ટેલેન્ટની ખાણ છે રવીના ટંડનની દીકરી રાશા, ખૂબસુરતીમાં આપે છે મોટી મોટી અભિનેત્રીઓને પણ ટક્કર

મમ્મી રવીના ટંડનથી પણ વધારે ગ્લેમરસ છે દીકરી રાશા, તસવીરો અને વીડિયો જોઇ ધડકી ઉઠ્યુ લોકોનું દિલ

મોહરા, દિલવાલે, અંદાજ અપના અપના અને પત્થર કે ફૂલ જેવી બોલિવૂડ ફિલ્મોમાં પોતાના અભિનય અને સુંદરતાથી લોકોનું દિલ જીતી લેનાર રવિના ટંડનની સુંદરતા હજુ પણ બરકરાર છે. 48 વર્ષની હોવા છતાં રવિના ટંડનની સુંદરતા જોઈને તેના ફેન્સ તેના પ્રેમમાં પડી જાય છે. બોલિવૂડની દિગ્ગજ અભિનેત્રીઓમાં ગણાતી રવીના ટંડન જ્યારે પણ પોતાનો કોઈ ફોટો કે વીડિયો શેર કરે છે અથવા તો ક્યાંક સ્પોટ થાય છે અને તે દરમિયાનની તસવીરો અને વીડિયો સામે આવે છે ત્યારે તેને લાખો લાઈક્સ મળે છે.

માં રવીનાથી કંઇ કમ ખૂબસુરત નથી રાશા
ત્યાં હવે રવિના ટંડનની પુત્રી રાશા થડાની પણ સુંદરતાના મામલે તેની માતા સાથે સ્પર્ધા કરે છે. જ્યારે પણ મા-દીકરી સાથે આવે છે ત્યારે તેમને જોઈને તેમના ફેન્સનું દિલ ખુશ થઈ જાય છે. તાજેતરમાં જ રવિના ટંડન અને રાશા થડાની એક પાર્ટીમાં જોવા મળ્યા હતા, અને બંનેની સુંદરતા જોઈને લોકોના દિલ ધડકી ઉઠ્યા હતા. એક તરફ જ્યાં બોલિવૂડની સુંદર હસીના રવીના ટંડન 48 વર્ષ હોવા છતાં પોતાના ખૂબસૂરત લુકથી ચાહકોના દિલો પર છવાઈ રહી છે,

માં-દીકરીની જોડીએ મચાવી ધમાલ
તો બીજી તરફ તેની પુત્રી પણ તેની ગ્લેમરસ સ્ટાઈલથી લોકોને પ્રભાવિત કરી રહી છે, જો કે રવિના ટંડનની ફિટનેસ અને સુંદરતા પરથી તેની ઉંમરનો કોઈ અંદાજ ન લગાવી શકાય. જણાવી દઈએ કે માતા-પુત્રીની આ જોડી હાલમાં જ એક પાર્ટીમાં જોવા મળી હતી. ફિલ્મ અભિનેત્રી રવિના તેની 18 વર્ષની પુત્રી રાશા થડાની સાથે ફિલ્મ નિર્માતા અને લેખક હિમાંશુ શર્માના ઘરે પાર્ટીમાં પહોંચી હતી. અહીં રાશા અને તેની માતા રવિના બંનેએ પેપરાજીને ઉગ્ર પોઝ આપ્યા હતા.

રાશા કરી રહી છે બોલિવુડ ડેબ્યુની તૈયારી
આ દરમિયાન રવિના ટંડને બ્લેક જમ્પસૂટ પર મેચિંગ હીલ્સ પહેરી હતી. તેનો ગ્લોઈંગ મેક-અપ અને ખુલ્લા વાળ તેને વધુ કિલર બનાવી રહ્યા હતા. બીજી તરફ, રવિના ટંડનની પુત્રી રાશાએ મિની બોડીકોન શોર્ટ આઉટફિટ પહેર્યો હતો. ગ્લોસી લિપ કલર અને મિનિરિયલ મેકઅપમાં રાશા ખૂબ જ ગ્લેમરસ અને ગોર્જિયસ લાગી રહી હતી. રવિના ટંડનની દીકરી રાશા થડાની સુંદરતાના મામલામાં કોઇથી ઓછી નથી. રાશા બોલિવૂડ ડેબ્યૂની તૈયારી કરી રહી છે.

અજય દેવગનના ભત્રીજા સાથે કરશે ડેબ્યુ
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રાશા અજય દેવગનના ભત્રીજા સાથે ડેબ્યુ કરી રહી છે. અભિષેક કપૂર ફિલ્મના નિર્દેશનની બાગડોર સંભાળશે. રાશા થડાની અને અમન દેવગન રોમ કોમમાં નવોદિત તરીકે જોવા મળશે. આ ફિલ્મ પણ એક એક્શન એડવેન્ચર ફિલ્મ હશે જે ફેબ્રુઆરી મહિનામાં રિલીઝ થશે. વેલેન્ટાઈન વીક પર રિલીઝ થનારી આ ફિલ્મ યુવાનોને જોવી ગમશે તેવી અપેક્ષા છે.

સોશિયલ મીડિયા પર રહે છે ખૂબ જ એક્ટિવ
હાલમાં ફિલ્મનું નામ નક્કી નથી થયું પરંતુ ફિલ્મને ફ્લોર પર લાવવાની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. આ ફિલ્મ 9 ફેબ્રુઆરી 2024ના રોજ રિલીઝ થશે. ઉલ્લેખનીય છે કે, રાશા સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે. તેણે ભલે હજુ ફિલ્મોમાં એન્ટ્રી કરી ન હોય, પરંતુ ઈન્સ્ટા પર તેની ફેન ફોલોઈંગ કોઈથી ઓછી નથી. લોકો તેને અન્ય સ્ટારકિડ્સ કરતા વધુ પસંદ કરવા લાગ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Shah Jina