આવો અમીર વ્યક્તિ તમે આજ પહેલા નહિ જોયો હોય, જે રોકડાની પેટી ભરીને પહોંચ્યો લક્ઝુરિયસ કારના શોરૂમમાં, અને ધડાધડ ખરીદી એટલી મોંઘી ગાડીઓ કે.. જુઓ વીડિયો

કરોડોની લક્ઝુરિયસ કાર તો એવી રીતે ખરીદી જાણે કે કપડાના શોરૃમમાંથી કપડાં ખરીદ હોય, શેખના વીડિયોએ મચાવી દીધી છે ધૂમ, જુઓ

Sheikh reached the Car showroom : દુનિયામાં દરેક વ્યક્તિની ઈચ્છા હોય છે કે તે ધનવાન બને અને વૈભવી જીવન જીવે, પરંતુ આ ઈચ્છા દરેક વ્યક્તિની પૂર્ણ નથી પણ થઇ શકતી, પરંતુ જેની પાસે પૈસા છે તે તો બધું જ ખરીદી શકે છે, તેમના દરેક શોખ પુરા કરી શકે છે. સોશિયલ મીડિયામાં પણ તમે ઘણા લોકોની વૈભવી લાઈફ સ્ટાઇલ જોઈ હશે. ત્યારે હાલ એક એવા જ વ્યક્તિનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે જે કરોડોના બંડલ પેટીમાં લઈને કાર ખરીદવા માટે જાય છે.

કરોડો દિરહામ લઈને શોરૂમ પહોંચ્યો શેખ :

તમે દુનિયામાં એક કરતા વધારે અમીર વ્યક્તિઓ જોયા હશે પણ તમે આવા અમીર વ્યક્તિ નહિ જોયા હોય. રઈસ શેખનો વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં શેખ પોતાના સુરક્ષાકર્મીઓ સાથે કરોડો દિરહામ રોકડ લઈને કારના શોરૂમમાં પહોંચે છે. તે કારના શોરૂમના માલિકને સૌથી મોંઘી કાર વિશે પૂછે છે.

કપડાંની જેમ ખરીદી કરોડોની કાર :

પરંતુ આ શેખને તે કાર મોંઘી લાગતી નથી તેથી તે શોરૂમમાં હાજર કરોડોની કિંમતની ઘણી કાર એવી રીતે ખરીદે છે જાણે કોઈ કપડા ખરીદતું હોય. એટલું જ નહીં, આ દરમિયાન તે કર્મચારીઓને લાખો દિરહામના બંડલ વહેંચે છે અને કહે છે કે જાઓ અને કોફી પીને આવજો. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા જ લોકોના હોશ ઉડાવી રહ્યો છે.

લોકો પણ રહી ગયા હેરાન :

સોશિયલ મીડિયાના ઘણા બધા પ્લેટફોર્મ પર આ વ્યક્તિના વીડિયોને શેર કરતા જ હડકંપ પણ મચી ગયો કે અને લોકો એ જાણવા માટે ઉત્સુક બની ગયા કે આખરે આ વ્યક્તિ છે કોણ ? જે આટલા પૈસા ઉડાવી રહ્યો છે. ત્યારે ઘણા લોકો આ વીડિયો ખાલી મનોરંજન હેતુ માટે બનાવ્યો હોવાનું પણ જણાવી રહ્યા છે. ગુજ્જુરોક્સ પણ આ વીડિયોની પુષ્ટિ નથી કરતું.

Niraj Patel