ઇંટીમેટ સીન પર ટ્રોલ થઇ ‘ગદર-2’માં સની દેઓલની પુત્રવધુનો રોલ પ્લે કરનારી અભિનેત્રી, જુઓ પેલો વીડિયો

‘ગદર 2’ની રીલિઝ પહેલા લીક થયો એક્ટ્રેસનો અશ્લીલ વીડિયો, સોશિયલ મીડિયા પર તાબડતોડ થઇ રહ્યો છે વાયરલ, જુઓ

Simrat Kaur’s intimate pictures : બોલિવૂડમાં આ દિવસોમાં સની દેઓલની ફિલ્મ ગદર 2ને લઈને ચાહકોમાં ખાસ ક્રેઝ જોવા મળી રહ્યો છે. જો કે આ દરમિયાન ગદર 2માં સની દેઓલ અને અમીષા પટેલની ઓનસ્ક્રીન વહુની ભૂમિકા ભજવનાર સિમરત કૌરના બી-ગ્રેડ ફિલ્મોના કેટલાક ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. જેને લોકો ગદર 2ની ક્લિપ્સ કહી રહ્યા છે. આ વીડિયોને રિટ્વીટ કરીને અમીષા પટેલે કહ્યું છે કે ગદર 2 એકદમ સાફ સુથરી ફિલ્મ છે. આજે જ તેને જોવા જાવ.

સિમરતની બી-ગ્રેડ ફિલ્મોના ફોટા-વીડિયો વાયરલ
તમને જણાવી દઈએ કે સિમરતની બી-ગ્રેડ ફિલ્મોના ફોટા અને વીડિયો ટ્વિટર પર ગદર 2 સકીનાના નામથી શેર કરવામાં આવી રહ્યા છે. જેને લોકો ગદર 2ના દ્રશ્યો જણાવી રહ્યા છે. ત્યાં કેટલાક લોકોએ સિમરતને ગદર 2 જેવી ફિલ્મમાં કાસ્ટ કરવા પર સવાલો ઉઠાવ્યા છે. અમીષાએ અટકળો રોકવા માટે આ તસવીરો અને વીડિયોને રિ-ટ્વીટ કર્યા છે. ગદર 2 હંમેશા સ્વચ્છ રહી છે અને સ્વચ્છ રહેશે. કૃપા કરીને 11મી ઑગસ્ટના રોજ રિલીઝ થતી ગદર 2 જોવા જાઓ.

ગદર 2માં ઉત્કર્ષ શર્માની પત્ની
સાથે જ અમીષા પટેલે એ પણ સ્પષ્ટ કર્યું છે કે આ દ્રશ્યો ફિલ્મ ગદર 2ના નથી. સિમરત કૌરે ગદર 2માં ઉત્કર્ષ શર્માની પત્નીનો રોલ કર્યો છે. અમીષા પટેલે સિમરત કૌરનો બચાવ કરતા કહ્યું કે એક છોકરી હોવાના નાતે હું તમને બધાને કહેવા માંગુ છું કે માત્ર સકારાત્મકતા ફેલાવો અને આવી રીતે કોઈ છોકરીને શરમાવશો નહીં. સિમરત કૌર પંજાબની છે અને તેણે પોતાના કરિયરની શરૂઆત સાઉથની ફિલ્મોથી કરી હતી. સિમરત તેલુગુ ફિલ્મ ‘પ્રેમથો મી કાર્તિક’માં જોવા મળી હતી. આ ફિલ્મ ફ્લોપ રહી હતી પરંતુ સિમરતની એક્ટિંગ લોકોને પસંદ આવી હતી.

ભાયંદરથી બોલિવૂડની સફર ખૂબ જ સુખદ રહી : સિમરત
સિમરત હવે ગદર 2ને લઈને ચર્ચામાં છે. ત્યારે છેલ્લા કેટલાક દિવસથી વિવાદમાં ઘેરાયેલી સિમરત કૌરે સતત ટ્રોલિંગ પર પોતાનું મૌન તોડ્યું છે. અભિનેત્રીએ તેના ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી અને લખ્યું, “ભાયંદરથી બોલિવૂડની સફર ખૂબ જ સુખદ રહી… તે મારી મહેનત અને મારા લોકોના આશીર્વાદ અને પ્રેમની અજાયબી છે…” અભિનેત્રીએ આગળ લખ્યું, “મારી પાસે મારા પરિવાર અને મને પ્રેમ કરનારા તમામ લોકોનો આભાર માનવા માટે શબ્દો નથી. હું મારા તરફથી માત્ર એટલું જ કરી શકું છું કે તમને ગર્વ થાય.”

Shah Jina