2-2 પત્નીઓ વાળા ફેમસ યુટ્યુબર અરમાન મલિકનો દીકરો ઝૈદ શીખ્યો બોલતા, પહેલો શબ્દ સાંભળીને હેરાન રહી ગઈ પત્ની કૃતિકા, જુઓ વીડિયો

યુટ્યુબર અરમાન મલિકના દીકરા ઝૈદે પોતાનો પહેલો શબ્દ બોલ્યો “પાપા”, પત્ની કૃતિકા મલિકે કર્યો ખુલાસો

Kritika Malik Listen Son First Mouth Word : ભારતની અંદર ફિલ્મી સિતારાઓની જેમ જ ઘણા સોશિયલ મીડિયા ઈનફ્લુએન્સર અને યુટ્યુબર પ્રખ્યાત થઇ ગયા છે. તેમનો પણ એક વિશાળ ચાહકવર્ગ છે અને એટલે જ તેઓ તેમના પ્રોફેશન અને પર્સનલ જીવનને લઈને હંમેશા ચર્ચામાં રહેતા હોય છે. એવો જ એક યુટ્યુબર છે અરમાન મલિક. જે તેના બે લગ્ન અને હવે તેમના બાળકોને લઈને પણ સતત ચર્ચામાં છે.

અરમાન મલિકની પત્નીઓ શેર કરે છે બાળકોના વીડિયો :

યુટ્યુબર અરમાન મલિક તેની પત્નીઓ કૃતિકા મલિક અને પાયલ મલિક સાથે તેના જીવનનો શ્રેષ્ઠ સમય પસાર કરી રહ્યો છે. કૃતિકાએ 6 એપ્રિલ 2023 ના રોજ તેનું અને અરમાનના પુત્ર ઝૈદનું સ્વાગત કર્યા પછી તેના જીવનમાં પ્રથમ વખત માતૃત્વ સ્વીકાર્યું. ત્યારથી, આ દંપતીએ તેમના જીવનમાં તેમના નાના બાળકનું સ્વાગત કર્યું હતું અને તેની ઘણી બધી ઝલક તેઓ શેર પણ કરી ચુક્યા છે.

દીકરા ઝૈદ પહેલીવાર બોલ્યો :

9 જુલાઈ 2023 ના રોજ કૃતિકા મલિક અને પાયલ મલિકે તેમની YouTube ચેનલ ‘ફેમિલી ફિટનેસ’ પર એક નવો વ્લોગ અપલોડ કર્યો. વિડિયોમાં, બંને ઘરના કામકાજ સંભાળતા અને તેમના નાના બાળકો ઝૈદ, તુબા અને અયાનની સંભાળ લેતા જોઈ શકાય છે. જો કે, ઝૈદ વિશે તેમને જે ખુલાસો કર્યો હતો, તેને સૌનું ધ્યાન ખેંચ્યું હતું.

પત્ની કૃતિકાએ વીડિયોમાં જતાવી ખુશી :

વીડિયોના અંતે અરમાનની પત્ની કૃતિકાએ ખુલાસો કર્યો કે તેના પુત્ર ઝૈદે તેનો પહેલો શબ્દ ઉચ્ચાર્યો અને કહ્યું, “પાપા”. તેણે અરમાનની પ્રતિક્રિયા પણ જાહેર કરી અને તે પેમાળ હતું. તેના પપ્પા એટલા ખુશ હતા કે તેમણે તેમની પત્નીઓને દરેકને મીઠાઈ વહેંચવાનું પણ કહ્યું. જ્યારથી અરમાન મલિક અને કૃતિકા મલિક માતા-પિતા બન્યા છે, ત્યારથી તેઓ તેમના ચાહકોને તેમના બાળકની આરાધ્ય ઝલક શેર કરી રહ્યા છે.

Niraj Patel