપરા શબ્દો પણ યાદ રહી ગયા :
આ વીડિયો ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ @shivanshprajapati021 પરથી શેર કરવામાં આવ્યો છે. આ વિડિયોમાં એક નાનું બાળક શિવ તાંડવ સ્તોત્રનું પાઠ કરી રહ્યું છે. સામાન્ય રીતે શિવ તાંડવ શ્રોતના કેટલાક શબ્દો એવા પણ હોય છે જે યાદ રાખવા પણ મુશ્કેલ બની જાય છે, પરંતુ આ ટેણીયું તે શબ્દોને પણ કડકડાટ બોલી જાય છે. જે લોકોને ખુબ જ પસંદ આવી રહ્યું છે.
View this post on Instagram
યુઝર્સ થયા પ્રભાવિત :
આ વાયરલ વીડિયોમાં બાળક ખેતરમાં ઉભું છે. તેની ઉંમર 5-6 વર્ષથી વધુ નથી લાગતી. વેસ્ટ અને શોર્ટ્સ પહેરેલા આ બાળકનું નામ શિવાંશ પ્રજાપતિ છે. ઈન્સ્ટાગ્રામ પર તેના ફોલોઅર્સની સંખ્યા 2 લાખ સુધી છે. વિડિયો બનાવનાર વ્યક્તિ તેને શિવ તાંડવ સ્તોત્રનો પાઠ કરવાનું કહે છે અને પછી બાળક સંપૂર્ણ અભિવ્યક્તિમાં અદ્ભુત રીતે સંપૂર્ણ પાઠ કરવાનું શરૂ કરે છે. તેની અદભૂત ઉર્જા અને અદ્ભુત શબ્દપ્રયોગ સાંભળીને દરેક વ્યક્તિ દંગ રહી જાય છે.