બ્રેઇન સ્ટોક બાદ રાહુલ રોયને મળવા નહોતા પહોંચ્યા મહેશ ભટ્ટ અને પૂજા, બોલ્યો- સલમાનનું ઉતારવું છે કર્જ
When Rahul Roy Suffered a Brain Stroke: વર્ષ 2020માં ‘આશિકી’ ફેમ એક્ટર રાહુલ રોયને શૂટિંગ દરમિયાન બ્રેઈન સ્ટ્રોક આવ્યો હતો, ત્યારપછી તેની તબિયત ખરાબ હોવાને કારણે તેને ઘણા મહિનાઓ સુધી બેડ રેસ્ટ પર રહેવું પડ્યું હતું. જણાવી દઈએ કે જ્યારે રાહુલ રોય 2020માં ‘LAC – લિવ ધ બેટલ ઈન કારગીલ’નું શૂટિંગ કરી રહ્યો હતો ત્યારે તેને બ્રેઈન સ્ટ્રોક આવ્યો હતો જે બાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં તેના મગજ અને હૃદયની એન્જિયોગ્રાફી કરવામાં આવી હતી.
ઇન્ડસ્ટ્રીનું કોઇ નહોતુ આવ્યુ
બાદમાં અભિનેતાને મુંબઈની નાણાવટી હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યો હતો. આવી સ્થિતિમાં હવે અભિનેતાએ પોતાના ખરાબ તબક્કાને યાદ કરીને કેટલીક વાતો કહી છે અને કહ્યું છે કે તે દરમિયાન ઈન્ડસ્ટ્રીનો કોઈ મિત્ર મહેશ ભટ્ટ, પૂજા ભટ્ટ કે રવિના ટંડન તેને મળવા આવ્યો ન હતા. રાહુલ રોયની બહેને બોલિવૂડ હંગામાને જણાવ્યું કે ‘હું સલમાન ખાનનો આભાર માનવા માંગુ છું, કારણ કે હોસ્પિટલના બિલ માટે જે કંઈ બાકી હતું તે સલમાન ખાને ચૂકવ્યું હતું.
સલમાન ખાને કરી મદદ
સલમાન ખાને રાહુલ રોયને ફોન કર્યો અને પૂછ્યું કે શું તે તેની કોઈ પણ રીતે મદદ કરી શકે છે. તેણે ખરેખર મદદ કરી અને તેનું બિલ ચૂકવ્યું. આ વાતનો ખુલાસો રાહુલે સિદ્ધાર્થ કન્નનને આપેલી તાજેતરની મુલાકાતમાં કર્યો હતો. જ્યારે તેને પૂછવામાં આવ્યું કે શું ‘આશિકી’ના નિર્માતા મહેશ ભટ્ટ કે તેની પુત્રી પૂજાએ તે સમયે તેની કાળજી લીધી હતી. જેના પર રાહુલની સાથે હાજર તેની બહેને કહ્યું કે, ‘કોઈ મિત્રનો ફોન પણ નહીં, રાહુલના જોડિયા ભાઈ રોહિતનો ફોન પણ ના આવ્યો, જ્યારે ભાઈ ફોન ન કરે ત્યારે સ્ટાર પાસેથી આપણે શું અપેક્ષા રાખીએ…’ તેણે કહ્યું, ‘રાહુલને મળવા માટે એક-બે કલાકારો આવ્યા હતા.
ફિલ્મ ‘આશિકી’થી કર્યું હતું ડેબ્યૂ
જેમાં અદિતિ ગોવિત્રીકર, સુચિત્રા પિલ્લઈનો સમાવેશ થાય છે. તેણે પણ અમને થોડી મદદ કરી..’ જણાવી દઇએ કે, રાહુલ રોયે મહેશ ભટ્ટની ફિલ્મ ‘આશિકી’થી ડેબ્યૂ કર્યું હતું. પહેલી જ ફિલ્મથી તે રાતોરાત ફેમસ થઈ ગયો હતો. આ પછી તેણે મહેશ ભટ્ટની ‘જુનૂન’માં પણ કામ કર્યું. તેણે પૂજાની ફિલ્મ પણ કરી છે. ફેબ્રુઆરીમાં સલમાન ખાને તેના હોસ્પિટલના બાકી બિલ ચૂકવ્યા હતા. રાહુલ રોયની બહેને ફિલ્મ ‘LAC’ના નિર્દેશક પર તેની મદદ ન કરવાનો આરોપ લગાવ્યો હતો. તેણે જે પૈસા આપ્યા તે ફિલ્મના બાકી પૈસા હતા જે તેની ફી માટે આપવાના હતા.