દીપિકા કક્કર-શોએબ ઇબ્રાહિમે રાખ્યુ દીકરાનું એવું નામ કે મચી ગઇ બબાલ…તૈમુર જેવો મામલો બની ગયો તે ડિલીટ કરવો પડ્યો વીડિયો

દીપિકા શોએબ ઇબ્રાહિમ સાથે પરણી ગઈ હતી, હવે બાળકનું નામ એવું રાખ્યું કે મચી ગઇ બબાલ…તૈમુર જેવો મામલો બની ગયો તે ડિલીટ કરવો પડ્યો વીડિયો

Dipika Kakar Son Name Revealed: ‘સસુરાલ સિમર કા’ ફેમ એક્ટ્રેસ અને ટીવીની જાણીતી અભિનેત્રી દીપિકા કક્કરે થોડા દિવસો પહેલા જ પુત્રને જન્મ આપ્યો છે અને તાજેતરમાં જ તે તેના દીકરા સાથે હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ ઘરે આવી હતી. લગભગ 20-22 દિવસ હોસ્પિટલમાં રહ્યા બાદ હવે અભિનેત્રી પોતાના પુત્ર સાથે ઘરે પરત ફરી છે.

દીપિકાએ પુત્રના નામ સાથેનો વીડિયો ડિલીટ કર્યો
ત્યારે પુત્રના ઘરે પહોંચ્યા પછી અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરીને તેનું નામ પણ જાહેર કર્યું હતું. જો કે, તે વીડિયો હવે તેણે ડિલીટ કરી દીધો છે. વાસ્તવમાં દીપિકા કક્કરે તેની યુટ્યુબ ચેનલ પર એક ખૂબ જ ક્યૂટ વીડિયો શેર કરતા પુત્રનું નામ જાહેર કર્યું હતું.

પુત્રનું નામ મુસ્લિમ રાખવા પર હોબાળો
વીડિયોમાં દીપિકાએ જણાવ્યું કે તેણે તેના પુત્રનું નામ “રુહાન ઈબ્રાહિમ” રાખ્યું છે. જેનો અર્થ થાય છે “દયાળુ, આધ્યાત્મિક”. પરંતુ ત્યારે અભિનેત્રીને ખબર ન હતી કે તેને આ વીડિયો માટે ટ્રોલિંગનો શિકાર બનવું પડશે. પુત્રનું નામ મુસ્લિમ રાખવા પર અભિનેત્રીના ચાહકોએ સોશિયલ મીડિયા પર ભારે હોબાળો શરૂ કર્યો હતો. જેના કારણે તેણે આ વીડિયો પછીથી ડિલીટ કરી દીધો.

ટ્રોલર્સે અભિનેત્રીને કરી ટ્રોલ
જ્યારે દીપિકા કક્કર અને શોએબ ઈબ્રાહિમ તેમના પુત્ર સાથે ઘરે પહોંચ્યા ત્યારે પરિવારના સભ્યો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. પુત્ર સાથે ઘરે પહોંચ્યા પછી અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો હતો જેમાં તેનું નામ પણ જણાવાયું હતું, જો કે, તે વીડિયો તેણે હવે ડિલીટ કરી દીધો છે. લોકો હવે સમજી શકતા નથી કે તે ભૂલ હતી કે પછી ટ્રોલિંગના ડરથી વીડિયો ડિલીટ કરવામાં આવ્યો. વીડિયો ડિલીટ કર્યા બાદ ટ્રોલર્સ શોએબની પોસ્ટ પર કોમેન્ટ કરવા લાગ્યા. લોકો અભિનેત્રીને ડબલ સ્ટાન્ડર્ડ કહી રહ્યા છે.

દીપિકાની ડિલિવરી પ્રી-મેચ્યોર હતી
જણાવી દઈએ કે ટીવી એક્ટર શોએબ ઈબ્રાહિમની પત્ની દીપિકા કક્કરે 21 જૂનના રોજ પુત્રને જન્મ આપ્યો હતો. અભિનેત્રીની પ્રી-મેચ્યોર ડિલિવરી હતી. જેના કારણે તેના પુત્રને જન્મ પછી ઘણા દિવસો સુધી એનઆઈસીયુમાં રાખવામાં આવ્યો હતો. જો કે, 19-20 દિવસ બાદ તેને હોસ્પિટલમાં ડિસ્ચાર્જ કરવામાં આવ્યો અને પછી તે અમ્મી-અબ્બુ સાથે ઘરે પહોંચ્યો.

પુત્રનું ઘરે ભવ્ય સ્વાગત
શોએબે તેની યુટ્યુબ ચેનલ પર આનો એક વીડિયો પણ શેર કર્યો છે. જેમાં તેના પિતા પોતાના પુત્રને ખોળામાં લઈને ખૂબ જ ભાવુક થતો જોવા મળ્યો. ત્યાં અભિનેતાની બહેન અને પ્રખ્યાત યુટ્યુબર સબા પણ આ વીડિયોમાં ખૂબ જ ખુશ દેખાઈ રહી હતી.

 

View this post on Instagram

 

A post shared by Shoaib Ibrahim (@shoaib2087)

Shah Jina