મોટી થઇ ગઇ છે બજરંગી ભાઇજાનની મુન્ની, ખૂબસુરતી આગળ તો મોટી મોટી અભિનેત્રીઓ પણ ફેલ

બજરંગી ભાઇજાનની મુન્નીનો નવો લુક જોઇ ચાહકો રહી ગયા દંગ, કરી રહ્યા છે દિશા પરમાર સાથે તુલના

Bajrangi Bhaijaan Munni Transformation: તમને સલમાન ખાનની ફિલ્મ ‘બજરંગી ભાઈજાન’ની ‘મુન્ની’ તો યાદ હશે ને ? જેને છોડવા સલમાન ખાન ફિલ્મમાં પાકિસ્તાન જાય છે. મુન્નીએ પોતાના આકર્ષક અભિનયથી સૌના દિલ જીતી લીધા હતા. તે સમયે મુન્ની એટલે કે હર્ષાલી મલ્હોત્રા પહેલા ધોરણમાં હતી, જો કે હવે તે મોટી થઈ ગઈ છે. તાજેતરમાં જ હર્ષાલી મલ્હોત્રા એક કથક સંસ્થામાંથી બહાર નીકળતી જોવા મળી હતી.

ક્યુટનેસ અને પોતાના અભિનયથી જીત્યા દિલ
તે મુંબઈના ખાર વિસ્તારમાં જોવા મળી હતી. હર્ષાલી ઈન્સ્ટાગ્રામ પર એક્ટિવ રહે છે અને તેની ફેન ફોલોઈંગ પણ ઘણી છે. તે સોશિયલ મીડિયા પર ઘણી ફેમસ પણ છે. બજરંગી ભાઈજાન ફિલ્મ વર્ષ 2015માં આવી હતી. આ ફિલ્મમાં હર્ષાલીએ પોતાની ક્યુટનેસ અને પોતાના અભિનયથી બધાના દિલ જીતી લીધા હતા.

સોશિયલ મીડિયા પર એક્ટિવ
પોતાના ફેન્સ અને ફોલોઅર્સને પોતાના વિશે અપડેટ આપવા હર્ષાલી સોશિયલ મીડિયા પર અવાર નવાર તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. હર્ષાલીનું ટ્રાન્સફોર્મેશન જોઈને બધા આશ્ચર્યચકિત થઇ ગયા. હર્ષાલીનો લેટેસ્ટ વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવતા જ ચાહકોએ તેના પર પ્રતિક્રિયા આપવાનું શરૂ કર્યું.

યુઝર્સે કરી પ્રશંસા
એકે લખ્યું કે, સમય કેવી રીતે પસાર થયો, બાળકો મોટા થઈ ગયા છે. એકે તેની સરખામણી ટીવી અભિનેત્રી દિશા પરમાર સાથે પણ કરી, ઘણા ચાહકોએ તેની સુંદરતાની પ્રશંસા કરી અને રેડ હાર્ટ ઇમોજી શેર કરી. હર્ષાલી મલ્હોત્રાએ સલમાન ખાન, કરીના કપૂર ખાન અને નવાઝુદ્દીન સિદ્દીકી સાથે કબીર ખાન દ્વારા દિગ્દર્શિત 2015ની ફિલ્મ બજરંગી ભાઈજાનમાં કામ કર્યું હતું. આ ફિલ્મમાં તેણે પાકિસ્તાની મુસ્લિમ મૂંગી છોકરીની ભૂમિકા ભજવી હતી.

2022માં જીત્યો ભારત રત્ન ડૉ. આંબેડકર પુરસ્કાર 
આ ફિલ્મમાં તેના અભિનય માટે તેની ખૂબ પ્રશંસા થઈ હતી. હર્ષાલીએ 2022માં ભારત રત્ન ડૉ. આંબેડકર પુરસ્કાર પણ જીત્યો છે. અગાઉ પિંકવિલાને આપેલા ઈન્ટરવ્યુમાં હર્ષાલી મલ્હોત્રાએ 2015ની બ્લોકબસ્ટર ફિલ્મ બજરંગી ભાઈજાનની સિક્વલના સમાચાર પર ખુશી વ્યક્ત કરી હતી. તેણે કહ્યું કે તેને આશા છે કે આ ફિલ્મની સિક્વલ ટૂંક સમયમાં રિલીઝ થશે. અભિનેત્રીએ એમ પણ કહ્યું કે તે સલમાન ખાનના સંપર્કમાં છે.

ટીવી સીરિયલ્સમાં પણ કર્યુ કામ
આ જ ઈન્ટરવ્યુમાં તેણે બજરંગી ભાઈજાનના સેટ પર પોતાનો અનુભવ પણ શેર કર્યો હતો અને કહ્યું હતું કે, “અમે ફિલ્મનું શૂટિંગ કરતી વખતે ખૂબ જ મસ્તી કરતા હતા. અમે એટીવીની સવારી કરતા હતા અને ટેબલ ટેનિસ પણ રમતા હતા.” બજરંગી ભાઈજાન પછી તેણે ‘કુબૂલ હૈ’ (2014) અને ‘લૌટ આઓ ત્રિશા’ (2014) જેવી કેટલીક ટેલિવિઝન સિરિયલોમાં કામ કર્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by Voompla (@voompla)

Shah Jina