મમ્મી રવીના ટંડન સાથે પાર્ટીમાં પહોંચી રાશા, વન પીસ ડ્રેસમાં ખૂબસુરતી સાથે જોવા મળી માસૂમિયત

રવીના ટંડન સાથે પાર્ટીમાં પહોંચી રાશા થડાની, તસવીરો જોઇ લોકોએ કહ્યુ- દીકરી વધારે સુંદર છે

Raveena’s daughter Rasha looks CHIC in black short dress : બોલિવૂડની ફેમસ એક્ટ્રેસ રવિના ટંડનની દીકરી રાશા થડાની સુંદરતાના મામલામાં કંઇ તેનાથી ઓછી નથી. રાશા બોલિવૂડ ડેબ્યૂની તૈયારી કરી રહી છે. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો તે અજય દેવગનના ભત્રીજા સાથે ઇન્ડસ્ટ્રીમાં પગ મૂકશે.ત્યારે છેલ્લા ઘણા સમયથી રાશા ચર્ચામાં છે અને અવાર નવાર તેને પેપરાજી દ્વારા સ્પોટ કરવામાં આવે છે અને આ દરમિયાન રાશાની ઘણી ગ્લેમરસ તસવીરો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે.

માં-દીકરીની જોડીએ લૂંટી લાઇમલાઇટ
રાશા પણ પેપરાજીઓની ફેવરેટ બની ગઇ છે. હાલમાં જ માં-દીકરી બંને સાથે જોવા મળ્યા હતા. આ દરમિયાન બંને ખૂબ જ સુંદર અને ગ્લેમરસ લાગી રહ્યાં હતાં. રવિના ટંડન અને તેની પુત્રી રાશા થડાની બંને એક પાર્ટીમાં જોવા મળ્યા હતા.ફિલ્મ નિર્માતા-લેખક હિમાંશુ શર્મા અને કનિકા ધિલ્લોનની હૉટ વોર્મિંગમાં બંને ઓલ-બ્લેક લૂકમાં આવ્યા હતા અને આ માં-દીકરીની જોડીએ ઘણી લાઇમલાઇટ લૂંટી હતી. તસવીરો અને વીડિયો જોઈને લોકો કહી રહ્યા છે કે રાશા બોલિવૂડના ઘણા સ્ટારકિડ્સને ટક્કર આપે છે.

ચાહકોએ કર્યા વખાણ
ચાહકો રાશા અને રવિનાના જોરદાર વખાણ કરી રહ્યા છે. જ્યાં લોકો રાશાને તેની માતાનો પડછાયો કહી રહ્યા છે, ત્યારે ઘણા લોકો રવીનાના વખાણ કરતા જોવા મળી રહ્યા છે. લોકો કહે છે કે રવિનાએ 48 વર્ષની ઉંમરમાં પણ પોતાનું ફિગર ખૂબ જ સારી રીતે જાળવી રાખ્યું છે.રાશા થડાની બ્લેક વન પીસ ડ્રેસમાં જોવા મળી રહી છે. રાશા થડાનીનો આ લુક આવતાની સાથે જ સોશિયલ મીડિયા પર છવાઈ ગયો. વાયરલ તસવીરમાં રાશા પોતાની સાથે બેગ લઈને જતી જોવા મળી રહી છે.

રાશાની તસવીરોને ખૂબ જ પસંદ કરી રહ્યા છે ચાહકો 
રાશાની આ તસવીરોને ચાહકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે. રાશા થડાનીની ક્યૂટનેસ ચાહકોના દિલ જીતી રહી છે. રાશા થડાની અને રવીના ટંડનની તસવીરો પર ફેન્સ જોરદાર કોમેન્ટ કરતા જોવા મળી રહ્યા છે. જણાવી દઇએ કે, રવિના ટંડનની દીકરી રાશા ટૂંક સમયમાં બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. રાશાએ તાજેતરમાં જ મુંબઈની ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલમાંથી ગ્રેજ્યુએશન પૂરું કર્યું છે. સ્નાતક થયા પછી તરત જ તે અજય દેવગનના ભત્રીજા અમન દેવગન સાથે બોલિવૂડમાં ડેબ્યુ કરી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

બોલિવૂડમાં કરી રહી છે ડેબ્યુ 
ડિરેક્ટર અભિષેક કપૂર આ નવી જોડીને લોન્ચ કરવા જઈ રહ્યા છે. આ ફિલ્મમાં રાશા સાથે અજય દેવગન અને ડાયના પેન્ટી પણ જોવા મળશે. રિપોર્ટ્સનું માનીએ તો આ ફિલ્મ ફેબ્રુઆરી 2024માં રિલીઝ થશે. જો કે રાશા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તેણે ભલે હજુ ફિલ્મોમાં એન્ટ્રી ન કરી હોય પરંતુ સોશિયલ મીડિયા પર તેની ફેન ફોલોઈંગ કોઈથી ઓછી નથી. લોકો તેને અન્ય સ્ટારકિડ્સ કરતા વધુ પસંદ કરવા લાગ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Shah Jina