પિન્ક લહેંગો, ભારે ભરખમ જવેલરી અને મેકઅપ સાથે મેટ્રોમાં પહોંચી દુલ્હન, જૉઇને દરેકના ઉડી ગયા હોંશ, જુઓ વીડિયો
Bride in Delhi metro : આજકાલ સોશિયલ મીડિયામાં મેટ્રોને લઈને ઘણા બધા વીડિયો વાયરલ થતા હોય છે. ઘણા વીડિયોની અંદર મેટ્રોમાં થતી અશ્લીલ ઘટનાઓ પણ જોવા મળે છે. તો ઘણીવાર કેટલાક લોકો મેટ્રોમાં ડાન્સ પણ કરતા હોય છે. ત્યારે હાલ મેટ્રોનો એક વીડિયો લોકોના દિલ જીતી રહ્યો છે. જેમાં એક કન્યા લગ્નનો શણગાર સજીને સફર કરી રહી છે. આ કન્યાને લોકો એવી રીતે જોઈ રહ્યા છે કે જાણે કોઈ છોકરીને દુલ્હન બનીને પહેલીવાર જોઈ રહ્યા હોય.
દુલ્હન બની મેટ્રોમાં પહોંચી :
વાસ્તવમાં વીડિયોમાં દેખાતી છોકરી દુલ્હન જેવી દેખાઈ રહી છે. તેણે મરૂન રંગનો હેવી બ્રાઈડલ લહેંગા પહેર્યો છે. ભારે જ્વેલરી પણ પહેરી છે. એકંદરે, યુવતી દુલ્હનના ગેટઅપમાં મુસાફરી કરતી જોવા મળે છે. આજુબાજુ બેઠેલા લોકો કન્યાને આ જોડામાં જોઈને દંગ રહી ગયા. બધાની નજર તેના પર ટકેલી હતી. તેમ છતાં, અસ્વસ્થતા વિના, તે નિર્ભયપણે આમ તેમ ચાલતી જોવા મળી હતી. સામાન્ય રીતે લગ્નના દિવસે વર કન્યા કારમાં મુસાફરી કરે છે. તે દિવસે ભાગ્યે જ કોઈ જાહેર પરિવહન દ્વારા મુસાફરી કરવાનું વિચારશે. કારણ કે કન્યાનો લહેંગા ખૂબ ભારે હોય છે.
લોકોએ કર્યા વખાણ :
તમને જણાવી દઈએ કે આ વીડિયો જૂનો છે, જે આ વર્ષે 27 એપ્રિલે પોસ્ટ કરવામાં આવ્યો હતો. આ વીડિયોને અત્યાર સુધી લાખો લોકો જોઈ ચુક્યા છે. સાથે જ યુઝર્સ તેના પર કોમેન્ટ કરીને પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. એકે લખ્યું “ખૂબ સુંદર.” બીજાએ કહ્યું “તમે ક્યાં જાવ છો ? એકંદરે, યુઝર્સે સકારાત્મક ટિપ્પણીઓ કરી છે અને દુલ્હનની પ્રશંસા કરી છે.
View this post on Instagram
મનોજરંન માટે બનાવ્યો વીડિયો :
જો કે, યુવતીની પ્રોફાઈલ જોઈને ખબર પડે છે કે તે એક્ટર છે, સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્ઝર છે. તેનું નામ હરજીત માન છે. તેણે આ લહેંગામાં ઘણા બ્રાઈડલ શૂટ કર્યા છે. વળી, જૂની પોસ્ટ્સ જોઈને સમજાય છે કે આ લગ્ન દરમિયાનનો વીડિયો નથી. ઘણા લોકો આ વીડિયોને પ્રેન્ક વીડિયો પણ જણાવી રહ્યા છે, તો કોઈ તેને મનોરંજન માટે બનાવ્યો હોવાનું પણ કહી રહ્યા છે.