જ્વાળામુખી પર પિઝા બનાવીને ખુબ જ રોમાંચથી ખાધો આ મહિલાએ, વીડિયો પણ કર્યો શેર, જોઈને તમે પણ હેરાન રહી જશો, જુઓ

દુનિયામાં કેવી અજબ ગજબની જગ્યાઓ છે ! આ જગ્યાએ જ્વાળામુખી પર બને છે પીઝા અને લોકો હોંશે હોંશે ખાય છે, જુઓ વીડિયો

Pizza made on a volcano : આપણા દેશમાં ખાણીપીણીના શોખીનો તમને ખૂણે ખૂણે મળી જશે. વળી ઘણા લોકોના શોખ તો એવા હોય છે જે કેટલીક વસ્તુઓ ખાવા માટે દૂર દૂર પણ પહોંચી જતા હોય છે. તમે પહાડોની મેગી વિશે તો ઘણું સાંભળ્યું હશે, ક્યારેક તમે ખાધી પણ હશે, પરંતુ શું તમે જ્વાળામુખી વાળો પીઝા ક્યારેય ખાધો છે ? હાલ સોશિયલ મીડિયામાં એવા જ એક પીઝાનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે.

જ્વાળામુખી પર બનાવ્યા પીઝા :

એક ઇન્સ્ટાગ્રામ યુઝર્સ એલેક્ઝાન્ડ્રા તાજેતરમાં ગ્વાટેમાલા ગઈ હતી જ્યાં તેણે એક અનોખો પિઝા ટ્રાય કર્યો હતો. આ પિઝા ખરેખર સક્રિય જ્વાળામુખી પર બનાવવામાં આવ્યો હતો. તેણે શેર કરેલા વીડિયોમાં તે જ્વાળામુખી પર પકવેલા પિઝાની મજા માણી રહી છે. એલેક્ઝાન્ડ્રાએ તેના કેપ્શનમાં લખ્યું. જ્વાળામુખી પર પકાવેલા પિઝા ખાવા માટે ગ્વાટેમાલા આવ્યા છે. ઓકે સંમત થયા કે અમે ફક્ત આ માટે નથી આવ્યા પરંતુ તે બોનસ હતું.

પોતાનો અનુભવ કર્યો શેર :

તેણે આગળ લખ્યું  આ જ્વાળામુખી સક્રિય છે. છેલ્લી વખત તે 2021 માં વિસ્ફોટ થયો હતો. અહીં ખૂબ ઠંડી છે, તેથી ખૂબ કપડાં પહેરીને આવો. વીડિયોની શરૂઆતમાં એક વ્યક્તિ કાચો પિઝા જમીન પર મૂકીને તેને ઢાંકતો બતાવવામાં આવ્યો છે. થોડા સમય પછી તે તેને બહાર કાઢીને સર્વ કરે છે. બાકીના વિડિયોમાં એલેક્ઝાન્ડ્રા આ અનોખી રીતે પકાવેલા પિઝાની મજા લેતી જોવા મળે છે.  એબીસીના રિપોર્ટ અનુસાર, ગ્વાટેમાલાનું એક શહેર સેન વિસેન્ટે પકાયા એકમાત્ર એવી જગ્યા છે જ્યાં જ્વાળામુખીની અંદર પિઝા રાંધવામાં આવે છે.

લાખો લોકોએ જોયો વીડિયો : 

પિઝા પકાયા તરીકે ઓળખાતી આ રેસ્ટોરન્ટની શરૂઆત ડેવિડ ગાર્સિયાએ કરી હતી. કેટલાક પ્રવાસીઓને જ્વાળામુખીની ગુફાઓમાં માર્શમેલો શેકતા જોઈને તેમને આ વ્યવસાયનો વિચાર આવ્યો. આ વીડિયો 2 જુલાઈના રોજ પોસ્ટ કરવામાં આવ્યો હતો. શેર કરવામાં આવી ત્યારથી, ક્લિપને એક મિલિયનથી વધુ વખત જોવામાં આવી છે, અને સંખ્યા સતત વધી રહી છે. આ સાથે જ વીડિયોને ઘણી લાઈક્સ અને કોમેન્ટ્સ પણ મળી છે. સાથે જ આ વીડિયો પર લોકોએ ઘણી કોમેન્ટ કરી છે.

Niraj Patel