સાઉથની સંસ્કારી હિરોઈન લગ્ન કર્યા વગર જ મમ્મી બનવાની છે, હવે દેખાડ્યો બાળકના બાપનો ફેસ, જુઓ
Ileana D’cruz Boyfriend Photo: ઇલિયાના ડીક્રુઝે થોડા સમય પહેલા જ પોતાની પ્રેગ્નેંસીની જાહેરાત કરી હતી. ત્યારથી બધા એ જાણવા ઉત્સુક હતા કે તેના થવાવાળા બાળકના પિતા કોણ છે? જો કે, આખરે અભિનેત્રીએ આ રહસ્ય પરથી પડદો ઉચકી દીધો છે. ઇલિયાનાએ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર તેના બોયફ્રેન્ડ સાથેની ‘ડેટ નાઇટ’ની રોમેન્ટિક તસવીરો શેર કરી છે.
ઇલિયાનાએ તેના બોયફ્રેન્ડનો સ્પષ્ટ ચહેરો બતાવ્યો
સોમવારે ઇલિયાના ડીક્રૂઝે તેના બોયફ્રેન્ડ સાથેની ત્રણ તસવીરોનો કોલાજ હાર્ટ ઇમોજી સાથે શેર કર્યો. તસવીરોમાં ઇલિયાના સ્ટ્રેપી રેડ આઉટફિટમાં જોવા મળી રહી છે, જ્યારે અભિનેત્રીનો મિસ્ટ્રી મેન બ્લેક શર્ટમાં જોઇ શકાય છે. તસવીરોમાં અભિનેત્રી તેના મિસ્ટ્રી મેન સાથે ખૂબ જ ખુશ દેખાઈ રહી છે અને તેના ચહેરા પર પ્રેગ્નેંલી ગ્લો પણ દેખાઈ રહ્યો છે. આ તસવીરો શેર કરતી વખતે ઇલિયાનાએ ડેટ નાઇટનો ઉલ્લેખ કર્યો છે.
ઇલિયાનાએ અગાઉ પાર્ટનરની બ્લર તસવીર કરી હતી શેર
જણાવી દઈએ કે ગયા મહિને ઇલિયાનાએ તેના બોયફ્રેન્ડની એક બ્લર તસવીર શેર કરી હતી. તે તસવીરમાં જોવા મળેલી અભિનેત્રીના બોયફ્રેન્ડની ઝલક લેટેસ્ટ તસવીરો સાથે મેળ ખાય છે. જો કે ઇલિયાનાએ તેના મિસ્ટ્રી મેનનો ચહેરો આજે જ જાહેર કર્યો છે, તે કોણ છે અને તે શું કરે છે તે અભિનેત્રીએ જાહેર કર્યું નથી.
પહેલા બેબી મૂનની તસવીરો કરી હતી શેર
રસપ્રદ વાત એ છે કે, એવી અફવાઓ હતી કે ઇલિયાના કેટરીના કૈફના ભાઈ સેબેસ્ટિયન લોરેન્ટને ડેટ કરી રહી છે, પરંતુ હવે અભિનેત્રીએ તેના બોયફ્રેન્ડ સાથેની તસવીરો શેર કર્યા બાદ આ અટકળો પર પૂર્ણવિરામ મુકાઈ ગયું છે.ઇલિયાના હાલમાં તેની પ્રેગ્નેંસી જર્ની ખૂબ એન્જોય કરી રહી છે. થોડા સમય પહેલા અભિનેત્રીએ તેના બેબી મૂનની તસવીરો પણ શેર કરી હતી. આ દરમિયાન ઇલિયાના તેના બેબી બંપને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી.
ઇલિયાના ડીક્રુઝ વર્કફ્રન્ટ
ઈલિયાના ડીક્રુઝ ‘બરફી’, ‘રુસ્તમ’, ‘બાદશાહો’, ‘રેઈડ’, ‘મેં તેરા હીરો’ જેવી ફિલ્મોમાં જોવા મળી છે. 18 એપ્રિલે ઇલિયાનાએ બે તસવીરો પોસ્ટ કરી તેની પ્રેગ્નેંસીની જાહેરાત કરી હતી. જે પછી તરત જ સોશિયલ મીડિયા યુઝર્સે તેના બાળકના પિતા વિશે અટકળો શરૂ કરી અને અભિનેત્રીને તેના વૈવાહિક સ્થિતિ વિશે પૂછપરછ કરવાનું શરૂ કર્યું. જો કે, હવે ઇલિયાનાએ તેના ગર્ભસ્થ બાળકના પિતાનો ચહેરો બતાવી દીધો છે.