TMKOC Disha Vakani: પોપ્યુલર ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા એકવાર ફરી ચર્ચામાં આવી ગયો છે, પણ આ વખતે તેનું કારણ કંટ્રોવર્સી નહિ દયાબેનની વાપસી છે. હાલના જ એક એપિસોડમાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં હિંટ આપવામાં આવી કે દયાબેન જલ્દી જ અમદાવાદથી મુંબઇ પરત ફરવાની છે, જી હાં તમે બરાબર વાંચ્યુ દયાબેનની ગોકુલધામમાં વાપસી થવાની છે. લેટેસ્ટ એપિસોડમાં જેઠાલાલને દયાના ભાઈ સુંદરલાલે કહ્યું કે તેની બહેન આ વર્ષે નવરાત્રિ અથવા દિવાળી પર મુંબઈ પરત ફરશે.
6 વર્ષ બાદ આવી લાગે છે દિશા
ત્યારે હવે દયાબેનની વાપસીની ખબર સાથે જ આ પાત્ર ભજવનાર દિશા વાકાણીની વાપસીની આશા દર્શકોને જાગી છે. દયાબેનની ભૂમિકા ભજવનાર અભિનેત્રી દિશા વાકાણી વર્ષ 2017માં મેટરનીટી લિવ પર ગઈ હતી. પરંતુ તે પછી તે પાછી ન ફરી, જ્યારે દિશા વાકાણીને બદલવું નિર્માતાઓ માટે અશક્ય હતું, કારણ કે દિશા વાકાણીએ જે રીતે દયાનું પાત્ર ભજવ્યું છે, તે શૈલી કદાચ અન્ય કોઈમાં શોધવી અશક્ય છે. આવી સ્થિતિમાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં દયાનું પાત્ર 6 વર્ષ સુધી બતાવવામાં આવ્યું ન હતું.
લાઇમલાઇટથી રહે છે દૂર
પરંતુ હવે શોના મેકર્સ સમજી ગયા છે કે ફરી એકવાર દર્શકોની વચ્ચે જગ્યા બનાવવા માટે દયાબેનના પાત્રને લાવવાની જરૂર છે. એટલે હવે જોવાનું એ રહ્યુ કે દિશા વાકાણી શોમાં દયાબેનની ભૂમિકામાં પરત ફરે છે કે પછી બીજી કોઈ અભિનેત્રી… જો કે, શો છોડ્યાના 6 વર્ષ પછી દિશા વાકાણી ખૂબ જ બદલાઇ ગઇ છે. દિશાએ શોમાંથી બ્રેક લીધો ત્યારથી તે લાઈનલાઈટથી દૂર રહે છે પરંતુ તાજેતરમાં જ તે એક બ્લોગમાં જોવા મળી હતી. છ વર્ષના બ્રેક બાદ દિશાના રૂપરંગ બદલાઇ ગયા છે. એક બ્લોગરે તાજેતરમાં જ દિશા સાથે મુલાકાત કરી હતી અને આ દરમિયાનનો વીડિયો પણ તેણે ચેનલ પર શેર પણ કર્યો હતો.
એક દીકરી અને એક દીકરાની માતા છે દયાબેન
દિશાએ યુટ્યુબરને જણાવ્યુ કે કેમેરામાં આવતા પહેલા મેકઅપ કરવો જોઈએ પણ તેના બે બાળકો છે અને તેને કારણે તેને મેકઅપ કરવાનો સમય પણ નથી મળતો. દિશાએ તારક મહેતા શો વર્ષ 2017માં છોડ્યો અને તેણે એક દીકરીને જન્મ આપ્યો. પણ છ વર્ષ વીતી ગયા પછી પણ તેણે તારક મહેતામાં તેની એન્ટ્રી ન થઇ. દિશા વાકાણી દીકરી બાદ થોડા સમય પહેલા જ એક દીકરાની માતા બની છે. ત્યારે દિશા હાલમાં પોતાના બંને સંતાન અને પરિવાર સાથે સમય પસાર કરી રહી છે.