વરસતા વરસાદની અંદર પણ લોકોને ગરમા ગરમ ખાવાનું પહોચવતા ફૂડ ડિલિવરી બોય માટે આ વ્યક્તિએ જે કર્યું એ જોઈને સલામ કરશો !, વાયરલ થયો વીડિયો

દરેક પરિસ્થિતિમાં જમવાનું પહોચવતા ફૂડ ડિલિવરી બોય માટે આ ભાઈએ બનાવી દીધું રિલેક્સ સ્ટેશન, જુઓ વીડિયો

Delivery Boys Relax Station : હાલ ચોમાસાનો સમય ચાલી રહ્યો છે અને ઠેર ઠેર ધોધમાર વરસાદ પણ વરસી રહ્યો છે. ત્યારે આવા સમય લોકો પોતાનું જમવાનું ઓનલાઇન માંગવાનું વધારે પસંદ કરતા હોય છે. કારણ કે ચોમાસામાં ગરમ ખાવાની મજા જ કંઈક અલગ હોય છે. પરંતુ તમારા ઘર સુધી આ ફૂડ પહોચવવામાં ડિલિવરી બોય ખુબ જ મહેનત કરતા હોય છે અને વરસાદમાં પલળીને પણ ડિલિવરી પહોચવતા હોય છે.

ફૂડ ડિલિવરી બોયનીઓ વ્યથા :

ચોમાસા દરમિયાન મેટ્રો શહેરોમાં આવા દૃશ્યો ખૂબ જ સામાન્ય છે. હવામાનની સ્થિતિ ભલે ગમે તેટલી ગંભીર હોય, વરસાદ પડતો હોય કે કાળઝાળ ગરમી ચાલુ હોય, ડિલિવરી બોયને સમયસર લોકોના ઓર્ડર તેમના ઘર સુધી પહોંચાડવાના હોય છે. ત્યારે આ ડિલિવરી બોયની વ્યથાને પણ બહુ ઓછા લોકો સમજતા હોય છે.  ઈન્સ્ટાગ્રામ ઈન્ફ્લુએન્સર સિદ્ધેશ લોકરેએ પોતાના એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે જેમાં તેણે લોકોને આ રિલેક્સ સ્ટેશન વિશે જાણકારી આપી છે.

ઇન્ફ્લ્યુન્સરે બનાવ્યું વિરામ સ્ટેશન :

તેણે શેર કર્યું કે જ્યારે તેણે ડિલિવરી એજન્ટોને વરસાદમાં કામ કરતા જોયા, ત્યારે તેણે વિચાર્યું કે શા માટે એક સ્ટોપઓવર સ્થળ ન બનાવવું જ્યાં તેઓ વિરામ લઈ શકે અને ખાવા માટે કંઈક કરી શકે. સિદ્ધેશ લોકરે થોડો નાસ્તો, ચા તૈયાર કરી અને જેમને જરૂર પડી શકે તેમના માટે રેઈનકોટની વ્યવસ્થા કરી. તેને કેપશનમાં લખ્યું “આ આરામ સ્ટેશન એ અમારા ડિલિવરી નેટવર્ક દ્વારા દર્શાવવામાં આવેલા તમામ પ્રયત્નો અને બહાદુરીની પરાકાષ્ઠા છે જે અમને આરામ અને ખોરાક આપવામાં ક્યારેય નિષ્ફળ જતા નથી,”

લોકોએ કરી આ કામની પ્રસંશા :

સિદ્ધેશે વધુમાં ઉમેર્યું, “જો કે, આ ડિલિવરી એજન્ટો સાથે વાતચીત કરતી વખતે, મને ગર્વ અને જુસ્સાની લાગણી અનુભવાઈ જેઓ તેમની નોકરી પ્રત્યે ખૂબ જ સક્રિય અને પ્રેરિત છે. તેઓ આખો દિવસ ખોરાક પહોંચાડવાનું કામ કરે છે, પરંતુ શું કોઈ તેમના વિષે કંઈપણ વિચારતું નથી. તેઓ પ્રેમ કરે છે. તેઓ જે કરે છે તે કરવા માટે, ચોમાસા કે ઉનાળાને ધ્યાનમાં લીધા વિના.” આ પોસ્ટ બે દિવસ પહેલા શેર કરવામાં આવી હતી. જેને લાખો લોકો જોઈ ચુક્યા છે અને આ કામના વખાણ પણ કરી રહ્યું છે.

Niraj Patel