ગજબના લોકો છે આ દેશમાં, છોકરી સાથે આ ભાઈએ મેટ્રોમાં કરી નાખ્યો એવો જબરદસ્ત પ્રેન્ક, કે છોકરીના પણ ઉડી ગયા હોશ, જુઓ વીડિયો
Hilarious Seat Prank In Metro : મેટ્રો એ શહેર માટે એક વરદાન રૂપ બની ગઈ છે. એક જગ્યાથી બીજી જગ્યાએ જવા માટે મેટ્રોની સફર ખુબ જ આસાન રહે છે, રોજ અલગ અલગ શહેરોમાં લાખો લોકો મેટ્રોમાં મુસાફરી કરતા હોય છે. આ સાથે ઘણીવાર મેટ્રોના અજીબો ગરીબ વીડિયો પણ વાયરલ થતા હોય છે, જેમાં કેટલાક લોકો અશ્લીલ હરકતો કરે છે તો કેટલાક લોકો ડાન્સ કરતા હોય છે. મેટ્રોમાં બેઠેલા પેસેન્જર કરતા ઉભા રહેલા પેસેન્જર વધુ હોય છે, પરંતુ શું તમે ક્યારેય મેટ્રોમાં કોઈ જાદુઈ સીટ જોઈ છે ?
પ્રેન્ક વીડિયો વાયરલ :
હાલ એક એવો જ પ્રેન્ક વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે, જેમે એક છોકરો એક છોકરી સાથે જાદુઈ સીટનો પ્રેન્ક કરતો નજર આવે છે. મેટ્રોમાં ચઢવાની સાથે, ઘણા મુસાફરો ખાલી સીટ મેળવવાનો પ્રયાસ કરે છે, અને જ્યારે સીટ ઉપલબ્ધ ન હોય, ત્યારે જાહેર જનતા આવા લોકોને નિશાન બનાવે છે જેમની નીચે ઉતરવાની શક્યતા વધુ હોય છે. પરંતુ ક્યારેક તેમની વિચારસરણી ખોટી નીકળી જાય છે. સીટ સાથે જોડાયેલ એક પ્રૅન્ક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે.
શું હતું જાદુઈ સીટનું રહસ્ય ? :
આ વાયરલ ઈન્સ્ટાગ્રામ રીલમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિ મેટ્રો કોચમાં જોઈન્ટ જગ્યા પર ઝૂકીને બેઠો છે. પરંતુ તે એવો ઢોંગ કરે છે જાણે તે સીટ પર બેઠો હોય. અને હા, તેને જોઈને લાગે છે કે તે સીટ પર બેઠો છે. તેની પાસે એક છોકરી ઉભેલી જોવા મળે છે. થોડી વાર પછી તે વ્યક્તિ પોતાની જગ્યાએથી ઉભો થઈને ચાલ્યો જાય છે. તેના ફોનમાં વ્યસ્ત મહિલા ‘ખાલી સીટ’ પર કબજો કરવા માટે આગળ વધે છે. પણ તરત જ તેને ખ્યાલ આવે છે કે અહીં કોઈ સીટ નથી. હાલમાં જ લોકો આ પ્રૅન્ક વીડિયો જોઈને હસી રહ્યા છે.
View this post on Instagram
લોકોને ખુબ જ પસંદ આવ્યો પ્રેન્ક :
આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પેજ @viralbhayani દ્વારા 10 જુલાઈના રોજ પોસ્ટ કરવામાં આવ્યો હતો અને લખ્યું હતું – અંતની રાહ જુઓ. આ વીડિયોને અત્યાર સુધીમાં લાખો વ્યૂઝ અને 1 લાખ 12 હજારથી વધુ લાઈક્સ મળી ચૂક્યા છે. તેમજ સેંકડો યુઝર્સે કોમેન્ટ પણ કરી છે. એક યુઝરે લખ્યું કે સીટ પણ સાથે લઈ જવામાં આવી હતી. બીજાએ લખ્યું – જાદુઈ બેઠક. જો કે, ઘણા યુઝર્સ આ વીડિયોને સ્ક્રિપ્ટેડ કહી રહ્યા છે. ગુજ્જુરોક્સ પણ આ વીડિયોની પુષ્ટિ નથી કરતું.